SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩ ४० वस्तुस्वभावानुरोधादेव, तत्कारकात् वियत् । सम्पूर्णता तदुत्पत्तौ, कुम्भस्येव दशाऽत्मनः ॥१॥ इति न्यायात् ज्ञानिनः क्रिया कार्योपकारका ज्ञातव्या । ज्ञानमयस्यात्मनः तत्त्वैकत्वाध्यासिनः स्वरूपारोहकाणां या क्रिया सा ज्ञानस्वरूपप्रकाशनहेतुः, आवरणनिमित्तमसत्क्रिया, आवरणापगमाय सत्क्रियानिमित्तं भवति । तत्त्वमग्नस्य न कारणीभवति । अतः तत्त्वज्ञानस्वरूपैकत्वध्यानलीनानां मुनीनां तेषामेव नमः ॥८॥ આ ગાથા કયા ગ્રન્થની છે? તે શોધવા છતાં પ્રાપ્ત થઈ શક્યું નથી. અનુમાનથી આવો અર્થ હોય એમ લાગે છે. “દરેક વસ્તુઓ પોતાના વસ્તુસ્વભાવને અનુસરે એ જ ઉચિત છે. જેમ આકાશ પોતાના અવગાહના આપવાના સ્વભાવનું જ કારક છે. તેનાથી જ તેની પૂર્ણતા છે. તે આકાશમાં જેમ ઘટની ઉત્પત્તિ કરાય છે. તે સંયોગ માત્ર છે. તેનાથી આકાશને કંઈ લાભ-નુકશાન નથી. આકાશ તો જેવું છે તેવું જ રહે છે. તેમ આત્માની દશા પણ આવી જ છે. સ્વભાવમાં વતે તો જ પૂર્ણતા છે. શેષભાવો સંયોગ માત્ર છે. વધારે અર્થ જ્ઞાની મહાત્માઓ પાસેથી સમજવો. આ પ્રમાણે ઉપરોક્ત ન્યાયને અનુસારે જ્ઞાની મહાત્માની સર્વે ક્રિયા પોતાના કાર્યનો ઉપકાર કરનારી જાણવી. આત્મતત્ત્વની સાથે એકતા ભાવે (તન્મયપણે) રહેનારા અને દિન-પ્રતિદિન આત્મતત્ત્વના સ્વરૂપમાં આરોહણ કરનારા એવા જ્ઞાનસ્વરૂપ બનેલા આત્માની જે કોઈ ક્રિયા છે તે સઘળી પણ ક્રિયા જ્ઞાનાત્મક એવા આત્મસ્વરૂપને પ્રકાશિત કરવામાં જ કારણભૂત બને છે. જે અસલ્કિયા હોય છે તે આવરણીયકર્મોને બંધાવવાના નિમિત્તરૂપ બને છે અને જે જે સન્ક્રિયા હોય છે તે તે આવરણીય કર્મોને દૂર કરવા માટેનું નિમિત્ત બને છે. પરંતુ તત્ત્વમાં મગ્ન બનેલા આત્મલક્ષી જીવને આવી કોઈપણ ક્રિયા બંધાદિનું નિમિત્તકારણ બનતી નથી. જ્ઞાની મહાત્માની જ્ઞાન મગ્નતા જ આત્મતત્ત્વના પ્રકાશનનો હેતુ છે. તેવા આત્માની કોઈપણ ક્રિયા ભાવ આશ્રવરૂપ થતી નથી. તેથી આત્મતત્ત્વના જ્ઞાનમાં અને આત્મસ્વરૂપની સાથે એકતાના ધ્યાનમાં લયલીન બનેલા તે મુનિઓના જ ચરણકમલમાં અમારા નમસ્કાર હોજો. (અહીં નમસ્ અવ્યયના યોગમાં તેગ્ય: મુનિમ્ય: થવું જોઈએ પણ તેષાવિ મુનીનાં પાઠ સર્વ પુસ્તકોમાં છે. તેથી રર : શબ્દ અધ્યાહારથી લઈને પાઠ સંગત કરવો.) પૌલિક સુખ-દુઃખની વાસનાઓ અને અન્ય જીવ દ્રવ્ય ઉપર રાગ-દ્વેષાદિ ભાવો એ રૂપ પરભાવ દશાથી આત્માને રોકવો. આવી વિભાવદશામાં ન જવું અને આત્મતત્ત્વના
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy