SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩ ૪૦૧ એવા “પરમાત્મભાવ” ના રસિક જીવોએ પૌલિક ભાવોને અનુસરનારી પોતાની યોગપ્રવૃત્તિને રોકવી જોઈએ. યોગપ્રવૃત્તિને રોકવી તે જ સાચું મૌન છે. શ્રેષ્ઠ મૌન છે. તેથી યોગપ્રવૃત્તિને રોકવા નિરંતર પ્રયત્નશીલ બનવું એવો ગ્રંથકારશ્રીનો ઉપદેશ છે. જ્ઞા ज्योतिर्मयीव दीपस्य, क्रिया सर्वापि चिन्मयी । यस्यानन्यस्वभावस्य, तस्य मौनमनुत्तरम् ॥८॥ ગાથાર્થ :- જેમ દીપકની ઉત્સેપણાદિ સર્વ પણ ક્રિયા જ્યોતિર્મય હોય છે તેમ આત્મદશા વિના અન્ય પદાર્થોમાં જેને રસ નથી એવા એટલે કે વિભાવદશાથી મુક્ત એવા આત્માની સર્વે પણ ક્રિયા જ્ઞાનમય હોય છે, તેનું જ મૌન અનુપમ છે. ॥૮॥ ટીકા :- “જ્યોતિર્મયીવેતિ' તસ્ય તત્ત્વ ત્વરિતમ્ય, મૌન-યોગનિગ્રહરૂપ स्वधर्मप्राग्भावकर्तृत्वभोक्तृत्वे व्यापारिताशेषवीर्यस्य कर्मविकरणापूर्वकरणकिट्टीकरणादिषु स्थापितवीर्यकरणस्य परभावाप्रवृत्तत्वेन मौनं- योगचापल्यतावारणरूपं अनुत्तरं - सर्वोत्कृष्टं यस्य क्रिया गुणप्रकर्षप्रवर्तना वीर्यप्रवृत्तिः सापि चिन्मयीस्वरूपज्ञानमयी आत्मानुभवैकत्वरूपा । यथा दीपस्य या क्रिया उत्क्षेपणनिक्षेपणादिका सा सर्वापि ज्योतिर्मयी-ज्ञानप्रकाशयुक्ता, तथा यस्य वन्दननमनादिगुणस्थानारोहरूपा क्रिया तत्त्वज्ञानप्रकाशिका, तस्य अनन्यस्वभावस्य न विद्यते अन्य:- परः स्वभावो यस्य सः, तस्य परभावव्यापकचेतनाऽभिसन्धिवीर्यरहितस्य साधोः मौनमनुत्तरम् । વિવેચન :- આત્મતત્ત્વની અંદર એકતાભાવે પરિણામ પામેલા એવા જીવનું મનવચન અને કાયાના યોગનો નિગ્રહ કરવા રૂપ જે મૌન છે. તે જ મૌન અનુત્તર છે, અનુપમ છે. અર્થાત્ સર્વથા ઉત્કૃષ્ટ મૌન છે. પોતાના આત્માના (રત્નત્રયી રૂપ-સ્વભાવદશાની પ્રાપ્તિ રૂપ) ધર્મને પ્રગટ કરવામાં જ કર્તૃત્વ અને ભોક્તૃત્વ રૂપે વ્યાપારિત કર્યું છે સર્વ વીર્ય જેણે એવા, તથા કર્મોનો વિનાશ કરનારા એવા અપૂર્વકરણ, કિટ્ટીકરણાદ્ધા અને આદિ શબ્દથી કિટ્ટીવેદનાદ્ધા વગેરેમાં જ સ્થાપિત કર્યું છે પોતાનું કરણવીર્ય જેણે એવા આત્માર્થી ઉત્તમ આત્માનું પરભાવદશામાં ન પ્રવર્તવા રૂપે (પુદ્ગલ અને અન્ય જીવ દ્રવ્યો પ્રત્યે રાગાદિ ભાવે ન જોડાવા સ્વરૂપે) જે મૌનપણું છે એટલે કે મન-વચન-કાયાના યોગોની ચપલતાને અટકાવવા રૂપ જે મૌન છે તે જ મૌન સર્વોત્કૃષ્ટ મૌન છે. ન બોલવા રૂપ મૌન એકેન્દ્રિય આદિ ભવોમાં પણ સુલભ છે. પરંતુ વિભાવદશામાં ન જોડાવા રૂપ મૌન કર્મનિર્જરા અને આશ્રવના નિરોધનું પ્રબળ કારણ હોવાથી સર્વોત્કૃષ્ટ મૌન છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy