SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩ ૩૯૭ આત્મપ્રદેશોનો જે સમુદાય તે ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા કહેવાય છે. ત્યાર પછી એક એક અધિક વયવિભાગની ક્રમશઃ વૃદ્ધિ વડે બીજી-ત્રીજી વગેરે વર્ગણાઓ પ્રથમ સ્પર્ધકની જેમ ત્યાં સુધી કરવી કે તે વર્ગણાઓ શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા પ્રદેશોના રાશિપ્રમાણ થાય છે. તે વર્ગણાઓનો જે સમુદાય તે ત્રીજું સ્પર્ધક જાણવું. આ પ્રમાણે ઉત્પત્તિના પ્રથમસમયે વર્તતા સર્વથી અલ્પવર્યવાળા એવા તે સૂક્ષ્મનિગોદીયા જીવમાં અસંખ્યાતાં સ્પર્ધકો થાય છે. આ રીતે શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશ પ્રમાણ સ્પર્ધકોવાળો આ યોગ હોય છે. તે સૌથી પ્રથમ જઘન્ય યોગસ્થાન કહેવાય છે. આટલા યોગવાળું (અસંખ્યાતા સ્પર્ધકો પ્રમાણ જઘન્યયોગસ્થાનક) સર્વથી અલ્પવીર્યવાળા સૂક્ષ્મનિગોદીયા ભવના પ્રથમસમયે વર્તતા જીવને હોય છે. ततोऽन्यस्य जीवस्याधिकतरवीर्यस्य येऽल्पतरवीर्या जीवप्रदेशास्तेषां समुदायः प्रथमा वर्गणा । ततः एकेन वीर्याविभागेन वृद्धानां समुदायो द्वितीया वर्गणा, द्वाभ्यामधिकानां समुदायस्तृतीया वर्गणा । एवमेकैकवीर्याविभागवर्द्धमानानां यावत् श्रेण्यसङ्ख्येयभागगतप्रदेशराशिप्रमाणा (वर्गणा) भवन्ति । तासां समुदायः प्रथमस्पर्द्धकम् । ततः प्राक्तनयोगस्थानप्रदर्शितप्रकारेण द्वितीयादीनि स्पर्धकानि वाच्यानि । तानि च यावत् श्रेण्यसङ्ख्येयभागगतप्रदेशराशिप्रमाणानि भवन्ति । ततस्तेषां समुदायो द्वितीयं योगस्थानम् । ततोऽन्यस्याधिकतरवीर्यस्योपदर्शितप्रकारेण तृतीयं योगस्थानं वाच्यम् । एवमन्यान्यजीवापेक्षया तावद योगस्थानानि वाच्यानि यावत्सर्वोत्कृष्टं योगस्थानं भवति । तानि च योगस्थानानि सर्वाण्यपि श्रेण्यसङ्ख्येयभागगतप्रदेशराशिप्रमाणानि भवन्ति । क्षयोपशवैचित्र्यात्सर्वमवसेयम् । ઉત્પત્તિના પ્રથમસમયે વર્તતા લબ્ધિઅપર્યાપ્તા સૂક્ષ્મનિગોદીયા પણ કંઈક અધિક કરણવીર્યવાળા બીજા જીવના આત્મપ્રદેશોમાં જે અતિશય અલ્પતર વીર્યવાળા અને માંહોમાંહે સમાન વર્ષાવિભાગવાળા આત્મપ્રદેશો હોય છે. તેનો સમુદાય તે નવા યોગસ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણા જાણવી. તેનાથી એક વર્યાવિભાગે અધિક વૃદ્ધિવાળા આત્મપ્રદેશોનો જે સમુદાય તે બીજી વર્ગણા, બે વીર્યાવિભાગ વડે અધિક એવા આત્મપ્રદેશોનો સમુદાય તે ત્રીજી વર્ગણા. આમ એક એક વર્યાવિભાગ વડે વૃદ્ધિ પામતા આત્મપ્રદેશોના સમુદાયરૂપે વર્ગણાઓ ત્યાં સુધી કહેવી કે એક સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશપ્રમાણ વર્ગણાઓ થાય. તે વર્ગણાઓનો સમુદાય તેને પ્રથમ સ્પર્ધક કહેવાય છે. ત્યારબાદ પ્રથમના યોગસ્થાનમાં જણાવેલી રીતિ મુજબ બીજું-ત્રીજું-ચોથું વગેરે સ્પર્ધકો કહેવાં.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy