SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩ ૩૯૩ તે ઈષ્ટાનિષ્ટ બુદ્ઘિ રાગ-દ્વેષ સ્વરૂપ છે. માટે તેવા દુષિત ભાવોથી રહિત આત્માની જે નિર્મળ અવસ્થા તે જ ઉત્તમ મૌન છે. - ભાવાર્થ એવો છે કે – પરભાવદશાને અનુસરનારી જે ચેતના (જ્ઞાન-બુદ્ધિ) છે અને પરભાવદશાને અનુસરનારી જે વીર્યની પ્રવૃત્તિ છે તે જ આ જીવની ચંચળતા (અસ્થિરતા) છે. તેનો નિરોધ કરવો, તેને અટકાવવી આ જ ઉત્તમ મૌન છે. ઉત્કૃષ્ટ મૌન છે અને આ મૌન જ પરિણામે ભવિષ્યમાં આત્માને કલ્યાણકારી છે માટે તેવા પ્રકારની યોગની ચપલતાઅસ્થિરતા એ આત્માનું સ્વરૂપ નથી પણ અયોગીદશા એ આત્માનું સ્વરૂપ છે. આત્મપ્રદેશોનું અત્યન્ત સ્થિરીકરણ એ જ આત્માનું કાર્ય છે. યોગ અટકે તો જ આશ્રવ અટકે તેથી તે ચંચલતાનો રોધ કરવો એ જ શ્રેયસ્કર માર્ગ છે. યોગનું સ્વરૂપ પૂજ્યપાદ શ્રી શિવશર્મસૂરીશ્વરજી મહારાજશ્રીએ કરેલા કમ્મપડિ નામના ગ્રંથમાં બંધનકરણ ગાથા ૩ થી ૯માં આ પ્રમાણે છે आत्मनो वीर्यगुणस्य क्षयोपशमप्राप्तस्यासङ्ख्येयानि स्थानानि । सर्वजघन्यं प्रथमं योगस्थानं सूक्ष्मनिगोदिनः । एवं सूक्ष्मनिगोदेषु उत्पद्यमानस्य जन्तोः भवति । इह जीवस्य वीर्यं केवलिप्रज्ञाच्छेदनकेन छिद्यमानं छिद्यमानं यदा विभागं न प्रयच्छति तदा स एवांशोऽविभागः, ते च वीर्यस्याविभागाः एकैकस्मिन् जीवप्रदेशे चिन्त्यमाना जघन्येनापि असङ्ख्येयलोकाकाशप्रदेशप्रमाणाः, उत्कर्षतोऽप्येतत्सङ्ख्याः । किन्तु जघन्यपदभाविवीर्याविभागापेक्षया असङ्ख्येयगुणा द्रष्टव्याः । येषां जीवप्रदेशानां समाः तुल्यसङ्ख्यया वीर्याविभागा भवन्ति, सर्वेभ्योऽपि चान्येभ्योऽपि जीवप्रदेशगतवीर्याविभागेभ्यः स्तोकतमाः, ते जीवप्रदेशाः घनीकृतलोकासङ्ख्येयभागासङ्ख्येयप्रतरगतप्रदेशराशिप्रमाणाः समुदिता एका वर्गणा । એકથી બાર ગુણસ્થાનકોમાં વર્તતા સંસારી જીવોને વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ વીર્યના હીનાધિકપણાની તરતમતાને અનુસારે અસંખ્યાત સ્થાનો થાય છે. તેમાં સૌથી જઘન્ય પ્રથમ યોગસ્થાનક સૂક્ષ્મનિગોદીયા (લબ્ધિઅપર્યાપ્તા અને ઉત્પત્તિના પ્રથમ સમયે) ઉત્પન્ન થતા જીવને આ રીતે હોય છે. વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમભાવથી જે લબ્ધિવીર્ય પ્રગટ થાય છે તે એક આત્માના સર્વે પણ પ્રદેશોમાં એકસરખું સમાન હોય છે. કારણ કે વીર્યગુણ એક આત્મપ્રદેશનો નથી. પરંતુ અસંખ્યાતપ્રદેશોના બનેલા અખંડ આત્મદ્રવ્યનો ગુણ છે. તેથી જ્ઞાનગુણ જેમ સર્વ આત્મપ્રદેશોમાં વ્યાપ્ત હોય છે તેમ વીર્યગુણ પણ સર્વપ્રદેશોમાં સમાન હોય છે. પરંતુ મન
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy