SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩ ૩૯૧ कणवीरमालाधारोपणात्मकमेवंरूपं भवोन्मादं जानन् भवस्वरूपमेवंविधं जानन् मुनिःसमस्तपरभावत्यागी आत्मतृप्तः-आत्मस्वरूपे अनन्तगुणात्मके तृप्तः-तुष्टः भवेत् । संसारस्वरूपमसारं निष्फलमभोग्यं तु तद् ज्ञात्वा मुनिः स्वरूपे मग्नो भवति ॥६॥ વિવેચન - સંસારમાં રહેલા સર્વે મનુષ્યો પોતાનું શરીર વધારે લષ્ટપુષ્ટ-મજબૂત બાંધાવાળું, ભરાવદાર હોય તો સારું એમ ઈચ્છે, પરંતુ જે પ્રકારે શરીરના હાથ-પગ આદિ અવયવોમાં સોજા આવવાથી તેનું પુષ્ટપણું - એટલે શૂલપણું થયું હોય તો તેવા પ્રકારનું રોગજન્ય શરીરનું પુષ્ટપણે કોઈને પણ ગમતું નથી, કારણ કે તે પુષ્ટપણે રોગથી થયેલું છે, વાસ્તવિક નથી. તથા કોઈ અપરાધીને ફાંસીની સજા થઈ હોય તો તે ફાંસી આપવા યોગ્ય મનુષ્યને મારી નાખવા માટે ફાંસી પાસે લઈ જતાં પહેલાં તેના શરીરને શોભા-શણગાર કરે, કણવીર નામના પુષ્પોની માલા વગેરે પહેરાવે તેવા પ્રકારની કરાતી શોભા તે શરીરની શોભા છે, માનપાન આપે છે. પરંતુ વધ્યજીવને તે ઈષ્ટ નથી. તેવી જ રીતે ભવનો ઉન્માદ પણ તેવો જ છે અર્થાત્ ભવનું સ્વરૂપ પણ તેવું જ છે. “દેખાય સુખકારી પણ છે દુઃખકારી” આમ જાણતા જ્ઞાની મુનિ કે જેમણે સમસ્ત પ્રકારની પરભાવની પરિણતિ ત્યજી દીધી છે તેવા મુનિ આત્મામાં જ તૃપ્ત થાય છે. અનંત અનંત ગુણાત્મક એવા આત્મસ્વરૂપમાં જ લીન બને છે. ગુણોમાં જ તૃપ્ત રહે છે. ગુણોની પ્રાપ્તિથી જ ખુશ ખુશ થાય છે. પણ ભોગની પ્રાપ્તિથી ખુશ થતા નથી. આ સંસારનું સ્વરૂપ અસાર છે એટલે કે સાર વિનાનું છે, નિષ્ફળ છે તથા વળી અભોગ્ય જ છે, ભોગવવા યોગ્ય નથી. આમ જાણીને ત્યાગી મુનિ ભવસુખમાં મગ્ન ન બનતાં આત્મસ્વરૂપમાં જ મગ્ન બને છે. આત્મતત્ત્વના ચિંતન-મનનમાં જ એકાગ્ર બને છે. દી सुलभं वागनुच्चारं, मौनमेकेन्द्रियेष्वपि । पुद्गलेष्वप्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम् ॥७॥ ગાથાર્થ :- “વાણી ન ઉચ્ચારવી” આવું મૌન તો એકેન્દ્રિયાદિના ભવમાં પણ સુલભ છે. પરંતુ પૌદ્ગલિક ભાવોમાં પ્રવૃત્તિ ન કરવી તે મૌન ઉત્તમ છે અને તેવું મૌન યોગીપુરુષોને હોય છે. III ટીકા :- “સુમતિ” વાનુબ્રારં-વનાપ્રન્નાપરૂપમ, મૌન સુમં-સુwાથ, तद् एकेन्द्रियेष्वपि अस्ति । तन्मौनं मोक्षसाधकं नास्ति । पुद्गलेषु-पुद्गलस्कन्धजवर्णगन्धरसस्पर्शसंस्थानादिषु योगानां-द्रव्यभावमनोवचनकाययोगानां या अप्रवृत्तिः
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy