SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩ ૩૮૫ વિષાપહાર એટલે ઝેર ઉતારવું, કેટલાક મણિઓમાં એવી શક્તિ હોય છે કે સર્પાદિનો ડંશ થયો હોય, ઝેર વ્યાપ્યું હોય તો મણિ ચૂસવાથી અથવા મણિના સ્પર્શથી વિષ ઉતરી જાય. આવા પ્રકારનું વિષાપહારાદિ કાર્ય કરવાનું સામર્થ્ય સાચા મણિમાં હોય છે, પરંતુ સાચા મણિથી તે કાર્ય જેવું થાય છે. તેવું આરોપિત મણિથી થતું નથી. સાચી ગાય જેવું દૂધ આપે તેવું દૂધ પૂતળા રૂપે રહેલી આરોપિત ગાય આપતી નથી. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં ૨૦મા અધ્યયનમાં બેંતાલીસમી ગાથામાં કહ્યું છે કે – પોલાણવાળી મુઠી અસાર છે તેમ અમણિમાં મણિબુદ્ધિ અસાર છે. તથા વેડુર્યમણિની જેમ પ્રકાશિત એવો કાચમણિ અપ્રસિદ્ધ ખોટા નાણાની જેમ લોકોને છેતરનાર હોવાથી જાણકાર માણસોમાં કિંમત વિનાનો છે. માટે સાચા જ્ઞાનવાળા અને સાચી શ્રદ્ધાવાળા બનવું. કારણ કે સાચું જ્ઞાન અને સાચી શ્રદ્ધા એ જ જીવને ફળ આપનાર છે. તેથી આત્માને યથાર્થપણે ઓળખવો કે આ આત્મા સ્વયં પોતે જ્ઞાનમય પ્રકાશાત્મક છે. જા, तथा यतो न शुद्धात्म-स्वभावाचरणं भवेत् । फलं दोषनिवृत्तिर्वा, न तद् ज्ञानं न दर्शनम् ॥५॥ ગાથાર્થ - જે જ્ઞાનથી અને જે દર્શનથી શુદ્ધ એવા આત્મસ્વભાવનું (પરભાવરહિત એવી સ્વભાવદશાનું આચરણ ન બને, શુદ્ધ આત્મસ્વભાવના લાભરૂપ અર્થાત્ પરમાત્મપદની પ્રાપ્તિરૂપ ફળની પ્રાપ્તિ ન થાય તથા રાગ-દ્વેષ અને મોહાદિ દોષોની નિવૃત્તિ જો ન થાય તો તે જ્ઞાન સાચું જ્ઞાન નથી અને તે દર્શન સાચું દર્શન નથી. પણ ટીકા - “તથી તિ” તથા–તેન પ્રવારે યતિ-પત્તિદ્રવ્યવU/વારિત્રાત્ शुद्धात्मस्वभावाचरणं-शुद्धः परभावरहितः योऽसौ आत्मस्वभावः-स्वरूपलक्षणः तस्याचरणं-'तदैकत्वं-तन्मयत्वं न भवेत्, तेन प्रवर्तनेन फलं-शुद्धात्मस्वभावलाभरूपं न परमात्मपदनिष्पत्तिः न दोषाणां-रागादीनां निवृत्तिः-अभावः न वा, अथवा तत्सर्वमपि प्रवर्तनं बाललीलाकल्पं शुद्धात्मस्वरूपालम्बनमन्तरेण अवेद्यसंवेद्यरूपं ज्ञानं तद् ज्ञानं तथा सकलपरभावसङ्गौपाधिकाशुद्धात्माध्यववसायमुक्ततात्त्विकामूर्तचिन्मयानन्दात्मीयसहजभाव एवाहमिति निर्धारविकलं तद्दर्शनं न = नैवेत्यर्थः ॥ ૧. અહીં તત્વ ને બદલે તઋત્વે પાઠ હોવો જોઈએ એમ લાગે છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy