SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૩ જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩ તો તે જ્ઞાનને જ સમ્યકત્વ કહેવાય છે તથા તે જ્ઞાનપૂર્વક આશ્રવોનો જે રોધ કર્યો અને આત્મતત્ત્વના જ્ઞાનની સાથે જે એકતા પ્રાપ્ત કરી તે જ ચારિત્ર કહેવાય છે. આમ જાણપણાનો વ્યાપાર તે જ્ઞાન, નિર્ણયપણાનો વ્યાપાર તે સમ્યકત્વ અને આચરણપણાનો જે વ્યાપાર તે ચારિત્ર. એમ વ્યાપારના ભેદથી એક જ્ઞાનગુણની જ ભિન્ન ભિન્ન ત્રણ અવસ્થા છે. સ્વતંત્રપણે ત્રણ ગુણો નથી. આ વિષયમાં ભિન્ન ભિન્ન નયોથી ચર્ચા-વિચારણા શાસ્ત્રોમાં કરેલી છે આમ જાણવું. પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ સન્મતિ પ્રકરણમાં કહ્યું છે કે - एवं जिणपन्नत्ते, सद्दहमाणस्स भावओ भावे । પુરિસમણિવોદે, વંસદો દેવફ નુત્તો (કાંડ-૨, ગાથા-૩૨) तथा च क्रियानये क्रियालाभात् साध्यनिष्पादनाय इति । प्रथमं च क्रियानयसाध्यं, तत्त्वप्राग्भावे च सर्वं ज्ञाननयसाध्यमस्ति । वस्तुतः ज्ञानप्रवृत्तिरेव चरणं ज्ञानमयसेवा आत्मधर्मत्त्वात् अत ज्ञानस्वरूप एवात्मा ॥३॥ “આ પ્રમાણે જિનેશ્વરભગવંતોએ પ્રરૂપેલા ભાવોની ભાવપૂર્વક શ્રદ્ધા કરતા પુરુષનું જે મતિજ્ઞાન છે તે મતિજ્ઞાનમાં જ દર્શનશબ્દનો પ્રયોગ કરવો ઉચિત છે. કાંડ-૨, ગાથા૩રા ક્રિયાનયના અભિપ્રાયે પ્રથમ ધર્મક્રિયા કરવી અને ધર્મક્રિયા કરવાથી તેનો લાભ થવાથી સાધ્યની નિષ્પત્તિ થાય છે, તેથી સાધ્યની પ્રાપ્તિ માટે ક્રિયાનયના અભિપ્રાય પ્રમાણે ક્રિયાનો લાભ કરવો. અર્થાત્ ધર્મક્રિયા કરવી. તેથી પ્રાથમિક અવસ્થામાં ક્રિયાનયથી સાધ્ય સાધવાનું હોય છે. જેમ જેમ ક્રિયા દ્વારા તત્ત્વજ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે તેમ તેમ પછીથી સર્વ સાધ્ય જ્ઞાનનયથી સિદ્ધ થાય છે. ભેદનયથી વિચારીએ તો પ્રથમ ક્રિયામાર્ગ અને પછી જ્ઞાનમાર્ગ હોય છે. પરંતુ પરમાર્થથી વિચારીએ તો જ્ઞાન અને ક્રિયા બિન નથી, પણ જ્ઞાનમય જે પ્રવૃત્તિ છે તે જ ચારિત્ર છે. અર્થાત્ જ્ઞાનમય જે પ્રવૃત્તિ છે તે જ ક્રિયા છે. કારણ કે જ્ઞાનપૂર્વકની આત્મતત્ત્વની સેવા કરવી એ જ આત્માનો ધર્મ છે. પ્રવૃત્તિ-ક્રિયાસેવા કે ચારિત્ર એ સઘળા ભાવો જ્ઞાનગુણથી ભિન્ન નથી. આ કારણથી જ્ઞાનસ્વરૂપ જ આત્મા છે. શુભ આચરણને જે ચારિત્ર કહેવાય છે તે કર્મોના સંચયનો ક્ષય કરનાર હોવાથી ચરિવર્તી રત્ ઉપચારે ચારિત્ર કહેલ છે. પરમાર્થે તો આ શુભ આચરણા એ મનવચન-કાયાની શુભ પ્રવૃત્તિ હોવાથી પુણ્યબંધનો હેતુ છે. શુભ આશ્રવ છે. તેથી જ્ઞાનગુણમાં રમણતા કરવી એ જ પરમાર્થે ચારિત્રગુણ છે. જે ચારિત્ર સિદ્ધદશામાં પણ હોય છે,
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy