SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ૩૬૯ મૌનાષ્ટક - ૧૩ થ ત્રયોદશં મૌનાષ્ટક્રમ્ | | एते च गुणाः पूर्वोक्ताः मुनेर्निर्ग्रन्थस्य भवन्ति, अतः मुनिस्वरूपं निर्दिशति । सन्ति च लोके अनिर्ग्रन्थाः निर्ग्रन्थारोपमत्ताः आत्माऽशुद्धाभिमानतः तत्त्वविवेकविकलाः । तेषामेवोपदेशाय विशुद्धगुरुतत्त्वावबोधार्थं चाह-तत्र मन्यते त्रिकालविषयत्वेन आत्मानमिति मुनिः । तत्र नाममुनिः स्थापनामुनिः सुगमः, द्रव्यमुनिः ज्ञशरीरभव्यशरीरतद्व्यतिरिक्तभेदात् अनुपयुक्तो लिङ्गमात्रद्रव्यक्रियावृत्तिः साध्योपयोगशून्यस्य प्रवर्तनविकल्पादिषु कषायनिवृत्तस्य परिणतिचक्रे असंयमपरिणतस्य द्रव्यनिर्ग्रन्थत्वम्, भावमुनिः चारित्रमोहनीयक्षयोपशमोपशमक्षायिकोत्पन्न-स्वरूपरमणपरभावनिवृत्तः परिणतिविकल्पप्रवृत्तिषु द्वादशकषायोद्रेकमुक्तः । પૂર્ણતા, મગ્નતા, સ્થિરતા, મોહત્યાગ, સમ્યજ્ઞાન, સમભાવ, ઈન્દ્રિયજન્ય, પરભાવત્યાગ, ધર્મક્રિયા, આત્મગુણોમાં જ તૃપ્તિ, નિર્લેપતા અને નિઃસ્પૃહતા આ સર્વે ગુણો કે જે પૂર્વે સમજાવ્યા છે તે નિર્ગસ્થ મુનિને જ હોય છે. જે મુનિ ધન-સ્વજન-ગૃહાદિ બાહ્ય પરિગ્રહના ત્યાગી બન્યા છે અને રાગ, દ્વેષ, મમતા અને ક્રોધાદિ કષાયો રૂપી અભ્યત્તર પરિગ્રહના પણ ત્યાગી બન્યા છે એવા બાહ્ય અને અભ્યત્તર એમ બન્ને પ્રકારની ગ્રન્થિ (ગાંઠ) વિનાના મુનિને જ આવા ગુણો હોઈ શકે છે. આ કારણથી હવે મુનિનું સ્વરૂપ સમજાવાય છે. આ સંસારમાં એવા પણ ઘણા જીવો છે કે જેઓ બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરે છે, સાધુ થાય છે, પણ અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરતા નથી. અર્થાત્ અત્યંતર પરિગ્રહવાળા હોય છે. તેથી તેઓ બાહ્યથી નિર્ગસ્થ છે. પણ સાચા નિર્ગસ્થ નથી. સાધુનો વેષ રાખીને પોતાની જાતને નિર્ગસ્થ માનતા અને લોકો પાસે મનાવતા નિર્ચન્થતાના આરોપના મદવાળા જીવો પણ હોય છે. અભિમાન બે જાતનું હોય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત, જો કે એક અભિમાન સારું તો નથી જ, છતાં પણ સુદેવ, સુગુરુ, સુધર્મ અને સન્શાસ્ત્ર મળ્યાં છે તેનું માન કરવું કે હું કંઈ સામાન્ય માણસ નથી, વીતરાગ તીર્થંકરપ્રભુનો સેવક છું. ઉત્તમ ગુરુ મને મળ્યા છે. મેં જિનવાણી સાંભળી છે. વીતરાગ પરમાત્મા મને મળ્યા છે. ઈત્યાદિ તે પ્રશસ્ત-માન અને સચ્ચારિત્ર કે સદાચારાદિ ગુણો હોય નહીં, નિર્ગુન્શતા પણ સાચી ન હોય, દંભપૂર્વક નિર્ગસ્થતા માને અને મનાવે, પોતાની જાતને ત્યાગી મહામુનિમાં ખપાવે તે સઘળું ય અપ્રશસ્ત-અભિમાન કહેવાય છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy