SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ૨ જ્ઞાનસાર નિઃસ્પૃહાષ્ટક-૧૨ રૂની જેમ અતિશય લઘુ, હલકા, તુચ્છ વૃત્તિવાળા, ગરીબડા અને મૂલ્ય વિનાના થયા છતા આશાઓ વ્યક્ત કરતા દેખાય છે. શાસ્ત્રમાં અન્યત્ર કહ્યું છે કે - ઘાસના તણખલાથી પણ આકડાનું રૂ ઘણું હલકું છે (વજનમાં ફોરું છે), પરંતુ તે આકડાના રૂ કરતાં પણ યાચક (માગનાર) ઘણો લઘુ (હલકો) છે. વાયુ વડે હલકું હોવાથી તૃણ લઈ જવાય છે. આકડાનું રૂ પણ હલકું હોવાથી લઈ જવાય છે. પણ અતિશય હલકો હોવા છતાં યાચકને વાયુ વડે લઈ જવાતો (ઉડાડાતો) નથી. કારણ કે વાયુને પણ મનમાં એમ શંકા થાય છે કે જો હું આ યાચકને લઈ જઈશ તો તેની યાચકવૃત્તિ હોવાથી મારી પાસે પણ કંઈક માગશે. માટે તૃણ અને તૂલને આકાશમાં લઈ જાઉં પણ યાચકને ન લઈ જાઉં. આમ વિચારીને વાયુ વડે યાચક લઈ જવાતો નથી. તેથી ઘણું જ આશ્ચર્ય થાય છે કે વજનમાં હલકી વસ્તુ-લધુવસ્તુ તરવી જોઈએ ઉપર ઉડવી જોઈએ પરંતુ આ સ્પૃહાવાળા જીવો હલકા-લઘુ હોવા છતાં સ્પૃહાદિના કારણે જ સંસારરૂપી સમુદ્રમાં ડૂબે છે. સામાન્યથી વિચારીએ તો “લઘુતા” (હળવાપણું-ફોરાપણું) એ તરવાનો હેતુ છે. છતાં સ્પૃહા, આશા અને લોભવાળા જીવોમાં રહેલી લઘુતા (હળવાપણું) ભવમાં ડૂબાડવાનું કારણ બને છે. જે લઘુતા તરણ-હેતુ છે તે જ લઘુતા સ્પૃહાવાળામાં મજ્જનહેતુ બને છે. જો કે તેઓની પાસે કોઈ (તેમનાથી પણ વધારે ગરીબાઈવાળા) પ્રાર્થના આદિ કરે તો તેઓને (પ્રાર્થનાદિ કરનારાને) દાનાદિ કરવાના વ્યવહારવાળા પણ કદાચ આ પુરુષો થાય છે. તો પણ અધિકને અધિક લેવાની ઈચ્છાવાળા અને ત્રણે ભુવનનું તમામ ધન લઈ લેવાની પિપાસાવાળા અને સર્વે મારાં સ્વજનો થઈને મારાં કામો કરે આવી મોટી પિપાસાના ભારથી ભારે ભારે થયેલા તેઓ આવી આશાના ભારથી વજનદાર થયા છતા સંસારમાં ડૂબે છે. માટે આ સ્પૃહા ત્યાજ્ય છે. //પા गौरवं पौरवन्द्यत्वात्, प्रकृष्टत्वं प्रतिष्ठया । ख्यातिं जातिगुणात् स्वस्य, प्रादुष्कुर्यान्न निःस्पृहः ॥६॥ ગાથાર્થ :- નગરજનો વડે વંદનીય હોવાથી મહામુનિઓમાં ગૌરવપણું છે. પ્રતિષ્ઠા સારી હોવાથી મોટાઈ સારી છે. જાતિસ્વભાવના સુંદર ગુણો હોવાથી પ્રસિદ્ધિ સારી છે. છતાં નિઃસ્પૃહ મુનિ પોતાના ગોરવને, પ્રકૃષ્ટતાને અને ખ્યાતિને ક્યારેય ક્યાંય પ્રગટ કરતા નથી. દી ટીકા :- “રમિતિ” નિ:સ્પૃ-તૌશિક્ષસ્કૃદિત:, પરવચૈત્વनागरिकलोकवन्द्यत्वात्, गौरवं-गुरुत्वम्, प्रतिष्ठया-शोभया, प्रकृष्टत्वं, जातिगुणात्
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy