SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ નિઃસ્પૃહાષ્ટક - ૧૨ જ્ઞાનસાર ટીકા :- “નિષ્કાસનીય રૂતિ, વિપુષા-feતેન, માત્મસમાધિસાધનોન स्पृहा-पराशा, चित्तगृहाद्-मनोनिकेतनात्, बहिर्निष्कासनीया-दूरीकरणीया, स्पृहा हि लोभपर्यायः, लोभश्च कषायपरिणामः तद्विगम एव श्रेयान् । या स्पृहा अनात्मरतिचाण्डालीसङ्गम्, अनात्मानः-परभावाः तेषु रतिः-रमणीयतापरिणतिः एव चाण्डाली, તા: સમોતિ, અતઃ પૃદ્દા ત્યા, વતરું વિવેચન :- પરમાર્થતત્ત્વના અભિલાષક અને આત્મતત્ત્વની સમાધિની સાધના સાધવામાં ઉદ્યમશીલ બનેલા એવા પંડિત પુરુષે સ્પૃહાને એટલે પર પાસેથી વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાને અર્થાત્ આશાને પોતાના ચિત્તરૂપ (નિકેતન =) ઘરમાંથી બહાર કાઢવી જોઈએ - દૂર કરવી જોઈએ. કારણ કે આ સ્પૃહા એ લોભનો જ પર્યાય છે. (લોભનું જ રૂપાન્તર છે) અને લોભ એ કષાયોનો પરિણામ છે. તેથી લોભનો (આશાનો-સ્પૃહાનો) ત્યાગ કરવો એ જ શ્રેયસ્કર માર્ગ છે. કારણ કે આ સ્પૃહા અનાત્મદશા રૂપી ચંડાલણીની સોબત કરનારી છે. અનાત્મદશા એટલે પરભાવદશા અર્થાત્ વિભાવદશા, તેમાં પ્રીતિ કરવી, વિભાવમાં જ રતિ કરવી એ રૂપ જે ચંડાલણી છે, તેનો સંગ કરનારી આ સ્પૃહા છે જેમ કોઈ એક પરુષની પત્ની પરપુરુષને પ્રેમ કરતી હોય તો તે વ્યભિચારિણી પત્નીને ઘરમાંથી બહાર કાઢવી એ જ કલ્યાણકારી તત્ત્વ છે. કારણ કે જો તે પુરુષ તેમ ન કરે તો કામાન્ય એવી તે સ્ત્રી તરફથી હત્યાનાં દુઃખો આવવાનો પણ સંભવ છે. તેની જેમ જે સ્પૃહા પરભાવદશાની પ્રીતિ કરે છે તે સ્પૃહા આત્માને અનંત સંસારમાં ભટકાવે છે. માટે તે સ્પૃહા ચિત્તમાંથી દૂર કરવા જેવી છે. આ કારણે સ્પૃહા ત્યાજ્ય છે. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે – जे परभावे रत्ता, मत्ता विसयेसु पावबहुलेसु । आसापासनिबद्धा, भमंति चउगइमहारण्णे ॥१॥ જે આત્માઓ પરભાવમાં રક્ત છે. પાપબહુલ એવા (પાંચ) વિષયોમાં મસ્ત છે અને આશા રૂપી પાશથી (જાળથી) બંધાયેલા છે તે આત્માઓ ચારગતિ રૂપી મહા અરણ્યમાં ભટક્યા જ કરે છે. [૧] परभाववृत्तिरेव विभावः, आत्मशक्तिध्वंसनमुद्गरः, अतो निरस्तपराशापाशा निर्ग्रन्थाः स्वरूपचिन्तनस्वरूपरमणानुभवलीनाः पीनाः तत्त्वानन्दे रमन्ते स्वरूपे, विरमन्ति विषयविरूपभवकूपपाततः ॥४॥ પરભાવદશામાં વર્તવું એ જ વિભાવદશા છે. આ વિભાવદશા જ આત્માની શુદ્ધશક્તિનો ધ્વંસ કરવામાં મુગર (પણ) સમાન છે. ગુજરાતી એક સક્ઝાયમાં કહ્યું છે કે -
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy