SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ३४० નિર્લેપાષ્ટક- ૧૧ જ્ઞાનસાર બન્નેથી રહિત થયા છતા અથવા લોભદશાથી (અને પરિગ્રહસંજ્ઞાથી) ઉત્પન્ન થતા જે ભયો, તેનાથી રહિત થયા છતા અત્યન્ત સંતોષી એવા તે જીવો પાપકર્મને (અઢાર પ્રકારના પાપસ્થાનકોને) આચરતા નથી. તેથી જ નવાં નવાં કર્મો બાંધતા નથી. આશ્રવને રોકનારા અને સંવરને સ્વીકારનારા હોય છે. જેમ કાચબો પોતાના શરીરના અંગોને પોતાના શરીરમાં જ સંહરી લે છે તેમ મેધાવી (બુદ્ધિશાળી સાધક) આત્મા પણ સભ્યપ્રકારના ધર્મધ્યાનાદિ રૂપ પોતાના જ અધ્યવસાયો વડે પાપકર્મોને સંહરી લે છે (નાશ કરે છે). ઉપરોક્ત લખાણથી સમજાશે કે આત્મતત્ત્વની સાથે એકતા કરવા રૂપ જે ભાવનાજ્ઞાન સ્વરૂપ સમ્યજ્ઞાન છે તેનાથી યુક્ત એવો આત્મા કર્મોથી લપાતો નથી. શુદ્ધ એવું સિદ્ધ દશાવાળું જે આત્મસ્વરૂપ છે તેને જ પ્રગટ કરવાનું સાધ્ય (લક્ષ્ય) છે જેમાં એવું જે આત્મતત્ત્વનું જ્ઞાન છે તેવા પ્રકારના જ્ઞાનના અનુભવથી યુક્ત આત્માની સર્વ પ્રકારની ધાર્મિક ક્રિયાનો જે અભ્યાસ છે તે અવશ્ય આત્મહિત કરવા માટે જ થાય છે. તેનાથી નિયમા આત્મકલ્યાણ જ સિદ્ધ થાય છે. //પl अलिप्तो निश्चयेनात्मा, लिप्तश्च व्यवहारतः । शुद्ध्यत्यलिप्तया ज्ञानी, क्रियावान् लिप्तया दृशा ॥६॥ ગાથાર્થ :- નિશ્ચયનયથી આત્મા અલિપ્ત છે અને વ્યવહારનયથી આત્મા લિપ્ત છે. જ્ઞાની પુરુષ આત્મા અલિપ્ત છે એવી દૃષ્ટિ રાખીને શુદ્ધ થાય છે અને ક્રિયાવાળો પુરુષ આત્મા કર્મોથી લેપાયેલો છે એવી દૃષ્ટિ રાખીને શુદ્ધ થાય છે. દા ટીકા :- “નિત તિ” નિશ્ચયેન-નિશ્ચયરૂપેT ના સ્વરૂપે ના રૂત્યર્થ आत्मा-चेतनः, अलिप्तः-पुद्गलाश्लेषरहितः, च-पुनः व्यवहारतो-बाह्यप्रवृत्तिसोपाधिकत्वतः अयमात्मा लिप्तः । अतः परसंसर्गजन्यव्यवहारत्यागे यतितव्यम् । अत एवालिप्तया दृशा शुद्धचिदानन्दावलोकनात्मकयाऽऽत्मानमात्मतया परञ्च परतया अरक्ताद्विष्टदृष्ट्या ज्ञानी-वेद्यसंवेदकः स्वसंवेदनज्ञानी शुद्धयति-शुद्धो भवति सर्वविभावमलापगमनेन निर्मलो भवति । - વિવેચન :- નિશ્ચયનયથી-વસ્તુના વાસ્તવિક સ્વરૂપને ગ્રહણ કરનારા એવા પારમાર્થિક નય વડે એટલે કે પોતાના મૂળભૂત સ્વરૂપ વડે અર્થાત્ મૂલભૂત જાતિ વડે આ આત્મા અલિપ્ત જ છે. શરીર અને કર્મપુલોના આશ્લેષથી રહિત છે. વળી વ્યવહારનયથી
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy