SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી નિલેપાષ્ટક - ૧૧ ૩૨૫ રાગાદિ જે ભાવો આત્માના ઉપકારક નથી પણ અપકારકભાવો છે, તે હેય છે (ત્યાજ્ય છે) અને જે વૈરાગ્ય-જ્ઞાન વગેરે ભાવો આત્માના ઉપકારકભાવો છે તે ઉપાદેય છે (ગ્રાહ્ય છે). આમ હેય અને ઉપાદેયની પરીક્ષા કરવા દ્વારા પરીક્ષિત કર્યા છે સર્વે પણ ભાવો જેણે એવા જે જ્ઞાની આત્મા છે કે જે મહાત્માએ જ્ઞાનબળે સાચું તત્ત્વ જાણીને પોતાનો ઉપકાર કરનારા જ્ઞાનાદિ ગુણોમાં જ મારાપણું અને બાકીના બીજા સર્વભાવોમાં પરપણું સમજીને તેવા પ્રકારની સમજણ સાથે ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરનારા બન્યા છે, પોતાના આત્મભાવમાં જ રમણતા કરનારા અને આત્મસ્વરૂપના જ વિલાસી એવા જે જ્ઞાની આત્મા છે તે આત્મા કર્મોથી લપાતા નથી. ભાવકર્મ-દ્રવ્યકર્મ અને નોકર્મ એમ ત્રણ પ્રકારના કર્મરૂપી કચરાથી મલીન થતા નથી. આ કારણથી નિરંતર આત્મધર્મનું ભાન થાય તેવા સત્સંગ, સન્શાસ્ત્રોનું વાંચન અને સ્વાધ્યાયાદિ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિ જ આત્માર્થીને વધારે વધારે ઉપાદેય છે એમ સમજીને તેમાં સતત પ્રવૃત્તિ કરવી એવો ઉપદેશ છે. આવા नाहं पुद्गलभावानां, कर्ता कारयिता च न । नानुमन्तापि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ? ॥२॥ ગાથાર્થ :- હું પૌદ્ગલિક ભાવોનો કર્તા પણ નથી, કારયિતા પણ નથી અને અનુમન્તા પણ નથી. (કરનાર-કરાવનાર અને અનુમોદન કરનાર હું નથી. કારણ કે હું પૌદ્ગલિક ભાવોથી ભિન્ન છું. એ મારું સ્વરૂપ નથી) આવા પ્રકારના શુદ્ધ આત્મતત્ત્વના જ્ઞાનવાળો અને તેના જ લક્ષ્યવાળો પુરુષ કર્મોથી કેમ લેપાય ? અર્થાત્ ન જ લેપાય. રા ટીકા :- “નામતિ”—તિ-મુના પ્રવાસેળ યથાર્થીવમાસનેન એજ્ઞાનविभिन्नात्मस्वरूपः आत्मज्ञानवान् कथं लिप्यते ? नैवेति, इतीति किम् ? अहं विमलकेवलालोकमयः, स्वकीयपारिणामिकपर्यायोत्पादकत्वव्ययत्वध्रुवत्व-ज्ञायकत्वभोक्तृत्व-रमणत्वादिभावानां कर्ता, पुद्गलभावानां द्रव्यकर्म-नोकर्महिंसादिपापव्यापाराणां योगप्रवृत्तेश्च कर्ता न । नैव पुद्गलग्रहणमोचनरूपं मम कार्यम्, वर्णादीनां ग्रहणास्कन्दनानां नाहं कर्ता । च-पुनः पुद्गलभावानां पूर्वोक्तानामहं कारयिता-परस्मात् कारयतीति कारयिता न, च-पुनः न अनुमन्ता-पौद्गलिकवर्णादीनां शुभानां नानुमोदनशीलः, अहमिति सकलपुद्गलत्रैकालिकाग्राहकाभोक्तृत्वाकारकत्वात्मज्ञानवान् स न लिप्यते । लेपो हि पुद्गलानुयायिचेतनया भवति सर्वथा विधिविच्छिन्नसङ्गस्य न लेप इति ॥२॥
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy