SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી નિર્લેપાષ્ટક - ૧૧ ૩૨૩ ભળેલું સોનું પણ વાસ્તવિક રૂપે માટીથી અલિપ્ત છે. પરંતુ પહેલો જે અર્થ કર્યો તે વધારે ઉચિત લાગે છે. (૭) એવંભૂતનય : ભવોપગ્રાહી એવાં ચાર અઘાતી કર્મોના ઉદયાત્મક સર્વપુદ્ગલસ્કંધોના સંગથી રહિત આ આત્મા જ્યારે બને એટલે કે ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયે સર્વ અઘાતી કર્મોનો ક્ષય થાય ત્યારે પૂર્વકાલના અભ્યાસના કારણે જેમ (હિંચોળા આદિ) ચક્ર ભમે તેમ પરમાત્માનો જે આત્મા સાતરાજ ગમન કરે છે તેવા સિદ્ધપરમાત્મામાં જે સર્વથા પુદ્ગલના લેપથી રહિતપણું આવ્યું તે નિર્લેપતા એવંભૂતનયથી કહેવાય છે. નામ-સ્થાપના અને દ્રવ્ય એમ ત્રણ નિક્ષેપવાળું જે નિર્લેપપણું છે તે દ્રવ્યને આશ્રયી છે, માટે પ્રથમના ચાર નયને આશ્રયી નિર્લેપતા કહેવાય છે અને ભાવનિક્ષેપવાળું જે નિર્લેપપણું છે, તે પર્યાયને આશ્રયી નિર્લેપપણું હોવાથી પાછલા ત્રણ નયની અપેક્ષાએ નિર્લેપતા કહેવાય છે. આમ તત્ત્વાર્થસૂત્ર ઉપરની ટીકાના ટીકાકારશ્રીનો આશય છે. અહીં તો સભ્યપ્રકારે આત્મતત્ત્વની સાધના કરનારા ઉત્તમ એવા સાધક આત્મામાં આવનારી નિર્લેપતાનું વર્ણન કરવાનું છે. તેથી તેનો જ અધિકાર છે. તે વિષય ઉપર ગ્રંથકારશ્રી જણાવે છે કે - संसारे निवसन् स्वार्थसज्जः कज्जलवेश्मनि । लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो न लिप्यते ॥१॥ ગાથાર્થ :- કાજળની કોટડી સમાન આ સંસારમાં વસતા સ્વાર્થમાં સજ્જ એવા સઘળા લોકો દ્રવ્યકર્મ-ભાવકર્મ અને નોકર્મ વડે લેપાય છે. પરંતુ જ્ઞાનસિદ્ધ એવો આત્મા કર્મોથી લેપાતો નથી. ।।૧।। " संसारे इति" निखिलः समस्तो लोकः कज्जलवेश्मनि - रागादिपापस्थानविभावतन्निमित्तीभूतधनस्वजनादिगृहे संसारे निवसन् वसमानः, स्वार्थसज्जः-स्वस्य आरोपात्मताकृतः अर्थः अहङ्कारममकारादिरूपः स्वार्थः, तत्र सज्जः - सावधानः, लिप्यते रागादिभावकर्माभिष्वङ्गतः समस्तात्मीयक्षयोपशमभावपरानुगतः सर्वसत्तावारकत्वेन भावकर्मद्रव्यकर्मनो कर्मलेपैर्लिप्यते । तथा ज्ञानसिद्धः हेयोपादेयपरीक्षापरीक्षितसर्वभावः स्वात्मनि स्वत्वमन्यत्र सर्वत्र परत्वोपयुक्तः स्वात्मारामी स्वरूपविलासी न लिप्यते 'त्रिविधकर्मोपस्करैर्नावगुण्ठ्यते अतः आत्मधर्मावभासनतदुपादेयतया यतितव्यમિત્યુપવેશઃ ।।।। ૧. ત્રિવિધ ર્માંપચય:
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy