SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી નિર્લેપાષ્ટક - ૧૧ ૩૨૧ (૨) સંગ્રહનય : જીવ પોતાની અનાદિકાલીન શુદ્ધજાતિથી પરદ્રવ્ય સાથે જે અલિપ્ત છે. જીવ ક્યારેય અજીવ થતો નથી. જાતિ બદલાતી નથી. તે સંગ્રહનયથી અલિપ્ત. (૩) વ્યવહારનય : માત્ર દ્રવ્યથી (બાહ્યભાવથી) સાંસારિક નવવિધ પરિગ્રહ ત્યજીને જે મુનિ બન્યા છે તે વ્યવહારનયથી અલિપ્ત. (૪) ઋજુસૂત્રનય : જે સાંસારિક નવવિધ પરિગ્રહના ત્યાગી બન્યા છે અને મનથી પણ નિર્લેપ પરિણામવાળા છે તે ઋજુસૂત્રનયથી અલિપ્ત. (૫) શબ્દનય : સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એમ બન્નેથી યુક્ત, પરભાવના ત્યાગી તથા પરભાવદાના નિમિત્તભૂત એવાં ધન-સ્વજન તથા જે ઉપકરણો છે તેમાં આસક્તિ વિનાનો જે આત્મા તે શબ્દનયથી અલિપ્ત. (૬) સમભિરૂઢનય : આત્માના નિર્મળ પરિણામ થવામાં નિમિત્તભૂત અર્થાત્ ઉપકારી એવા અરિહંતપરમાત્મા આદિ બહુપ્રકારના બાહ્ય શુભ નિમિત્તોમાં પણ જે અલિપ્ત ભાવવાળા છે એવા ક્ષીણમોહગુણસ્થાનકવાળા અને કેવલી પરમાત્મા તે સમભિરૂઢનયથી અલિપ્ત. (૭) એવંભૂતનય : પુણ્યકર્મની ૪૨ પ્રકૃતિઓના ઉદયથી થયેલા સુખદાયી શુભપર્યાયો અને પાપકર્મની ૮૨ પ્રકૃતિઓના ઉદયથી થયેલા દુ:ખદાયી અશુભપર્યાયો એમ સર્વ ઔદિયકપર્યાયો તથા ઉદયમિશ્ર ક્ષાયોપમિક ભાવના પર્યાયોથી જે અલિપ્ત છે. કર્મજન્ય સર્વ પર્યાયોથી જે અલિપ્ત એવા સિદ્ધ પરમાત્મા તે એવંભૂતનયથી અલિપ્ત. वाचनान्तरे तु नैगमालिप्तः अंशत्यागी नैगमाकाररूपेण, सङ्ग्रहेण सम्यग्दर्शनासत्तया आत्मानं सर्वथा विभक्तत्वात्, व्यवहारेण तच्छूद्धया अप्रशस्तरागादिलेपत्यागात्, ऋजुसूत्रस्तु सन्निमित्तादिष्वरक्तत्वेनावलम्बनात्, शब्दतः अभिसन्धिजवीर्यबुद्धिपूर्वकोपयोगस्य रागादिषु अपरिणमनात् । समभिरूढतः सर्वचेतना सर्वजीवस्य विभावाश्लेषरहितत्वात् एवम्भूततः पूर्वाभ्यासचक्र - भ्रमादिभवोपग्राहिसर्वपुद्गलसङ्गरहितस्य सिद्धस्य निर्लेपत्वम् । पुनर्निक्षेपत्रये नयचतुष्टयम्, भावनिक्षेपे पर्यायालिप्तत्वेन "अन्तिमनयत्रयमिति" तत्त्वार्थवृत्तेराशयः, अत्र भावसम्यक्साधकनिर्लेपाधिकारः । બીજી વાચનાના આધારે (અન્ય કેટલાક બીજા ગ્રંથોના કથનને અનુસારે) અહીં ભિન્ન રીતે પણ સાત નયો ઘટાવાય છે. તે આ પ્રમાણે છે
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy