SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી તૃપ્યષ્ટક - ૧૦ ૩૧૭ इति सातासातयोर्विपाकभेद एव, न त्वावरणे । अव्याबाधावरणत्वं तु उभयोरपि । यच्च स्वगुणान् घातयति तदुदयः कः सुखत्वेनोररीकुरुते ? इत्यात्मनः ज्ञानानन्दानुभवा तृप्तिः प्रशस्या, नौपाधिकी । इत्यनेन तया एव (तQच्या एव) सम्यग्दर्शनिनः स्तुवन्ति अर्हन्तम्, पूजयन्ति परमात्मानम्, देशविरता अपि सामायिकपौषधोपवासिनः आत्मानुभवलवास्वादनार्थमेव तिष्ठन्ति एकान्ते, मुनयस्तन्निष्पादनाय त्यजन्ति पञ्चाश्रवान्, तद्विघाताय गृह्णन्ति भीष्मग्रीष्मतप्तशीलातापातापनाम्, शिशिरहिमनिशाकरकराभिघातक्षुब्धा वसन्ति निर्वसना वने, स्वाध्यायन्ति आगमव्यूहान्, क्षमादिधर्मद्वारा भावयन्ति आत्मानम्, तत्त्वज्ञानेन आरोहन्ति गुणश्रेणिशृङ्गे, चिन्तयन्ति तत्त्वैकत्वं, तत्त्वसमाध्यर्थमेव प्राणायामादिप्रयासः जिनकल्पादिकल्पः इति सा (स्व) स्वभावानुभवतृप्तिः सर्वैरभ्यस्या ॥८॥ ઉપર કહેલી વિશેષાવશ્યકભાષ્યની ગાથાઓના અર્થ વિચારતાં સમજાય છે કે સાતા અને અસાતા એ બન્ને પુણ્ય અને પાપ કર્મોના ફળનો જ ભેદ છે. એક પુણ્યકર્મનો વિપાક છે અને બીજો પાપકર્મનો વિપાક છે. પણ આખરે બન્ને કર્મોનાં જ ફળ છે. તેથી બન્ને દુઃખ જ છે. વળી આ બન્ને કર્મો એ ગુણોનાં આવરણીયકર્મો નથી. જેમ જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાનગુણનું આવારક કર્મ છે. તેવું આ કર્મ ગુણોનું આવારકકર્મ નથી કે જેથી તેનો ક્ષયોપશમભાવ થવાથી સુખગુણની પ્રાપ્તિ થાય. આ બન્ને ઔદયિકભાવ પામે તેવાં કર્મો છે. તે બન્નેના ઉદયથી અનુક્રમે સાંસારિક સાનુકૂળતા અને સાંસારિક પ્રતિકૂળતા માત્ર મળે છે તે બને પણ આત્માને બંધનરૂપ હોવાથી રાગ અને દ્વેષાત્મક મોહ ઉત્પાદક હોવાથી દુઃખ જ છે. આત્માનો “અવ્યાબાધ સુખ” નામનો જે ગુણ છે તેનો નાશ તો બન્ને કર્મો કરે જ છે. તેથી બન્ને દુઃખરૂપ જ છે. જે કર્મો આત્માના ગુણોનો ઘાત કરે, તે કર્મોના ઉદયને કોણ સુખરૂપે સ્વીકારે ? સાંસારિક સાનુકૂળતા આપનારી સાતાવેદનીય અને સાંસારિક પ્રતિકૂળતા આપનારી અસાતા વેદનીય આ બન્ને કર્મો આત્માના અવ્યાબાધ સુખ નામના ગુણનો ઘાત કરે છે તો પછી તેને સુખરૂપે કેમ સ્વીકારાય? માટે આ આત્માને જ્ઞાનના આનંદના અનુભવથી જન્ય જે તૃપ્તિ છે. તે જ સાચી છે અને પ્રશંસનીય છે. તે જ યથાર્થતૃપ્તિ છે. પુદ્ગલના સંયોગાત્મક ઉપાધિજન્ય જે તૃપ્તિ છે તે પરાધીન હોવાથી, નાશવંત હોવાથી મોહોત્પાદક હોવાથી અને બંધનરૂપ હોવાથી સાચી તૃપ્તિ નથી. આ કારણથી સમ્યગ્દષ્ટિ આત્માઓ આત્મગુણોના અનુભવાત્મક જે સાચી તૃપ્તિ છે તે તૃપ્તિ પ્રાપ્ત કરવાના કારણે જ (તે સાચી તૃપ્તિની જ રુચિ હોવાથી) આવા પ્રકારના
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy