SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ તૃષ્યષ્ટક - ૧૦ જ્ઞાનસાર संसारे स्वप्नवन्मिथ्या, तृप्तिः स्यादाभिमानिकी । तथ्या तु भ्रान्तिशून्यस्य, सात्मवीर्यविपाककृत् ॥४॥ ગાથાર્થ - સંસારમાં વિષયોથી થતી તૃપ્તિ સ્વપ્નતુલ્ય છે અને આભિમાનિકી છે. (મનથી માની લીધેલી તૃપ્તિ છે.) સાચી તૃપ્તિ તો ભ્રમ વિનાના આત્માને હોય છે કે જે તૃપ્તિ આત્માના વીર્યને પુષ્ટિ કરનારી (વીર્યને પ્રોત્સાહિત કરનારી) હોય છે. જા ટીકા :- “સંસારે રૂતિ", સંસારે દ્રવ્યત: ચતુતિરૂપે, માવતઃ મિથ્યાત્વविभावलक्षणे संसरणे, आभिमानिकी-मिथ्याभिमानोत्पन्ना पुद्गलादिप्राप्तमान्यतारूपा तृप्तिः, सा स्वप्नवन्मिथ्या वितथा कल्पनारूपा एव, यतोऽज्ञः तृष्णाग्रसितः स्वीयकल्पनाकल्पितेष्टतेष्टीकृतपुद्गलस्कन्धसम्पत्तौ "अहो ! मया प्राप्तो मणिरत्नादिव्यूहः" मायोदयमाधुरीवचनचातुरीचतुरस्वजनसमूहश्चेति" तृप्तस्तिष्ठति । तथापि कल्पनारूपत्वाद्, गत्वरत्वाद् औदयिकत्वात् परत्वात् स्वसत्तारोधकाष्टकर्मबन्धनिदानरागद्वेषोत्पादकत्वात् दुःखमेव तया इति । मरुमरीचिकाकल्पा तृप्तिः, न सुखहेतुः । વિવેચન :- સંસારમાં પુગલોની પ્રાપ્તિ દ્વારા થતી તૃપ્તિ મિથ્યા છે. નરક-તિર્યંચમનુષ્ય અને દેવ આમ ચારગતિ સ્વરૂપ જે આ સંસાર છે તે કર્મોદયના વિપાકજન્ય હોવાથી અને વ્યાવહારિક લોકો વડે દેખી શકાય તેવો હોવાથી દ્રવ્યસંસાર કહેવાય છે અને મિથ્યાત્વ, અજ્ઞાન, કષાય, પ્રમાદ વગેરે સ્વરૂપ આત્માની જે વિભાવપરિણતિ છે. તે આ સંસારનું મૂલકારણ હોવાથી અને લોકો વડે અદેશ્ય હોવાથી ભાવસંસાર કહેવાય છે. પુગલના સુખોની આ તૃપ્તિ અભિમાનથી-ખોટા અભિમાનથી ઉત્પન્ન થયેલી છે. જેમ કોઈ માણસ પાસે કોઈ કળા, સત્તા, ધન વગેરે કંઈ હોય નહીં છતાં મનમાં માની લે કે હું ગામનો રાજા છું, અથવા સૌથી મોટો છું, તે જેમ મનથી માની લીધેલી મોટાઈ છે, વાસ્તવિક નથી. ગામમાં તેનું કોઈ માન-સન્માન ન હોય. કારણ કે તે વાસ્તવિક રાજા નથી. તેની જેમ પગલિક પદાર્થોની પ્રાપ્તિ થવાથી “મને બધું જ પ્રાપ્ત થઈ ગયું છે” આમ પ્રાપ્તપણાની માન્યતા રૂપ મનથી માની લીધેલી આ તૃપ્તિ છે. તે ખરેખર સ્વપ્નની જેમ મિથ્યા છે, વિતથ છે, કલ્પના માત્ર જ છે. જેમ સ્વપ્નમાં “મારો રાજ્યાભિષેક થયો” એવું જોયું અથવા “બત્રીસ પકવાન અને પરસ ભોજન કર્યું” એવું સ્વપ્ન જોયું તો પણ નિદ્રા દૂર થતાં રાજાપણું કે ધાછેદ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy