SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯ ૨૮૩ રૂપ જે કોઈ ધર્મક્રિયા કરાય છે. તે ધર્મક્રિયા વડે પતિત થયેલા જીવનો પણ એટલે કે ગુણોથી પરાઠુખ થયેલા જીવનો પણ ફરીથી ઉદ્ધાર થાય છે. આવા પ્રકારના મોહના ક્ષયોપશમ પૂર્વક કરાયેલી ધર્મક્રિયાથી ગુણરહિત થયેલા જીવમાં પણ ફરીથી તે તે ગુણોની પ્રકૃષ્ટ પ્રકારે વૃદ્ધિ થાય છે. ક્રિયાના અભ્યાસથી પરિણામની ધારા પલટાવાથી સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમ્યક્ષ્યારિત્ર તથા ક્ષમા-માર્દવતા-આર્જવતા ઈત્યાદિ અનેક પ્રકારના ગુણોની વૃદ્ધિ થાય છે. પંચાશકપ્રકરણના ત્રીજા પંચાશકની ગાથા ૨૪માં કહ્યું છે કે - મોહના ક્ષયોપશમભાવપૂર્વક દેઢ પ્રયત્ન વિશેષથી કરાયેલું શુભ અનુષ્ઠાન પડી ગયેલા જીવને પણ ફરીથી તે તે ગુણાત્મક ભાવની વૃદ્ધિ કરનારું બને છે. જીવને ઉર્ધ્વરોહણ કરાવનારું બને છે. औदयिकभावेऽपि क्रिया भवति, सा न तादृग्गुणवृद्धिकरी, औदयिकीक्रिया च उच्चैर्गोत्रसुभगादेययशोनामकर्मोदयेन, अन्तरायोदयेन उच्चैर्गोत्रोदयेन च તપ:શ્રુતાવિત્નામ: પ્રજ્ઞાપનાસૂત્રતઃ સેય રૂતિ (પ્રજ્ઞાપનાસૂત્ર, ૯-ર૩, સૂત્ર-૨૧) | ज्ञानावरण-दर्शनावरण-दर्शनमोह-चारित्रमोहान्तरायक्षयोपशमतः शुद्धधर्मप्राग्भावार्थं या क्रिया क्रियते, सा आत्मगुणप्रकाशकरी भवति ॥६॥ મોહનીયકર્મના ઉદયમાં પણ આ જીવ દ્વારા તેવા પ્રકારની ધર્મક્રિયા કરાય છે પરંતુ તે ધર્મક્રિયા તેવા પ્રકારના ગુણોની વૃદ્ધિ કરનારી બનતી નથી. જેમકે “વિનયરને ઉદયન રાજાની હત્યા કરવાના આશયથી દ્વેષ મોહનીયના ઉદયથી સંયમ લીધો, એવી ઉંચા પ્રકારની ધર્મક્રિયા કરી કે જેથી ગુરુજી તેના વિશ્વાસમાં આવ્યા અને અવસર મળતાં જ હત્યાનું કાર્ય કર્યું, આ ઔદયિકભાવે કરાયેલી ધર્મક્રિયા ગુણ કરનારી તો ન થઈ પણ વધારે નુકશાન કરનારી થઈ. અગ્નિશર્માએ ગુણસેન ઉપરના વેષથી આજીવન આહારત્યાગ કરીને ઉત્કટ તપ ક્રિયા કરી. અભવ્ય જીવો દેવનાં સુખોની ઈચ્છા આદિના કારણે સંયમ લે છે. ઉત્કટ ધર્મક્રિયા કરે છે તેનાથી પુણ્યબંધ કરીને નવ રૈવેયક સુધી પણ જાય છે. આ સઘળી ઔદયિકભાવની (મોહના ઉદયવાળી) ધર્મક્રિયા જાણવી. જે તારનારી નથી પણ ડુબાડનારી છે. આવા પ્રકારની ઔદયિકભાવની (રાગથી કરાયેલી કે દ્વેષથી) કરાયેલી ધર્મક્રિયા ઉચ્ચગોત્ર, સૌભાગ્ય, આદેય અને યશ નામકર્મના ઉદયકાલે થાય છે. ઉચ્ચગોત્રમાં ઉત્પન્ન થયા હોય તો તેવા પ્રકારના પુણ્યોદયથી ધર્મક્રિયાદિનો લાભ પણ થાય છે ધર્મક્રિયા કરવાની સાનુકૂળતા મળી જાય છે. તથા સૌભાગ્યાદિ પુણ્યકર્મનો ઉદય હોય તો તેવા પ્રકારનાં
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy