SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯ (૭) એવંભૂતનય : શુદ્ધ આત્મતત્ત્વની સાથે એકતા કરવા સ્વરૂપે મન-વચન-કાયાના યોગોથી નિરપેક્ષપણે આત્મગત લબ્ધિવીર્યની અત્યન્ત સૂક્ષ્મ રીતે સહાયતાપૂર્વક ગુણોમાં જ પરિણમન પામવા રૂપ જે ક્રિયા તે ક્રિયા કહેવાય. આ નયથી સિદ્ધાવસ્થાની અને અયોગી અવસ્થાની ગુણોમાં જ રમણતા કરવા રૂપ વપરાતા લબ્ધિવીર્યની જે ક્રિયા તે ક્રિયા કહી છે. અહીં સાધક અવસ્થામાં વર્તતા અપુનર્બન્ધકથી પ્રારંભીને ક્ષીણમોહ ગુણઠાણા સુધીના જીવની આત્માના ગુણોને પ્રગટ કરવા માટેની સાધનાકાળે કરાતી જે ક્રિયા તે ક્રિયા સમજવાસમજાવવાનો આ અવસર છે. (બાધક અવસ્થાની ક્રિયા અનાદિના અભ્યાસથી સહજપણે આવી જ જાય છે અને સિદ્ધ અવસ્થાની કેવલજ્ઞાનાદિ ગુણોના ઉપયોગાત્મક જે સાધ્યક્રિયા છે. તે સમજાવવાની હોતી નથી માટે સાધના અવસ્થાની ક્રિયા આ અષ્ટકમાં સમજાવાય છે.) કારણ કે વિશેષાવશ્યક ભાષ્ય આદિ મહાગ્રંથોમાં “જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ” થાય છે એમ કહેલ છે. (વિશેષ આવ. ગાથા નં. ૩) ના વિશ્વરિયાર્દિ મોવો . | તે કારણથી ચારિત્રાત્મક આત્મગુણોની પ્રવૃત્તિમય સ્વ-સ્વરૂપને ગ્રહણ કરવાની અને પરભાવને ત્યાગ કરવાની જે ક્રિયા તે જ ક્રિયા મોક્ષને આપનારી બને છે. આ કારણથી જાણ્યું છે આત્મતત્ત્વ જેણે એવા આત્માએ તે શુદ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરવા માટે સાધનભૂત એવી ગુણોને ગ્રહણ કરવાની અને પરભાવને તજવાની ક્રિયા અવશ્ય કરવી જોઈએ. તેથી ક્ષાયિક ભાવના તે તે ગુણોની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જ્ઞાનાચારાદિ પંચ આચારપાલનની ક્રિયા અવશ્ય કરવી જોઈએ. તે માટે જ શાસ્ત્રકાર મહર્ષિઓ આ પ્રમાણે ઉપદેશ આપે છે - क्षायिकसम्यक्त्वं यावद् निरन्तरं निःशङ्काद्यष्टदर्शनाचारसेवना, केवलज्ञानं यावत् कालविनयादिज्ञानाचारता, निरन्तरं यथाख्यातचारित्रादर्वाक् चारित्राचारसेवना, परमशुक्लध्यानं यावत् तपःआचारसेवना, सर्वसंवरं यावद् वीर्याचारसाधनाऽवश्यम्भावा (साधनाऽवश्यम्भाविनी), न हि पञ्चाचारमन्तरेण मोक्षनिष्पत्तिः । दर्शनाद्धि स्वगुणानां प्रवृत्तिः क्रिया दर्शनादिगुणविशुद्ध्यर्थं “सन्निमित्तमवलम्ब्य प्रवर्तनं आचारः" गुणपूर्णतानिष्पत्तेः अर्वाक् आचरणा करणीया । आचरणातो गुणनिष्पत्तिर्भवत्येव । पूर्णगुणानां तु आचरणा परोपकारायेति सिद्धम् । अत एव ૩ત્તે -
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy