SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ આ જ્ઞાનસાર ગ્રન્થનું નિર્માણ પણ શ્રી સિદ્ધપુરમાં વિ.સં. ૧૭૧૧ના દીપાવલિના દિવસે થયું. આ જ્ઞાનસાર અધ્યાત્મરસભર્યો અણમોલ ગ્રન્થ છે. આ ગ્રન્થમાં બત્રીશ અષ્ટકો દ્વારા આત્મસ્વરૂપનું શ્રેષ્ઠ સુધાપાન કરાવ્યું છે. સાથે સાથે બત્રીશે અષ્ટકોના વિષયોનું કાર્ય-કારણ ભાવના નિરૂપણ દ્વારા આત્મવિકાસની કેડીએ સ્વભાવદશા તરફ આગળ વધવાનો આત્મસ્પર્શી માર્ગ કંડાર્યો છે. આ જ ગ્રન્થ ઉપર પોતે માતૃભાષા-ગુર્જરગિરામાં વિશિષ્ટ જિજ્ઞાસુઓ માટે સુંદર ટબાનું સર્જન કર્યું છે. આજે તો આ જ્ઞાનસાર ગ્રન્થ ઉપર સંસ્કૃત અને ગુર્જર ભાષામાં ઘણું સાહિત્ય સુપ્રાપ્ય છે. આ બધામાં પૂ.ઉપા. શ્રી દેવચન્દ્રજી કૃત જ્ઞાનમંજરી ટીકા પોતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે. આ જ્ઞાનમંજરી ટીકાના કર્તા પણ અધ્યાત્મમાર્ગે આગળ વધેલા છે. પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ.સા.ના કાળધર્મ પછી માત્ર ત્રણ વર્ષે ટીકાકાર પૂ. દેવચંદજી મ.સા.નો જન્મ થયેલ છે. માત્ર દશ વર્ષની વયે સંયમી બની આ મહાત્મા પણ જ્ઞાન-ધ્યાનમાં અત્યંત લીન થયા. ભક્તિરસમાં એટલા બધા લીન હતા કે પૂ.ઉપા. શ્રી યશોવિજયજી મ.સા.ની જેમ પૂ. દેવચન્દ્રજી મ.સાહેબે પણ આત્માને વિભાવદશામાંથી સ્વભાવદશામાં લાવવા ખૂબ જ ગંભીર ભાવવાળી ચોવિશીની રચના કરેલ છે. જૈનદર્શનમાં નયમાર્ગની પ્રરૂપણા ઘણા ઘણા ગ્રન્થોમાં કરેલી દેખાય છે અને આ નયમાર્ગના જ્ઞાન વિના જૈનદર્શનનું જ્ઞાન ઘણું જ અધુરું ગણાય છે. નિયોના અવબોધને કારણે જ જૈનદર્શન સ્યાદ્વાદ રૂપે કે અનેકાન્તવાદ રૂપે સમજી શકાય છે. અન્યથા ઈતરદર્શનોની જેમ જૈનદર્શન પણ એકાન્તવાદનું જ્ઞાપક બની જાય. એટલે જ્ઞાનસાર ગ્રન્થના શબ્દાર્થ-ભાવાર્થને સ્પષ્ટરૂપે સમજવા માટે આ બત્રીશે અષ્ટકમાં સાતે નયોને વ્યવસ્થિત ઉતારવા માટે પૂ. દેવચંદજી મ.સાહેબે જ્ઞાનમંજરી ટીકા રૂપે આ પ્રયત્ન કર્યો છે અને પોતાના પ્રયત્નમાં તેઓશ્રી ખાસા સફળ રહ્યા છે. કારણ કે દરેક પદાર્થમાં નય-નિક્ષેપે અવતરણ કરવું ખૂબ જટિલ છે અને સામાન્ય બુદ્ધિવાળા આત્માઓને તે સમજાવવું પણ શક્ય નથી. એક તો અલ્પબુદ્ધિ હોવાના કારણે જાતે નયો ઘટાવતાં બુદ્ધિ અટકી જાય છે અને વિસ્તૃત રીતે નચાવતરણ સમજાવનારા ગ્રથો પણ અલ્પ છે. થોડા ગ્રન્થોમાં બે-ચાર પ્રસિદ્ધ પદાર્થોમાં ઘણા સ્થળે નયો બતાવેલા જણાય છે. આ વિષયમાં પૂ.પં. શ્રી રૂપવિજયજી મ.સા.શ્રીના શિષ્ય પૂ.પં. શ્રી કુંવરવિજયજી મ.સાહેબે વિ.સં. ૧૮૮૨ માં પાલી રાજસ્થાનમાં લખેલ શ્રી અધ્યાત્મસાર (નવતત્ત્વ-વિવેચન)માં સારો પ્રકાશ પાથરેલ છે. એટલે અત્યંત કઠિન એવું બત્રીશે વિષયોમાં નયઅવતરણનું કાર્ય પૂ. શ્રી દેવચન્દ્રજી મ.સાહેબે લગભગ દરેક વિષયમાં નવો ઉતારી કઠીન કાર્યને કંઈક સુગમ બનાવ્યું છે. જો કે પૂ. દેવચંદજી મ.સા. ખરતરગચ્છના છે. ખરતરગચ્છ અને તપાગચ્છની કેટલીક પરંપરાઓ અલગ હોવા છતાં જે ગ્રન્થોમાં શાસ્ત્રીય પદાર્થોની માન્યતામાં અલગતા ન હોય તો આપણે ગજસાર મુનિ લિખિત દંડક પ્રકરણની જેમ આવકારેલ છે જ.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy