SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮ ૨૪૫ ક્ષાયિકભાવની પ્રગટ થયેલી અભેદરૂપે જે રત્નત્રયી છે તે આત્મામાં રહેલો પોતાનો સહજ ધર્મપરિણામ છે. કારણ કે કેવલજ્ઞાનાદિ ક્ષાયિકભાવના ગુણો એ તો આત્માનું પોતાનું સહજ સ્વરૂપ જ છે. કેવલજ્ઞાનાદિ આત્માનું પોતાનું સત્તાગત સહજ અને શુદ્ધ સ્વરૂપ છે જ. ફક્ત પૂર્વબદ્ધ મોહનીયકર્મના ઉદયને કારણે આવેલી અશુદ્ધતાને લીધે તે શુદ્ધસ્વરૂપ આવૃત થયેલું છે (ઢંકાયેલું છે) નાશ પામેલું નથી. તેથી જે આ આવૃતસ્વરૂપ છે તે જ સદ્ગુરુ-સત્સંગ અને સ્વાધ્યાય આદિના કારણે પ્રભાવને (પ્રગટપણાને) પામે છે. ત્યાં સૌથી પ્રથમ અનાદિકાળથી લાગેલા મોહનીયકર્મના ઉદયજન્ય મિથ્યાત્વ, અજ્ઞાન આદિ વિપરીત બુદ્ધિ રૂપ ઔદયિકભાવને અટકાવીને સવિકલ્પક ભાવથી યુક્ત એવી તત્ત્વની જિજ્ઞાસા (અથવા સવિકલ્પક ભાવથી યુક્ત એવી જિનવાણી સાંભળવી) વગેરે પ્રબળ શુભનિમિત્તોની અપેક્ષાવાળા ક્ષાયોપથમિકભાવના (સમ્યકત્વમોહનીયના ઉદયવાળા) એવા સમ્યગ્દર્શનાદિ ભેદરત્નત્રયી રૂપ ગુણોને આ જીવ પ્રથમ પ્રગટ કરે છે. ક્ષાયોપથમિક ભાવના તે સમ્યકત્વ-મત્યાદિ ચાર જ્ઞાનો, ચક્ષુદર્શનાદિ ત્રણ દર્શનો, દેશવિરતિ-સર્વવિરતિ રૂપ ચારિત્ર અને દાનાદિ લબ્ધિઓની વૃદ્ધિ થતાં થતાં ક્ષાયોપથમિક ભાવ પરાકાષ્ઠાએ પહોંચતાં કાળાન્તરે નિર્વિકલ્પકદશાવાળો, અભેદરત્નત્રયીસ્વરૂપ, બાહ્ય સગુરુ કે સત્સંગ આદિ નિમિત્તોથી નિરપેક્ષ સહજ ગુણના પરિણામાત્મક એવો ક્ષાયિક ભાવનો સ્વાભાવિક એવો ધર્મપરિણામ, આ આત્મામાં પરિણામ પામે છે અર્થાત્ ક્ષાયિકભાવના ગુણો રૂપ ધર્મપરિણામ પ્રગટ થાય છે. જ્યારે આ નિર્વિકલ્પક અભેદભાવવાળો ક્ષાયિકભાવનો ધર્મપરિણામ પ્રગટ થાય છે ત્યારે સવિકલ્પક એવી ક્ષાયોપથમિકભાવની જે સાધના હતી તે ત્યાજ્ય જ બને છે. એક ગામથી બીજે ગામ જવા માટે ઘોડાની કે ગાડીની જરૂર હોય છે. પરંતુ સામે ગામ પહોંચ્યા પછી તે ઘોડાની કે ગાડીની જરૂર રહેતી નથી. તેમ અહીં સમજવું. શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચયમાં પૂજ્ય હરિભદ્રસૂરિજી મ.શ્રીએ કહ્યું છે કે - द्वितीयापूर्वकरणे प्रथमस्तात्त्विको भवेत् । માયો તૂર્ણ દ્વિતીય રૂત્તિ તઃિ . (યોગ.દષ્ટિ. ૧૦) સામર્થ્યયોગના બે ભેદ છે - (૧) ધર્મસન્યાસ અને (૨) યોગસન્યાસ. ત્યાં પ્રથમભેદ જે ધર્મસન્યાસ નામનો છે, તે બીજા અપૂર્વકરણના કાલે (ક્ષપકશ્રેણિમાં) તાત્ત્વિકપણે થાય છે અને બીજો ભેદ જે યોગસન્યાસ નામનો છે તે આયોજિકાકરણ કર્યા પછી કેવલીભગવંતને તાત્ત્વિકપણે હોય છે. એમ યોગદશાનું સ્વરૂપ જાણનારા પુરુષો કહે છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy