SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ત્યાગાષ્ટક - ૮ જ્ઞાનસાર સમ્યકત્વ-ચારિત્ર-સમતા-સત્ય-શમ-દમ-વીર્ય ઈત્યાદિ ક્ષાયોપથમિક ભાવની પોતાના આત્માની ગુણાત્મક સંપત્તિનો આશ્રય કરે છે. આ ક્ષાયોપથમિકભાવની સંપત્તિ આગળ આગળ કાલાન્તરે આવનારી ક્ષાયિકભાવની સંપત્તિના સાધનભૂત છે. જ્યારે ક્ષાવિકભાવની સંપત્તિ આવવાનો કાળ આવે ત્યારે ક્ષાયોપથમિક ભાવની પ્રાપ્ત કરેલી આ ગુણાત્મક સંપત્તિ પણ ત્યજવા લાયક છે. હાલ જ્યારે સાધનાનો કાળ ચાલે છે ત્યારે દયિકભાવની સંપત્તિનો ત્યાગ કરીને ક્ષાયોપથમિક ભાવની સંપત્તિનો તત્ત્વજ્ઞાની આત્મા આશ્રય કરે છે. અનાદિકાળથી પરદ્રવ્યનો સંગ કરવા રૂપ અને તેના જ મોહના કારણે ૧૮ પાપસ્થાનકો સેવવા રૂપ વિભાવદશાની જ સંપત્તિને વારંવાર ગ્રહણ કરતો, વારંવાર ઈચ્છતો અને મોહાધીન થઈને વારંવાર ઉપભોગ કરતો એવો આ જીવ સંસારરૂપી અટવીમાં ભટક્યો છે અને ભટકે છે. તે જ આ આત્મા જ્યારે તત્ત્વજ્ઞાની બને છે. દષ્ટિ બદલાય છે. બાહ્યવર્ગ મોહજનક છે, અકલ્યાણકારક છે અને ગુણાત્મક અભ્યત્તરવર્ગ મોહનો ક્ષયોપશમ કરાવનાર છે, કલ્યાણ કરનાર છે ઈત્યાદિ જ્યારે સમજાય છે. ત્યારે આવા પ્રકારના મોહના નાશક સમ્યજ્ઞાન વડે તથા સમ્યગ્દર્શન વડે સમ્યકચારિત્રધર્મની સાધના કરવા સ્વરૂપ આત્મધર્મમાં પરિણામ પામતો આ જીવ કર્મોનો ક્ષય કરીને મોક્ષદશાનો સાધક બને છે. ૩ धर्मास्त्याज्याः सुसङ्गोत्थाः, क्षायोपशमिका अपि । प्राप्य चन्दनगन्धाभं, धर्मसन्यासमुत्तमम् ॥४॥ ગાથાર્થ - ચંદનની ગંધતુલ્ય ઉત્તમ ધર્મસન્યાસયોગને પ્રાપ્ત કરીને સારા સમાગમથી પ્રાપ્ત થયેલા એવા ક્ષાયોપથમિક ભાવના ધર્મો પણ ત્યજવા લાયક છે. જો ટીકા - “ધર્માસ્યન્યા” તિક્ષાયોશિમિવાદ-બે રત્નત્રયીરૂપ ધર્મા: सुसङ्गोत्था:-सत्सङ्गदेवगुरुप्रसङ्गसम्भवा अपि धर्मास्त्याज्याः । क्षमादिवचनरूपा धर्मादिनिमित्ताश्रिता यद्यपि अर्वाक्काले साधनरूपा अपि त्याज्याः । धर्मसन्यासमत्तमं क्षायिकाभेदरत्नत्रयीरूपं स्वधर्मपरिणामं सहजपरिणमनरूपं प्राप्य-लब्ध्वा । कथम्भूतं धर्मसन्यासम् ? चन्दनगन्धाभं, - चन्दगन्धतुल्यम्, तिलादौ हि सुगन्धता सङ्गसम्भवा पुष्पादिनिमित्तसम्भवा, चन्दने सुगन्धता सहजरूपा तादात्म्यत्वेन-सहजेन उत्था-उत्पन्ना सहजोत्था । अनेन सहज एव आत्मनि धर्मपरिणामः स्वरूपत्वात् सहजः । स च अशुद्धतया
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy