SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ત્યાગાષ્ટક - ૮ જ્ઞાનસાર સુખની ઈચ્છા એ હૃદયગત હોવાથી લોકો દેખી શકતા નથી. આ અનુષ્ઠાનોમાં નિશ્ચય (હૃદયનો ભાવ) અશુદ્ધ છે, પણ બહારનો ત્યાગ તો વ્યવહારી જીવો વડે દેશ્ય છે તેથી, વ્યવહારનય તો બાહ્યત્યાગને પ્રધાનતાએ ત્યાગ માને છે. અંતર્ગત પરિણામ અદશ્ય હોવાથી આ નય તેને ગૌણ કરે છે. ઋજુસૂત્રનયથી ભોગનાં કડવાં ફળ છે એવા ભયથી જે ત્યાગ કરાય તેને ત્યાગ કહેવાય છે. જો સંસારના વિષયો સેવીશું તો પાપ બંધાશે અને નરક-નિગોદમાં જવું પડશે ત્યાં પરમાધામી દેવો ઘણાં દુઃખો આપશે અથવા નિગોદમાં કોઈ ઈન્દ્રિયો ન મળવાથી તથા અજ્ઞાનતા હોવાથી ઘણા દુઃખી થઈશું. ઈત્યાદિ ભયસંજ્ઞાના જોરે ત્યાગ કરાય તે ઋજુસૂત્રનયથી ત્યાગ કહેવાય છે, કારણ કે આ નય વર્તમાનકાલગ્રાહી છે અને દ્રવ્યાર્થિક નયનો ભેદ છે. એટલે હૃદયગત પર્યાયને ગૌણ કરે છે. બહારના ત્યાગને પ્રધાન કરે છે. (૫/૬) પાંચ પ્રકારના અનુષ્ઠાનો પૈકી ચોથા નંબરનું જે તહેતુ અનુષ્ઠાન કરાય છે તે સાધનાદશાનો કાલ હોવાથી શબ્દનય અને સમભિરૂઢનયથી ત્યાગ કહેવાય છે. આશય શુદ્ધ છે. તેથી આ તદ્ધતુ અનુષ્ઠાન આ નયમાં આવે છે. આ નયા ભાવને પકડનારા છે. (૭) એવંભૂતનયથી અમૃતાનુષ્ઠાનવાળો જે પરભાવોનો ત્યાગ એ જ ત્યાગ છે. કારણ કે પોતાના આત્માના ક્ષાવિકભાવજન્ય પરિપૂર્ણ શુદ્ધસ્વરૂપ વિના સકલભાવો વર્જનીય છે એમ સમજીને સર્વ પરભાવોનો સર્વથા જે ત્યાગ તે જ ત્યાગ જાણવો. આ રીતે સાતનય જાણવા અથવા સંક્ષેપથી બીજી રીતે પણ સાતનય સમજાવે છે. પ્રથમના ચાર નવો દ્રવ્યાર્થિકનયના ભેદ છે. તેથી સ્થૂલદૃષ્ટિવાળા છે. માટે જીવનમાં આવેલા બાહ્યત્યાગને ત્યાગ કહે છે, સંસાર ત્યજીને સાધુ થયેલા સર્વે આત્માને ત્યાગી સમજી-ત્યાગી માનીને વંદનાદિ વ્યવહાર કરવા, તે પ્રથમના ચાર નયનો વિષય છે અને પાછલા ત્રણ નયો પર્યાયાર્થિકનયના ભેદ છે. તેથી સૂક્ષ્મદૃષ્ટિવાળા છે. માટે અભ્યન્તરત્યાગને ત્યાગ કહે છે. હૃદયની અંદર કષાયનો ત્યાગ, રાગાદિનો જે ત્યાગ, તે ત્યાગ છે. આમ આ પાછલા ત્રણ નયો અભ્યત્તર ત્યાગને પ્રધાનતાએ ત્યાગ કહે છે. તે દ્રવ્યત્યાગ અને ભાવત્યાગ એમ બન્ને પ્રકારનો ત્યાગ આ જીવનમાં કરવા જેવો છે. દ્રવ્યત્યાગ એ ભાવત્યાગનું કારણ હોવાથી અને ભાવત્યાગ એ કર્મનિર્જરાનું અને સંવરભાવનું કારણ હોવાથી જીવનમાં કરવા જેવો છે. માટે હવે તેનો ઉપદેશ અપાય છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy