SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ત્યાગાષ્ટક - ૮ જ્ઞાનસાર | ૩૫થ અષ્ટમ યાષ્ટિભ્રમ્ | इन्द्रियजयो हि त्यागाद् वर्द्धते, अतः आत्मनः स्वरूपादन्यत् परभावत्वं त्याज्यम्, तेन त्यागाष्टकं लिख्यतेऽष्टमम् । त्यागः-त्यजनं त्यागः, सर्वेषां परभावत्यागः सुखम्, त्यागः-उत्सर्जनम्, तत्र स्वद्रव्य-स्वक्षेत्र-स्वकाल-स्वभावत्वेन स्यादस्तीति प्रथमभङ्गगृहीतात्मपरिणामस्वात्मनि वर्तमानः स्वधर्मः, तस्य समवायत्वेनाभेदात् त्यागो न भवति, अस्त्येव तदात्मनि, उपादेयत्वं तु सम्यग्ज्ञानादिसाधनवृत्त्या विस्मृतस्य स्मरणात् तिरोभूतस्याविर्भावात् अभुक्तस्य भोगात् शेषाणां सर्वसंयोगिकतया ज्ञानाद् हेयतैव । यद्यपि देवादिनिमित्तानां शभभावादीनां (शभाचारादीनां) ध्यानादीनामात्मसाधनपरिणामानामनाद्यशद्धपरिणतिग्रहणवृत्तिवारणाय ग्रहणता कता, तथापि स्वसिद्धावस्था गता (त्यागता) न, इत्युत्सर्गमार्गेण न ग्रहणता, વિવેચન :- ઈન્દ્રિયો ઉપરનો વિજય પરપદાર્થોના ત્યાગથી થાય છે અને તે ત્યાગથી ઈન્દ્રિયવિજય વૃદ્ધિ પામે છે. આ કારણથી આત્માના શુદ્ધસ્વરૂપથી જે કોઈ અન્ય પદાર્થ છે તે સઘળો પણ પરપદાર્થ જ છે. આત્માને પોતાનું શુદ્ધસ્વરૂપ જ પોતાનું છે, સદા સાથે રહેનાર છે. તેની સાથે જ ગુણ-ગુણીભાવ છે. તાદાભ્ય સંબંધ છે. ન્યાયની ભાષામાં સમવાયસંબંધ છે શેષ સઘળા પણ પદાર્થોમાં “પરભાવપણું” જ છે. માટે શેષ સર્વ ભાવો ત્યાજ્ય છે. જેમ સોનાનો ટુકડો કે સ્ફટિકનો ટુકડો કાદવ-કીચડમાં પડી ગયો હોય તો કાદવમાંથી તેને લઈને એવો સાફ કરવામાં આવે કે સોનાના ટુકડામાં સોના સિવાય કંઈ રહેવું જોઈએ નહીં અને સ્ફટિકના ટુકડામાં સ્ફટિક વિના કંઈ રહેવું જોઈએ નહીં. તેમ આત્મામાં આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ વિના શેષ સર્વ પરભાવ છે માટે ત્યાજ્ય છે. તેથી હવે આઠમું ત્યાગાષ્ટક કહેવાય છે, લખાય છે. ત્યાગ એટલે કે ત્યજવું, તેને ત્યાગ કહેવાય છે. સર્વે પણ જીવોને પરભાવનો ત્યાગ કરવો એ જ સુખ છે. ત્યાગ કરવો એટલે ઉત્સર્જન કરવું - દૂર કરવું તેનાથી અળગા થવું. તેને ત્યાગ કહેવાય છે. ત્યાં સર્વે પણ વસ્તુઓ સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાલ અને સ્વભાવની અપેક્ષાએ “સ્વાદસ્તિ” છે. કંઈક અસ્તિસ્વરૂપ છે. સપ્તભંગીનો આ પ્રથમ ભંગ છે. તે ન્યાયે આત્મામાં વર્તતું સ્વદ્રવ્યપણું, સ્વક્ષેત્રપણું, સ્વકાલપણું અને સ્વભાવપણું સ્યાદસ્તિસ્વરૂપ છે જ. આમ સપ્તભંગીના પ્રથમ ભાંગાપણે આત્મતત્ત્વના સ્વરૂપાત્મક જે સ્વાત્મા છે તેમાં વર્તતો સ્વદ્રવ્યાદિપણે જે પ્રથમ ભાંગો છે તે તો પોતાનું સ્વરૂપ જ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy