SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર ૨ ૨૪ ઈન્દ્રિયજયાષ્ટક - ૭ જે પુરુષો વૈરાગી છે, ગુરુના વચનમાં લીન છે. સંસારના ભોગોનો ત્યાગ કરનારા છે. યોગદશાના અભ્યાસમાં લીન છે અને ગહન એવા ગિરિવનમાં (પર્વતોની ગુફાઓમાં) યૌવન પસાર કરે છે. તે પુરુષો ધન્ય છે. કંચન-કામિનીનો ત્યાગ કરનારા છે માટે ધન્ય છે. પરંતુ જે પુરુષો અતિશય રૂપાદિથી પ્રબલતર એવી પત્નીના સ્નેહવાળા છે તથા કામના સાધનભૂત પાંચ વિષયોથી પણ યુક્ત છે. છતાં ઈન્દ્રિયોના વિષય-સમૂહમાં જે આસક્ત બન્યા નથી અને તાત્ત્વિકનુભાવસ્વરૂપ પરમ એવા આત્મતત્ત્વના રસનો જ આશ્રય કરે છે. તેઓ તે ધન્યથી પણ વધારે ધન્ય છે. અર્થાત્ કંચન-કામિનીની સાથે રહેવા છતાં પીગળતા નથી. ઈન્દ્રિયોના વિષયો સામે હાજર હોવા છતાં તેમાં અંજાતા નથી તેવા નમિરાજર્ષિ અને ગજસુકુમાલ જેવા વૈરાગી પુરુષો ધન્યથી પણ વધારે ધન્ય છે. ____ अहह पूर्वभवास्वादितसाम्यसुखस्मरणेन प्रणयन्ति अनुत्तरविमानसुखलवसत्तमाः इन्द्रादयो हि विषयस्वादत्यागासमर्थाः लठन्ति भपीठे मनीनां चरणकमलेष । अतः अनाद्यनेकशः भुक्तविषयाः वारणीयाः । तत्सङ्गोऽपि न विधेयः । न स्मरणीयः पूर्वपरिचयः । प्रतिसमयं दुर्गञ्छनीया एव एते संसारबीजभूताः इन्द्रियविषयाः । अत एव निर्ग्रन्था निवर्तयन्ति कालं वाचनादिना तत्त्वावलोकनेहादिषु । उक्तञ्च - ___ "निम्मलनिक्कलनिस्संगसिद्धसब्भावफासणा कइया" इत्यादि । रुच्या रत्नत्रयीपरिणताः तिष्ठन्ति स्थविरकल्पजिनकल्पेषु, सर्वैरपि भव्यैरेतदेव विधेयम् ॥८॥ સંયમી જીવનમાં મેળવેલું સમતાનું સુખ કેવું છે? તે સમજાવતાં કહે છે કે અહો? આશ્ચર્યની વાત છે કે પૂર્વભવમાં આસ્વાદ માણેલા એવા સમતાભાવના (રાગ-દ્વેષ રહિત ત્યાગી જીવનના) સુખનું દેવભવમાં સ્મરણ થવાથી અત્યન્ત સુખવાળા અનુત્તરવિમાનવાસી લવસત્તમ દેવો પણ ખુશ ખુશ થાય છે. ઉપશમશ્રેણિમાં ચઢેલા મનુષ્યોને મોહનો ઉપશમ થવાથી આવેલી જે સમતા, તેનું સુખ ઘણું જ હોય છે. જે માણે તે જ જાણે એવું હોય છે, તેમનું સાત લવ આયુષ્ય જો વધારે હોત તો આવા પ્રકારની આવેલી ઉચ્ચ કોટિની સમતા વડે તે ઉપશમ શ્રેણિવાળા જીવો નીચે ઉતરીને ક્ષપકશ્રેણી માંડીને મોક્ષે જાત એટલી નિર્મળ સમતા હોય છે પણ સાત લવ જેટલું આયુષ્ય ધૂન પડવાથી મૃત્યુ પામી અનુત્તરવિમાનવાસી દેવ થાય છે. તેને “લવસત્તમ” દેવ કહેવાય છે. સંયમી જીવનમાં ધન, કંચન, કામિનીના ત્યાગપૂર્વક પ્રાપ્ત કરેલી સમતાનું સુખ આટલું બધુ અભુત અને અવર્ણનીય છે. કારણ કે પાંચ ઈન્દ્રિયોના વિષયોનો સ્વાદ તજવા જે અસમર્થ છે એવા ઈન્દ્રાદિ દેવો પણ મુનિઓના ચરણકમળમાં ઈન્દ્રિયવિજય અને ભોગોની ત્યાગદશાના કારણે જ આળોટે છે. ભાવથી વંદન-નમસ્કાર કરે છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy