SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭ ૨૨૧ નિત્યાનિત્ય, ભિનાભિન, સામાન્યવિશેષ ઈત્યાદિ જે સમ્યજ્ઞાન છે તે જ યથાર્થભાવે ધારણ કરવામાં આવે તો અવિનાશિ એવું જે સ્થાન (મુક્તિપદ) છે તેનું તે જ્ઞાન કારણ બનતું હોવાથી જ્ઞાનને જ “અમૃત” કહેવાય છે. તેને ત્યજીને મોહાધ જીવો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એમ પાંચ વિષયોમાં ભોગના અતિશય અભિલાષી થયા છતા તે વિષયો પ્રાપ્ત કરવા માટે અધીરા થઈને દોડે છે. તે વિષયો મેળવવા માટે મહાધ જીવો રાત-દિવસ સખત પ્રયત્ન કરે છે. તે માટે દંભ અને સંકલ્પ વિકલ્પોની કલ્પના પણ કરે છે. તે માટે (અનેક જીવોની હિંસા હોવા છતાં) ખેતી આદિ કાર્યો પણ કરે છે. તથા સમુદ્રગમન, ક્ષુધા-તૃષા-વેદન, રાત્રિજાગરણ આદિ અનેક અકથ્ય મુશ્કેલીઓ સહન કરે છે. પરંતુ ઈન્દ્રિયોના આ વિષયો આગળ આગળ વધતી તૃષ્ણાવાળા ઝાંઝવાના જળની તુલ્ય છે. જેમ તે ઝાંઝવાનું જલ આગળ આગળ દેખાય, પણ ક્યારેય પ્રાપ્ત ન થાય તથા પિપાસાનો છેદ કરનાર ન બને, તૃષા મટાડે નહીં “જલ છે” આવી ભ્રાન્તિ જ માત્ર રહે એ જ પ્રમાણે ઈન્દ્રિયોના ભોગો પણ સુખ નથી, દુઃખ જ છે. ફક્ત તત્ત્વવિકલ જીવોને ત્યાં સુખની ભ્રાન્તિ માત્ર જ કરાવનાર બને છે. તત્ત્વવિકલ જીવો ત્યાં સુખ માનીને બ્રાન્ત થયા છતા તેની પાછળ દોડે છે. ખસના રોગીને ઉપડેલી ખણજ ખણવાથી આનંદ થાય, પણ ખણજ તે આનંદનું સાધન નથી. ખસનો રોગ વધારનાર છે તેમ આ વિષયો પણ તેવા જ છે. પરંતુ સાચું તત્ત્વ જે જીવો પામ્યા નથી તેવા તત્ત્વવિકલ જીવોને ત્યાં સુખબુદ્ધિ થાય છે તેથી જ તેઓ તેમાં ફસાયા છે. મુદ્દા पतङ्गभृङ्गमीनेभसारङ्गा यान्ति दुर्दशाम् । एकैकेन्द्रियदोषाच्चेद् दुष्टैस्तैः किं न पञ्चभिः ॥७॥ ગાથાર્થ :- પતંગીયું, ભ્રમર, મત્સ્ય, હાથી અને હરણ આ પાંચ પ્રાણીઓ એક એક ઈન્દ્રિયના દોષથી જો દુર્દશાને પામે છે તો તે દુષ્ટ પાંચે ઈન્દ્રિયોના દોષો વડે કર્યું દુઃખ ન આવે ? અર્થાત્ સમસ્ત દુઃખો તેનાથી આવે છે. all ટીકા - “પત મૂકીનેતિ”-રૂપાવત: પતર, રસાસક્તો મૌનઃ, સ્થાવતો -અમર:, અર્શાવત: રૂમ:-:, શબ્દાસત્તઃ સાર-પૃ:, તે एकैकेन्द्रियदोषात् दुर्दशां-दुष्टां दीनां दशामवस्थां यान्ति, तदा तैः पञ्चभिः दुष्टैः किं न इति ? किं दुःखं न भवति ? भवत्येव । अत एव महाचक्रधरा वासुदेवाः मण्डलिकादयः कण्डरीकादयश्च विषयव्यामोहितचेतना नरके दीनावस्थां प्राप्ताः । किं बहुना ? मा कुरुध्वं विषयविषसङ्गमम् ॥७॥
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy