SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ ૧૯૯ જગતના સર્વે પણ જીવો રાગ (અને દ્વેષ) રૂપી અહિં = સર્પ વડે ડંખાયા છતા તથા પાંચ ઈન્દ્રિયોના વિષયો રૂપી મદ વડે મદાન્ધ થયા છતા સંસારમાં ભટકે છે અથવા પાંચ ઈન્દ્રિયોના વિષયો રૂપી સર્પના વિષની ઉર્મિથી બેહોશ બનેલા સંસારમાં ભટકે છે. ઈષ્ટ વસ્તુના સંયોગની અને અનિષ્ટ વસ્તુના વિયોગની ચિન્તા વડે અગ્રશોચાદિ બહુ પ્રકારની કલ્પનાના કલ્લોલોને ચિંતવે છે. આખા જગતના તમામ જીવો વડે ભોગવી ભોગવીને મુકાયેલા એટલે જગતની એંઠ તુલ્ય એવા અનેક પ્રકારના પુદ્ગલસ્કંધોનો સંગ્રહ કરે છે ધન ઉપાર્જન કરવા માટેના અનેક ઉપાયોની યાચનાઓ કરે છે. ધનાદિની તથા વિષયોની પ્રાપ્તિ માટે કૂવામાં ઊંડા ઉતરે છે. વહાણવટું (વહાણ દ્વારા સમુદ્ર ઓળંગીને દેશ-પરદેશ જવાનું) પણ કરે છે. અહિત કરનારા (અર્થાત્ અકલ્યાણકારી) એવા દ્રવ્યાદિને હિત કરનારાં (કલ્યાણ કરનારાં) માને છે. રાગરૂપી સર્પથી ડંખાયેલા જીવો આવાં કાર્યો કરે છે. પરંતુ સમસ્ત વિશ્વનો ઉપકાર કરનારા એવા તીર્થંકર ભગવંતોના વાક્યોનું (શાસ્ત્ર વાક્યોનું) નિરંતર શ્રવણ-મનન-ચિંતન કરવાથી પ્રાપ્ત થયો છે સમતાભાવરૂપી ધનવૈભવ જેને એવા તથા આત્મસ્વરૂપ માત્રના જ આનંદનો અનુભવ કરનારા મહાત્મા પુરુષો કેવલ આત્મસ્વરૂપના જ જ્ઞાન વડે આત્મસ્વરૂપની જ રમણતા વડે અને કેવલ આત્મસ્વરૂપના અનુભવ વડે સર્વકાલે પરદ્રવ્યની આસક્તિ વિનાના થયા છતા અર્થાત્ અનાસક્તિભાવમાં જ મગ્ન બન્યા છતા પોતાનાં કર્મોને ખપાવવા માટે આત્માના ગુણોનો અનુભવ કરવા સ્વરૂપ આનંદના વનમાં વિચરે છે. કોઈપણ પરદ્રવ્ય પ્રત્યે પ્રીતિ-અપ્રીતિ કરતા નથી. નિર્લેપઅનાસક્ત-સ્વરૂપભોગી થઈને સ્વાવલંબી થયા છતા વિચરે છે. આ કારણથી આત્માર્થી જીવે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે “પરભાવની સાથે જે એકતા છે” તેનો ત્યાગ કરીને તથા રાગ-દ્વેષાત્મક વિભાવદશા છોડી દઈને “શમતાભાવ વડે” ભાવિત થવા પ્રયત્નશીલ બનવું જોઈએ. ॥૭॥ गर्जज्ज्ञानगजोत्तुङ्ग-रङ्गद्ध्यानतुरङ्गमाः । जयन्ति मुनिराजस्य, शमसाम्राज्यसम्पदः ॥८॥ ગાથાર્થ ઃ- ગર્જના કરતા જ્ઞાનરૂપી હાથીઓ વડે ઉન્નત, આત્મહિતકારી અને નૃત્ય કરતા ધ્યાનરૂપી નાચતા ઘોડાઓ વાળી મુનિમહારાજશ્રીની “શમતાભાવના સામ્રાજ્યની’ સંપત્તિ જય પામે છે, વિજય પામે છે. ટા ટીકા :" गर्जज्ज्ञानमिति" - मुनिराजस्य शमसाम्राज्यसम्पदः जयन्ति । कथम्भूता: सम्पदः ? गर्जज्ज्ञानगजोत्तुङ्गरङ्गद्ध्यानतुरङ्गमाः-गर्जत्-स्फुरद् ज्ञानं સ્વપરાવાસપા: ચના: કસ્તુl:-કનૈતા:, રન્ત:-નૃત્યન્ત: ધ્યાનપા: તુરકુમાઃअश्वाः इत्यनेन भासनगज-ध्यानाश्वशोभिताः राज्यसम्पदः निर्ग्रन्थस्वरूपभूपस्य
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy