SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શમાષ્ટક - ૬ જ્ઞાનસાર સિદ્ધયોગા તુ = પરંતુ જે આત્મામાં યોગદશા પ્રાપ્ત થઈ ચૂકી છે, યોગી બન્યા છે. રાગ અને દ્વેષનો અભાવ થવાથી સર્વે પ્રયોજનો જેનાં શાન્ત થઈ ગયાં છે એવા આ યોગી કદાચ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિના કારણે વિહારાદિ કોઈ કોઈ બાહ્ય ક્રિયા આચરેકરે તો પણ તે કાલે તે બાહ્યક્રિયાથી નિર્મલ થતા નથી, પરંતુ જીવનમાં પ્રાપ્ત કરેલી અંતરંગ જે “ઉપશમાવસ્થા” છે તેનાથી જ તેઓ નિર્મળ થાય છે. ઉપશમભાવ પ્રાપ્ત કરેલો હોવાથી ક્રોધકષાય ન હોવાથી અને તેની સાથે સાથે માનાદિ કષાયો ન હોવાથી આવા પ્રકારના ઉપશમભાવથી જ આ જીવ નિર્મળ થાય છે. આ ભાવસાધક આત્મા કેવો છે ? યોગાઢ છે અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એમ આત્મતત્ત્વના સાધનભૂત રત્નત્રયીસ્વરૂપ યોગદશામાં જેઓ આરૂઢ થઈ ચુક્યા છે. તેઓ “શમભાવથી” જ શુદ્ધ થાય છે. વળી તે મુનિ કેવા છે ? “મન્નતક્રિય:' આન્તરિક ક્રિયાવાળા છે. આત્મામાં પ્રગટ થયેલું જે લબ્ધિવીર્ય છે તે વીર્યગુણની પ્રવૃત્તિ અંતર્ગત ગુણોની ઉપાસનામાં પ્રવર્તે છે જેની એવા તે મુનિ છે. બહારથી કંઈ વિશિષ્ટ કાર્ય કરતા ન પણ દેખાય તો પણ તે મહાત્મા અંતર્ગત ક્રિયાવાળા હોય છે. આમ અભ્યત્તર ક્રિયાવાળા છે. અર્થાત્ રત્નત્રયીની ઉપાસનાના ભાવમાં પરિણામ પામેલા છે તે કારણથી તેમના જીવનમાં આવેલો કષાયોના અભાવરૂપ જે ઉપશમભાવ છે તેનાથી જ એટલે કે ક્ષમા-માર્દવ-આર્જવ અને મુક્તિરૂપ ગુણપરિણતિથી પરિણામ પામેલો આ જીવ અંતર્ગત આવા પ્રકારના ગુણોની પરિણતિથી જ નિર્મળ બને છે. તેને બાહ્ય ક્રિયાની અપેક્ષા રહેતી નથી. ૩ ध्यानवृष्टेयानद्याः, शमपूरे प्रसर्पति । विकारतीरवृक्षाणां, मूलादून्मूलनं भवेत् ॥४॥ ગાથાર્થ :- ધ્યાન રૂપ વૃષ્ટિ થવાથી દયારૂપી નદીમાં સમભાવ રૂપી પૂર વૃદ્ધિ પામતે છતે વિકારો રૂપી કાંઠે રહેલા વૃક્ષોનું મૂલથી જ ઉમૂલન થાય છે. જો ટીકા :- “સ્થાનવૃતિ"-નવૃછે. ધ્યાને ઘણુવત્તા પ્રાપુહૂર્ત યાવત્ चित्तस्य एकत्रावस्थानं ध्यानम् । उक्तञ्च - अन्तोमुहुत्तमेत्तं, चित्तावत्थाणमेगवत्थुमि ।। છ૩મસ્થાઈ સાપ, ગોપનિરોહો નિVIIT 1 III (ધ્યાનશતક ગાથા-૩) अत्र च निमित्तरूपे देवगुरुस्वरूपे अद्भुततादियुक्तचित्तैकत्वे च धर्मध्यानम् आज्ञाऽपायविपाकसंस्थानाख्यम्, तत्र आज्ञायाः निर्धारः सम्यग्दर्शनम्, आज्ञायाः
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy