SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ ૧૮૧ સ્વભાવનું જ જ્ઞાન કરનારો, આત્માના શુદ્ધ સ્વભાવમાં જ રમણતા કરનારો, આત્માના શુદ્ધ ગુણાત્મક સ્વભાવમાં જ વિશ્રાન્તિ લેનારો, આત્માના ગુણોનો જ આસ્વાદ માણનારો, શુદ્ધ એવું આત્મતત્ત્વ જેનામાં અંગે અંગે પરિણામ પામ્યું છે એવો આત્મા જ્યારે બને છે ત્યારે જે શમભાવ આવે છે તેને જ સાચો શમભાવ કહેવાય છે તે જ જ્ઞાનનો સાચો પરિપાક છે. જ્ઞાનદશાની સફળતા છે. આત્માની જે શુદ્ધ દશા, તેનો જ સતત-નિરંતર જે ઉપયોગ, તેને જ સમ્યજ્ઞાન કહેવાય છે. તેની જે પરિપાકવાળી અવસ્થા અર્થાત્ જ્ઞાનદશાનો પાકી ચૂકેલો જે અવસર, જ્ઞાન પચાવીને મેળવેલો મોહ ઉપર જે વિજય, અતિશય શાન્ત અવસ્થા, તેને જ શમ અર્થાત્ શમભાવ કહેવાય છે. આત્મામાં અધ્યાત્મના શાસ્ત્રોનું વાંચન-પઠન-પાઠન કરતાં કરતાં આત્મા પાંચ ઈન્દ્રિયોના વિષયસુખથી રહિત જ્યારે બને છે અને સ્વભાવદશાની જ રમણતાવાળો બને છે ત્યારે આ પ્રાપ્ત કરેલ મોહ ઉપર જે વિજય, તેને જ “શમ” = શમભાવ કહેવાય છે. अत्र योगस्य पञ्चविधत्वं प्रोक्तं श्रीहरिभद्रपूज्यैः अध्यात्मयोगः १, भावनायोगः २, ध्यानयोगः ३, शमतायोग: ४, वृत्तिक्षययोगः ५, तत्र अनादिपरभावमौदयिकभावरमणीयतां धर्मत्वेन निर्धार्य तत्पुष्टिहेतुक्रियां कुर्वन् अधर्मं धर्मवृत्त्या इच्छन् प्रवृत्तः यः, स एव निरामयः निःसङ्गशुद्धात्मभावनाभावितान्तःकरणस्य स्वभाव एव धर्म इति योगवृत्त्या अध्यात्मयोगः १ । सर्वपरभावान् अनित्यादिभावनया विबुध्य अनुभवभावनया स्वरूपाभिमुखयोगवृत्तिमध्यस्थ आत्मानं मोक्षोपाये युञ्जतः भावनायोगः २ । स एव पिण्डस्थ - पदस्थ - रूपस्थ-रूपातीतध्यानपरिणतरूपैकत्वी ध्यानयोगी भण्य ३ । ध्यानबलेन भस्मीभूतमोहकर्मा तप्तत्वादिपरिणतिरहितः शमतायोगी उक्तः ४ । तथा योगाधीनकर्मोदयाधीनानादिवृत्तिः जीवस्य तस्याः क्षयः-अभावः स्वरूपवृत्तिः वृत्तिक्षययोगी उच्यते ५ । एवं पञ्चयोगेषु शमतायोगी साधने पटिष्ठ (વરિષ્ઠ) કૃતિ જ્ઞાનસ્ય પૂર્વાવસ્થા શમઃ ।। વિવેચન :- “યોગ’”ના પાંચ ભેદો શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રી વડે યોગબિન્દુ નામના ગ્રન્થમાં કહેવાયા છે. પહેલો અધ્યાત્મયોગ, બીજો ભાવનાયોગ, ત્રીજો ધ્યાનયોગ, ચોથો શમતાયોગ અને પાંચમો વૃત્તિક્ષયયોગ (અથવા વૃત્તિસંક્ષયયોગ).
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy