SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ ૧૭૭ સિદ્ધાન્ત મુજબ મહર્ષિ તરીકેનું કે યોગી તરીકેનું જીવન જીવવામાં જે શમભાવ રાખે છે તે લૌકિક (લોકગ્રાહ્ય) શમત્વ જાણવું અને જિનેશ્વર વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના વચનોને અનુસાર આત્માના શુદ્ધ સ્વરૂપની રમણતાની સાથે એકતા થવા રૂપે જે ક્રોધાદિનો અભાવ થવો તે લોકોત્તર ભાવશમ જાણવો. કારણ કે તે ક્ષમાદિ ગુણો લોકગ્રાહ્ય નથી. સંસારના લોકો તો અવસરે અવસરે આવી ક્ષમા રાખનારાને ગાંડા-નમાલા-નિર્બલ-બુદ્ધિહીન જ સમજે છે. તેઓ તો ૪ પ્રતિ ચિં વત્ લુચ્ચાની સામે લુચ્ચાઈ કરવી જ જોઈએ આવી વિચારસરણી ધરાવે છે. માટે આ સમભાવ તો લોકોત્તર પુરુષો વડે (અલૌકિક પુરુષો વડે) જ ગમ્ય છે. તેઓની દૃષ્ટિ તો “પરથીણું પી નવિ ચિત્તથી, ચિન્તવીપ પ્રતિવૃત્ત, સુપુનર, શ્રીગિનમાષિતવનવિવારી” (સમ્યકત્વના ૬૭ બોલની સઝાય, ગાથા-૪૧, ઢાળ આઠમી, ગાથા-૧) આવી હોય છે. આ લોકોત્તર ભાવશમ જાણવો. જેમકે જે પરમાત્મા મહાવીર પ્રભુએ ઈન્દ્રની શંકા ટાળવા એક અંગુઠાથી મેરૂપર્વત કંપાવ્યો તે જ અતુલ-બલી મહાવીર પ્રભુ ઉપસર્ગોના કાલે કર્મો ખપાવવાનો ભાવ હોવાથી ગોવાલીયા જેવા સામાન્ય માણસ ઉપર પણ બળનો પ્રયોગ કરતા નથી. આમલકી ક્રિીડાના કાલે દેવને દબાવનારા મહાવીર પ્રભુએ કર્મ ખપાવવાના અવસરે સંગમની સામે પોતાના બલનો ઉપયોગ ન કર્યો અને સમભાવ રાખ્યો. તે અલૌકિક અર્થાત્ લોકોત્તર ભાવશમ કહેવાય છે. કારણ કે લોકોથી ન સમજી શકાય તેવો આ ગુણ છે. માટે લોકોત્તર સમભાવ નામનો ગુણ કહેવાય છે. હવે આ “શમગુણ” ઉપર સાત નયો સમજાવાય છે. आद्यनयचतुष्टये भावशमादिस्वरूपगुणपरिणमनहेतुः मनोवाक्कायसङ्कोचविपाकचिन्तनतत्त्वज्ञानभावनादिः, अन्त्यनयत्रये क्षयोपशमशमादिः शब्दनयेन, क्षपकश्रेणिमध्यवर्तिसूक्ष्मकषायवतः समभिरूढनयेन क्रोधादिशमः, क्षीणमोहादिषु एवम्भूतनयेन कषायशमः। अत्र भावना-चिन्तास्मृतिविपाकभयादिकारणतः क्षयोपशमभावादिसाधनतः क्षायिकशमः साध्यः । एवं शमपरिणतिः करणीया, आत्मनो मूलस्वभावत्वात् मूलधर्मपरिणमनं हितम् । तेनैव कारणेन शुद्धाध्यात्मपदप्रवृत्तिः सङ्गत्यागात्मध्यानसंवरचञ्चरीकत्वं करणीयम् । ભાવશમ આદિ સ્વરૂપવાળા ઉત્તમોત્તમ સમગુણની પ્રાપ્તિમાં જે કારણ બને એવી (અર્થાત્ ભાવશમની પ્રાપ્તિ કરાવે જ એવી) મન-વચન-કાયાની પ્રવૃત્તિનો સંકોચ કરવો. પૂર્વબદ્ધ કર્મોના ફળોનું ચિંતન તથા ક્રોધાદિ કષાયો કરવાથી કેવાં કેવાં માઠાં ફળ પ્રાપ્ત થાય છે? તેવા પ્રકારના વિપાકોનું ચિન્તન તથા તત્ત્વજ્ઞાન અને ભાવનાજ્ઞાન આદિ ઉત્તમોત્તમ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy