SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ કરાવી હતી. તે વખતે તપાગચ્છીય શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ.સા. પણ ત્યાં ઉપસ્થિત હતા. ત્યારે શ્રી દેવચંદ્રજીએ સહગ્નકુટમાં આવતા ૧૦૨૪ જિનનાં નામો ગણાવતાં બન્ને વચ્ચે (દેવચંદ્રજી અને જ્ઞાનવિમલસૂરિજી વચ્ચે) પ્રીતિ-મૈત્રી વૃદ્ધિ પામી હતી. તે બન્નેએ સાથે મળીને આનંદઘન ચોવીશીમાં છેલ્લા બે સ્તવનો રચ્યાં છે. ત્યારબાદ શ્રીમદ્ દેવચંદ્રજીએ અનેક ભવ્ય પ્રતિષ્ઠાઓ અને તેના મહોત્સવો કરાવ્યા, તથા ક્રિયોદ્ધાર પણ કર્યો, તેમાં અપરિગ્રહતાને સવિશેષ પ્રધાનતા આપી. ત્યારબાદ રાજનગરમાં (અમદાવાદમાં) આવી નાગોરી શાળામાં ઉતરી ભગવતી સૂત્રની વાચના કરી અને તત્રસ્થ ઢેઢક માણેકલાલને મૂર્તિપૂજક બનાવી નવું ચિત્ય કરાવી તેમાં પ્રતિમાજીની સ્થાપના કરાવી. વિક્રમ સંવત ૧૭૭૯ માં ખંભાત ચાતુર્માસ કર્યું. પછી શત્રુંજય પધાર્યા, ત્યાં તીર્થ ઉપર નવાં ચૈત્ય કરાવ્યાં તથા કેટલાક જુનાં તીર્થોનો જિર્ણોદ્ધાર કરાવ્યો. તેના દ્વારા શત્રુંજયતીર્થનો મહિમા વધાર્યો ત્યાર પછી શ્રી દેવચંદ્રજી અમદાવાદ આવ્યા અને ત્યાંથી સુરત પધાર્યા. | વિક્રમ સંવત ૧૭૮૫-૧૭૮૬-૧૭૮૭ માં પાલીતાણામાં પ્રતિષ્ઠાનું કાર્ય કરીને પુનઃ રાજનગરમાં (અમદાવાદમાં) આવીને ચાતુર્માસ કર્યું. ત્યાં શાન્તિનાથની પોળમાં સહસ્ત્રફણાની પ્રતિષ્ઠા કરાવી અને સમવસરણની પ્રતિષ્ઠા વખતે પણ તેઓ ઉપસ્થિત હતા. ત્યારબાદ વિક્રમ સંવત ૧૭૮૮ માં શત્રુંજય તીર્થ ઉપર શ્રી કુંથુનાથજીની પ્રતિષ્ઠા વખતે શ્રી દેવચંદ્રજી પોતાના ગુરુ શ્રી દીપચંદ્રપાઠકની સાથે ઉપસ્થિત હતા, તે જ વર્ષે તેમના ગુરુ શ્રી દીપચંદ્ર પાઠક સ્વર્ગે સિધાવ્યા. અમદાવાદમાં રત્નસિંહ ભંડારી સુબાના ઈષ્ટ પ્રિય મિત્ર આણંદરાયને ધર્મચર્ચામાં જિતવાથી રત્નસિંહ સુબો દેવચંદ્રજી ઉપર ખુશ હતો તે પણ ત્યાં પાલીતાણા વંદન કરવા આવ્યો હતો. તથા ત્યાં ફાટી નીકળેલા મૃગી નામના ઉપદ્રવને પણ મહાજનોની વિનંતિથી શ્રી દેવચંદ્રજીએ શમાવ્યો હતો, આવા પ્રકારની પ્રભાવકતા તે મહાત્મામાં પ્રવર્તતી હતી. ધોળકાવાસી શ્રાવક જયચંદ શેઠની પ્રેરણાથી એક વિષ્ણુયોગીને પણ શ્રી દેવચંદ્રજીએ જૈનધર્મનો અનુરાગી બનાવ્યો હતો. ત્યારબાદ વિક્રમ સંવત ૧૭૯૫ માં પાલીતાણામાં અને વિ.સં. ૧૭૯૬ અને ૧૭૯૭ માં જામનગરમાં (જામનગરના નવાનગર નામના પરામાં) સ્થિરતા કરી હતી. ત્યાં ઢંઢકોને જિતને બંધ થયેલ જિનપૂજાને પુનઃ ચાલુ કરાવી હતી. ત્યાં વિક્રમ સંવત ૧૭૯૬ ના કારતક સુદ ૧ ના દિવસે જામનગરમાં (નવાનગરમાં) વિચારસાર
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy