SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૭૩ મેરૂપર્વતનો રવૈયો (મંથાન) બનાવીને અને શેષનાગનું દોરડું બનાવીને સમુદ્રને વલોવ્યો, તેમાંથી ૧૪ રત્નો નીકળ્યાં. તેમાં જે વિષ નીકળ્યું તે મહાદેવે પીધું. તેથી તેમનો કંઠ કાળો (નીલ) થઈ ગયો. તેથી તેઓ નીલકંઠ મહાદેવ કહેવાયા અને જે અમૃત નીકળ્યું તે દેવોએ પીધું. તેથી દેવો અમર બની ગયા અર્થાત્ અમર કહેવાયા. વાર્તાનો સાર એ છે કે “અમૃત સમુદ્ર વલોવવાથી મળ્યું હતું” સમુદ્રમજ્જન કર્યા વિના અમૃતની પ્રાપ્તિ થતી નથી. જ્યારે આ જ્ઞાનરૂપી અમૃત એવું છે કે જે સમુદ્ર-મન્થન વિના વિભાવદશાના ત્યાગપૂર્વક જો ગુરુગમથી અભ્યાસ કરવામાં આવે તો મળી શકે છે. આ એક આશ્ચર્યજનક ઘટના છે. લૌકિક વ્યવહારમાં સમુદ્ર-મન્થનથી જ અમૃત મળે છે જ્યારે લોકોત્તર માર્ગમાં જ્ઞાનરૂપી અમૃત સમુદ્રમથન વિના પ્રાપ્ય છે. - તથા શરીરને ઘણું જ લષ્ટપુષ્ટ કરે એવું રસાયન બનાવવું હોય તો જુદી જુદી જાતની ઘણા પ્રકારની ઔષધિઓનાં બનેલાં ઔષધો ભેગાં કરીને ખાંડવાથી, દળવાથી અથવા મીક્ષ કરવાથી રસાયન બને છે. જ્યારે આ જ્ઞાનરૂપી રસાયન એવું છે કે જે મેળવવામાં કોઈપણ ઔષધો લાવવાં પડતાં નથી, મેળવવાં પડતાં નથી. છતાં લૌકિક રસાયનથી જે રોગો ન નિવારી શકાય તેવા સર્વ રોગોથી મુક્તિનો હેતુ બને તેવું જ્ઞાનરસાયણ છે. તથા જન્મ, જરા અને મૃત્યુનું સર્વથા નિવારણ કરાવે તેવું આ રસાયન છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિથી જીવ નિર્વેદ-સંવેગપરિણામી થતાં વૈરાગ્યવાસિત બનીને સર્વકર્મરહિત અશરીરી બને છે. જ્યાં કોઈ રોગો આવતા નથી તથા જન્મ-જરા-મૃત્યુ પણ સંભવતા નથી. તેથી જ્ઞાન એ ઔષધના મિશ્રણ વિનાનું રસાયન છે. તથા રાજાનું ચક્રવર્તીનું કે ઈન્દ્ર મહારાજાનું ઐશ્વર્ય હોય તો તેમાં હાથી-ઘોડા-રથ (આજના કાલ પ્રમાણે મોટર) ધન-અલંકાર ઈત્યાદિ પરપદાર્થોની (પુલ પદાર્થોની) અપેક્ષા હોય છે. અર્થાત્ પર-પદ્ગલિક પદાર્થોની અપેક્ષાએ ઐશ્વર્ય દેખાય છે. પોતાના આત્મામાં એવી કોઈ વિશિષ્ટ સિદ્ધિ થયેલી નથી. માત્ર દ્રવ્યપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી ભૌતિક સંપત્તિથી ઐશ્વર્યવાળા ગણાય છે. જ્યારે જ્ઞાનસ્વરૂપ આત્માનું જે ઐશ્વર્ય છે તે સ્વાભાવિક છે, સહજ છે, અકૃત્રિમ છે. કોઈપણ પરપદાર્થની તેમાં અપેક્ષા નથી. તેથી અન્યની અપેક્ષા વિનાનું આ પરમ ઐશ્વર્ય છે. હવે ટીકાના પદોના અર્થ વિચારીએ. જ્ઞાન તે – વિના સમુદ્ર ઉત્પન્ન થયેલું પીયૂષ (અમૃત) છે. વિના ઔષધે બનાવેલું રસાયન છે. આ રસાયન (જન્મ) જરા અને મરણને અટકાવનાર છે. અન્ય પૌદ્ગલિકાદિ પદાર્થોની અપેક્ષા વિનાનું પરમ ઐશ્વર્ય રૂપ છે. કોઈ કોઈ પ્રતોમાં શ્રર્યમ્ ને બદલે આશ્ચર્યમ્ આવો પાઠ પણ દેખાય છે. જો તે પાઠ લઈએ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy