SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૬૯ એવી પ્રથમસ્થિતિને ઉદયથી ભોગવી ભોગવીને તથા ઉદીરણા અને આગાલના બલ વડે કાલક્રમે મિથ્યાત્વના ઉદયને અંતર્મુહૂર્તે સમાપ્ત કરીને અંતરકાલવાળા કાલમાં પ્રવેશ કરે છે. તે વખતે તેના પ્રથમસમયે જ આ જીવ ઉપશમ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. ક્યારેય ન પ્રાપ્ત કરેલા એવા અપૂર્વલાભને આ જીવ પામે છે. કમ્મપયડીમાં જ ઉપશમનાકરણની ગાથા ૧૮ માં કહ્યું છે કે – मिच्छत्तुदये खीणे, लहइ सम्मत्तमोवसमियं सो । लंभेण जस्स लब्भइ, आयहियं अलद्धपुव्वं जं ॥१८॥ मिथ्यात्वस्योदये क्षीणे सति स जीव उक्तेन प्रकारेण औपशमिकं सम्यक्त्वं लभते । यस्य सम्यक्त्वस्य लाभेन यदात्महितमलब्धपूर्वमर्हदादितत्त्वप्रतिपत्त्यादि, तद् लभ्यते । तथाहि-सम्यक्त्वस्य लाभे सति (यथा) जात्यन्धस्य पुंसः चक्षुर्लाभे सति (वस्तुतत्त्वावलोको भवति तथा महान् प्रमोदो भवति) एवं जन्तोः यथावस्थितवस्तुतत्त्वावलोको भवति तथा महाव्याध्यभिभूतस्य व्याध्यपगमे इव महांश्च प्रमोदः भवति । अत्र अनिवृत्तिकरणे क्रियमाणे यदि पुञ्जत्रयं करोति, तदा प्रथमं क्षयोपशमं सम्यक्त्वं लभते । अकृतत्रिपुञ्जः प्रथममुपशमसम्यक्त्वं लभते इति सिद्धान्ताशयः । कर्मग्रन्थमते तु प्रथमं उपशममेव लभते, अयं च त्रिपुञ्जीकरणमुपशमे करोति । इति ग्रन्थिभिद् ज्ञानं तत्त्वोपयोगलक्षणं, तस्य अन्य विकल्पैः किम् ? મિથ્યાત્વનો ઉદય ક્ષીણ થયે છતે તે જીવ ઔપથમિક સભ્યત્વને પ્રાપ્ત કરે છે. જે સમ્યકત્વના લાભથી પૂર્વે કદાપિ પ્રાપ્ત ન કરેલા એવા અપૂર્વ આત્મહિતને આ જીવ પ્રાપ્ત કરે છે. ./૧૮ મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય (નીચેની પ્રથમ સ્થિતિનો ઉદય) સમાપ્ત થયે છતે તે જીવ ઉપર કહેલા પ્રકાર દ્વારા સૌથી પ્રથમ ઔપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ત્રણ કરણ સંપૂર્ણ કરવાથી અને મિથ્યાત્વની પ્રથમ સ્થિતિનો ઉદય પૂર્ણ થવાથી તથા ઉપરની બીજી સ્થિતિ ઉપશમનાકરણ વડે ઉપશાન્ત કરી હોવાથી આ જીવ સૌથી પ્રથમ ઓપશમિક સભ્યત્વ પ્રાપ્ત કરે છે. જે પશમિક સમ્યકત્વના લાભથી ક્યારે પણ ભૂતકાળમાં ન મેળવેલું હોય તેવું જે આત્મહિત છે. તે પ્રાપ્ત થાય છે. એટલે કે અરિહંત પરમાત્માના વચનો ઉપરની પરમ તત્ત્વશ્રદ્ધાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે જે મુક્તિપ્રાપ્તિનું બીજ ગણાય છે. તે આ પ્રમાણે - જેમ જન્મથી અંધ એવા પુરુષને ચક્ષુનો લાભ થયે છતે દૃષ્ટિ પ્રાપ્ત થવાથી પરમ આનંદ થાય છે. અથવા મહાવ્યાધિથી પીડાયેલા જીવને જેમ મહાવ્યાધિ દૂર થયે છતે પરમ આનંદ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy