SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર સમાપ્ત થાય ત્યારે ચોથો સ્થિતિબંધ અવશ્ય પલ્યોપમના સંખ્યાતમા ભાગે હીન હીન જ ચાલુ કરે છે. આવો હીન હીન જ સ્થિતિબંધ પૂર્વકાલમાં ક્યારેય કર્યો નથી. તેથી તેને અપૂર્વસ્થિતિબંધ કહેવાય છે. એક સ્થિતિબંધ અને એક સ્થિતિઘાત આ બન્ને સાથે જ આરંભાય છે અને એકીસાથે જ સમાપ્તિને પામે છે. બન્નેનો કાલ જે અંતર્મુહૂર્ત છે તે સમાન હોવાથી યુગપદ્ પ્રારંભ અને યુગપદ્ નિષ્ઠા (સમાપ્ત) કરે છે. गुण गुढीनिक्खेवो, समए समए असंखगुणणाए । अद्धादुगाइरित्तो, सेसे सेसे य निक्खेवो ॥ १५ ॥ (કર્મપ્રકૃતિ-ઉપશમનાકરણ ગાથા-૧૫) भावना च-घात्यस्थितिखण्डमध्याद् दलिकं गृहीत्वा उदयसमयात् प्रतिसमयं असङ्ख्येयगुणतया निक्षिपति - प्रथमसमये स्तोकम्, द्वितीयसमये असङ्ख्येयगुणम्, तृतीयसमये असङ्ख्येयगुणम् एवं यावच्चरमसमयः । एष प्रथमसमयगृहीतदलिकनिक्षेपविधिः, एवं द्वितीयादिसमयगृहीतानामपि, इत्यनेन प्रथमसमये स्तोकः द्वितीयसमये असङ्ख्येयगुणः, तृतीयसमये असङ्ख्येयगुणः गुणश्रेणिदलिकनिक्षेपो भवति । इति अपूर्वकरणस्वरूपम् । अनिवृत्तिकरणे एतदुक्तं भवति - (૪) હવે ગુણશ્રેણીનું સ્વરૂપ સમજાવે છે. ત્યાં કમ્મપયડીમાં ઉપશમનાકરણના અધિકારમાં ગાથા ૧૫માં આ પ્રમાણે કહ્યું છે . निक्खेव = = “સ્થિતિઘાત અને રસઘાત વડે ખંડિત થયેલી સ્થિતિના કર્મદલિકોની નીચેની સ્થિતિમાં જે રચના કરવી તે મુળસેઢી ગુણશ્રેણી કહેવાય છે. પ્રત્યેક સમયોમાં અસંખ્યાત ગુણાકારે કર્મદલિકોની આ જીવ રચના કરે છે. ગુણશ્રેણીનો કાલ જો કે અંતર્મુહૂર્ત હોય છે તો પણ તે અંતર્મુહૂર્ત અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ બે કરણના કાલથી કંઈક અધિક હોય છે તથા જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ બાકી રહેલા સમયોમાં જ દલિકોનો નિક્ષેપ (દલિકોની રચના) થાય છે. I॥૧૫॥ ઉપરની વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે - સ્થિતિઘાત અને રસઘાત વડે ખંડિત થયેલા સ્થિતિખંડમાંથી પ્રાયઃ નિઃરસતુલ્ય બનેલાં અર્થાત્ અત્યન્ત અલ્પ રસવાળા બનેલાં એવાં કર્મદલિકોને ત્યાંથી ગ્રહણ કરીને નીચેની ભોગવાતી સ્થિતિમાં ઉદયસમયથી અન્તર્મુહૂર્તના કાલમાં પ્રત્યેકસમયોની અંદર અનુક્રમે અસંખ્યાતગુણાકારે તે દલિકને ગોઠવે
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy