SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ मंदविसोही पढमस्स, संखभागाहि पढमसमयम्मि । उक्कस्सं उप्पिमहो, एक्ककं दोण्ह जीवाणं ॥१०॥ आचरमाओ सेसुक्कोसं पुव्वप्पवत्तमिइनाम । बीयस्स बीयसमये, जहन्नमवि अणंतरुक्कस्सा ॥११॥ (વર્મપ્રવૃતિ-૩પશમનારVT ગાથા ૨૦-૨૨) इत्यादि वचनात्। द्वितीयस्य अपूर्वकरणस्य यो द्वितीयः समयः, तस्य जघन्यमपि विशोधिस्थानं प्रथमसमयोत्कृष्टविशोधिस्थानादनन्तगुणं वक्तव्यम् । एतदुक्तं भवति - नेह यथाप्रवृत्तकरणवत् प्रथमतो निरन्तरं जघन्यविशोधिस्थानमनन्तगुणं वक्तव्यम् । किन्तु प्रथमसमये प्रथमतो जघन्या विशोधिः सर्वस्तोका, साऽपि च यथाप्रवृत्तकरणचरम-समयभाविन उत्कृष्टाद् विशोधिस्थानाद् विशोधिरनन्तगुणा, ततः प्रथमसमये एवोत्कृष्टा विशोधिरनन्तगुणा, ततो द्वितीयसमये जघन्या विशोधिरनन्तगुणा, ततोऽपि तस्मिन्नेव द्वितीयसमये तु उत्कृष्टा विशोधिरनन्तगुणा, एवं प्रतिसमये तावद्वाच्यं यावच्चरमसमये उत्कृष्टा विशोधिः । પહેલાંના પાઠમાં યથાપ્રવૃત્તકરણમાં જે વિશોધિ સમજાવી તેનો તથા અપૂર્વકરણમાં જે વિશોધિ છે તેનો સાક્ષીપાઠ આપતાં ગ્રન્થકાર મહર્ષિ કમ્મપયડિના ઉપશમના કરણની ગાથા ૧૦-૧૧નો સાક્ષીપાઠ આપે છે. આ બન્ને ગાથાઓનો અર્થ આ પ્રમાણે છે - “યથાપ્રવૃત્તકરણમાં પ્રથમસમયવર્તી પ્રથમ જીવની મંદવિશોધિ (જઘન્યવિશુદ્ધિ) સૌથી થોડી છે. તેના કરતાં સંખ્યામાં ભાગ સુધી ક્રમશઃ જઘન્યવિશુદ્ધિ અનંતગુણી-અનંતગુણી છે. તેના કરતાં બીજા જીવની પ્રથમસમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણી છે. આમ બને જીવોમાં એકની નીચેની જઘન્ય અને બીજાની ઉપર ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનુક્રમે અનંતગુણી જાણવી. ત્યારબાદ ઉત્કૃષ્ટમાં જે સંખ્યામાં ભાગનાં સ્થાનો બાકી રહ્યાં, તેની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનુક્રમે ચરમસમય સુધી અનંતગુણી-અનંતગુણી જાણવી. આ કરણ સૌથી પ્રથમ પ્રવર્તે છે. તેથી તેનું “પૂર્વપ્રવૃત્ત” એવું બીજું નામ છે. બીજા અપૂર્વકરણમાં બીજા સમયની જઘન્યવિશુદ્ધિ પણ તેના અનંતરપૂર્વ એવા પ્રથમ સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિથી અનંતગુણી જાણવી. ૧૦-૧૧ યથાપ્રવૃત્તકરણની વિશુદ્ધિ સમજાવીને આ બન્ને ગાથાના આધારે હવે અપૂર્વકરણની વિશુદ્ધિ સમજાવે છે. બીજા અપૂર્વકરણનો જે બીજો સમય છે તે બીજા સમયની જઘન્ય
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy