SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર “જ્ઞાન” આવા પ્રકારનો શબ્દાલાપ કરવો (ઉચ્ચારણ કરવું) તે નામજ્ઞાન કહેવાય છે. સિદ્ધચક્ર આદિ પટોમાં “જ્ઞાન” આવું આલેખન કરવું તે સ્થાપનાજ્ઞાન જાણવું. દ્રવ્યજ્ઞાન બે પ્રકારનું છે – (૧) આગમથી અને (૨) નોઆગમથી. ત્યાં જ્ઞાનપદના અર્થનો અવબોધ જેને બરાબર છે પરંતુ પ્રરૂપણા કરતી વખતે ઉપયોગ નથી તેવા અનુપયુક્ત જ્ઞાનપદના જ્ઞાની પુરુષને આગમથી દ્રવ્યજ્ઞાન કહેવાય છે તેવા દ્રવ્યજ્ઞાનવાળા જ્ઞાનીની અનુપયોગવાળી જે અવસ્થા છે તે અવસ્થાને નોઆગમથી દ્રવ્યજ્ઞાન કહેવાય છે. અહીં જ્ઞાન અને જ્ઞાનીની ભેદવિવક્ષા કરીને જ્ઞાનને આગમ અને જ્ઞાનીને નોઆગમ કહેલ છે. તથા પુસ્તકોમાં લખેલું જે શ્રુતજ્ઞાન તે પણ નોઆગમથી દ્રવ્યજ્ઞાન જાણવું. કારણ કે પુસ્તક હોવાથી જડ છે આગમસ્વરૂપ નથી. છતાં તેમાં લખેલું જે જ્ઞાન છે તે આગમ છે. માટે દેશથી આગમ અને દેશથી અનાગમ એમ નોઆગમથી દ્રવ્યજ્ઞાન જાણવું. અહીં નો શબ્દ દેશવાચી જાણવો. અથવા વાચના-પ્રચ્છના-પરાવર્તના-ધર્મકથા અને અનુપ્રેક્ષા (ભાવના) એમ પાંચ પ્રકારનો જે સ્વાધ્યાય તે પણ નોઆગમથી દ્રવ્યજ્ઞાન કહેવાય છે. કારણ કે તે સ્વાધ્યાય વાચિક-કાયિક પ્રવૃત્તિરૂપ છે અને પ્રવૃત્તિ તે યોગાત્મક છે માટે આગમ નથી. છતાં જે વિષયના વાચનાદિ થાય છે તે વિષય આગમસ્વરૂપ છે. આમ કથંચિત્ આગમ, કથંચિ અનાગમ એમ નોઆગમ જાણવું અને ઉપયોગાત્મક જે જ્ઞાનની પરિણતિ છે તે ભાવથી જ્ઞાન જાણવું. આ જ્ઞાન મતિ આદિ (મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ અને કેવલ ઈત્યાદિ) પાંચ ભેદવાળું અને ૫૧ પેટાલેદવાળું જાણવું. તથા સ્વદ્રવ્ય શું? અને પરદ્રવ્ય શું? તેના વિવેકને કરનારું જાણવું. તે જ્ઞાનના જ ૧ પરિચ્છેદ, ૨ અવલોકન, ૩ આભાસન આદિ પર્યાયવાચી શબ્દો જાણવા. આ પ્રમાણે આ ભાવજ્ઞાન સમજાવ્યું. હવે સાત નયો સમજાવાય છે. तत्र नैगमेन ज्ञानं भाषादिस्कन्धः ज्ञानम् । सङ्ग्रहेण सर्वजीवाज्ञानम् अभेदोपचारात्, व्यवहारेण पुस्तकादिज्ञानम्, ऋजुसूत्रेण तत्परिणामसङ्कल्परूपं ज्ञानम्, अथवा-ज्ञानहेतुवीर्यं नैगमेन, सङ्ग्रहेण आत्मा, व्यवहारेण क्षयोपशमीभूतज्ञानाविभागप्रवृत्तिः, ऋजुसूत्रेण वर्तमानबोधः यथार्थायथार्थरूपमुभयज्ञानम्, शब्दनयेन सम्यग्दर्शनपूर्वकयथार्थावबोधलक्षणं कारणकार्यसापेक्षं ज्ञानं स्वपरप्रकाशं स्याद्वादोपेतमर्पितानर्पितादियुक्तं सम्यग्ज्ञानं ज्ञानम्, समभिरूढनयेन सकलज्ञानवचनपर्यायशक्तिप्रवृत्तिरूपम्, एवम्भूतनयेन मत्यादीनां स्वस्वरूपपूर्णे एवम्भूतता वस्तुतः केवलं ज्ञानं एवम्भूतज्ञानम् । ૧. તત્ત્વાર્થસૂત્ર-૧/૫ ની ટીકામાં લખ્યું છે કે – तथा द्रव्यज्ञानमनुपयुक्ततावस्था, भावज्ञानमुपयोगपरिणतिविशेषावस्था ।
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy