SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪ ૧૩૫ तत्त्वज्ञानविकलानामनादिमिथ्यात्वासंयमवतां स्वरूपानुभवशून्यानामेव परद्रव्यानुभवः । तत्र सुखभ्रान्तिरूपो मोहः । स्वभावधर्मनिर्धार-भासन-रमणानुभवसुखास्वाद-लीनानां न मोहः । अतः आत्मस्वरूपैकत्वमेव मोहत्यागोपायः, अत एव अनादिभ्रान्तिमपहाय आत्मानुभवरसिकतया भवनीयम् । आत्मस्वरूप-श्रद्धान-भासनरमणानुभवोद्यमवता' स्थातव्यमिति तत्त्वम् । __ आगमश्रवणकुसङ्गत्यागात् तत्त्वरुचितत्त्वज्ञानबलेन संयोगजं सर्वमनित्यमशरणं संसारहेतुः, आत्मा एकः सर्वपदार्थान्तरम्, आत्मव्यतिरिक्तपरस्पर्श एवाशुचिः । परानुयायिता एव आश्रवाः, स्वरूपानुगमनं संवरः, उदीर्णके अमग्नता, इत्यादि परिणत्या मोहत्यागो विधेयः ॥८॥ જે આત્માઓ તત્ત્વજ્ઞાન વિનાના છે. આત્મતત્ત્વના સ્વરૂપથી અજાણ છે. અનાદિકાલથી મિથ્યાત્વદશા (વિપરીત બુદ્ધિ) અને અવિરતિભાવવાળા છે તથા આત્માના નિર્મળ અને શુદ્ધ ગુણોનો અનુભવ જેણે જાણ્યો-માણ્યો નથી એવા ભોગાસક્ત જીવોને જ પરદ્રવ્યમાં (પદ્ગલિક પદાર્થોના સુખમાં તથા પોતાના આત્મા સિવાય અન્ય આત્માઓમાં પ્રીતિ-અપ્રીતિ કરવા દ્વારા) સુખબુદ્ધિ કરવા વડે આનંદનો અનુભવ થાય છે. જેમ ભૂંડને કાદવની અંદર રમવામાં, માખીને વિષ્ટા અને શ્લેષ્માદિ અશુચિમાં બેસવાનો આનંદ આવે છે તેમ મોહાસ એવા ભોગી જીવોને પરદ્રવ્યના ભોગમાં જ આનંદ આવે છે. ત્યાં સુખ નથી પણ મોહાલ્પતાથી સુખબુદ્ધિ થાય છે તે સુખની ભ્રાન્તિ સ્વરૂપ મોહ માત્ર જ છે. જે મહાત્મા પુરુષો આત્માના શુદ્ધ, નિર્મળ અને નિર્દોષ એવા સ્વાભાવિક ધર્મોમાં જ શ્રદ્ધા રાખવાપૂર્વક તે જ ધર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરવાપૂર્વક તે જ ધર્મોમાં રમણતા કરવા સ્વરૂપ રત્નત્રયીના અનુભવસુખના આસ્વાદમાં લીન બનેલા છે તે મહાપુરુષોને પરદ્રવ્યના સુખમાં મોહ થતો નથી. આ કારણથી શત્રુથી બચવા માટે જેમ તેના વિરોધીનું શરણું લેવું તે ઉપકારક થાય છે તેમ આત્માના સ્વરૂપની સાથે એકાકારતા એ જ મોહના ત્યાગનો એટલે કે મોહથી બચવાનો ઉપાય છે. આ કારણથી અનાદિકાલથી લાગેલો (પરમાં સુખબુદ્ધિનો) આ ભ્રમ ત્યજીને આત્માના ગુણોના સુખમાં જ રસિક થવાનો પ્રયત્ન આ જીવે કરવો જોઈએ. આત્માના જ રત્નત્રયીમય શુદ્ધ સ્વરૂપની જ શ્રદ્ધા, જ્ઞાન અને રમણતાના અનુભવમાં જ ઉદ્યમશીલ ૧. અહીં ઘણી પ્રતોમાં રમUTIનુભવવતા શબ્દ છે. પૂજ્ય રમ્યગુણાશ્રીજી મ.સાહેબના સંપાદન કરાયેલા પુસ્તકમાં પાના નંબર ૩૦માં રમUIનુભવો યમવતા શબ્દ છે. પરંતુ પાઠના અર્થની સંગતિ કરતાં મUIનુમોદ્યમવતા હોવું જોઈએ એમ લાગે છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy