SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ મોહત્યાગાષ્ટક-૪ જ્ઞાનસાર ચરણોને સેવે છે. પરપદાર્થો ઉપર પ્રીતિ (મારાપણાની બુદ્ધિ) ન થઈ જાય તે માટે પરપદાર્થોથી દૂર જ રહેવા માટે વનોમાં વસે છે. પુણ્યકર્મ તથા પાપકર્મોના ઉદયથી અનુક્રમે આવેલી સુખસામગ્રી અને દુઃખસામગ્રી પ્રત્યે ઉદાસીન રહે છે. આસક્તિવાળા કે દ્વેષભાવવાળા થતા નથી, મોહનો નાશ કરાવે અને આત્માના શુદ્ધ સ્વરૂપનો ઉઘાડ કરાવે તેવા આગમશાસ્ત્રોના સમૂહનો જ નિરંતર અભ્યાસ કરે છે. આવાં શાસ્ત્રો કંઠસ્થ કરે છે, સતત વાંચે છે અને સતત વંચાવે છે તેના જ વાતાવરણમાં રહે છે. અનાદિકાળથી વળગેલી એવી જે પરભાવદશા છે. તેના ઉચ્છદ માટે જ ઉત્તમ મહાપુરુષોનો સતત પ્રયત્ન હોય છે. આ જીવે પણ આ જ પ્રયત્ન કરવા જેવો છે. કોઈ પણ પુગલદ્રવ્ય કે અન્ય જીવદ્રવ્ય પોતાનું છે નહીં, થયું નથી અને થશે પણ નહીં. માટે તેના પર પદાર્થો પ્રત્યે મોહ કરવો એ જ સંસાર-પરિભ્રમણનું બીજ છે. તેના મોહનો ઉચ્છેદ કરવા નિરંતર તેનો ત્યાગ કરવો, તે પર પદાર્થોથી દૂર રહેવું = પ્રવ્રજિત થવું, એ જ શ્રેષ્ઠ માર્ગ છે. રા यो न मुह्यति लग्नेषु, भावेष्वौदयिकादिषु । आकाशमिव पङ्केन, नासौ पापेन लिप्यते ॥३॥ ગાથાર્થ :- પૂર્વબદ્ધ કર્મોના ઉદય આદિથી પ્રાપ્ત થયેલા ભાવોમાં જે આત્માઓ મોહ પામતા નથી, તે આત્મા જેમ કાદવ વડે આકાશ ન લેવાય તેમ પાપકર્મથી લેપાતા નથી. llall ટીકા :- “વો ન મુતિ ત”—યો નીવર્તત્ત્વવિત્રીસી મૌથિવિપુ ભાવેષ शुभाशुभकर्मविपाकेषु आदिशब्दात् परभावानुगक्षयोपशमे अशुद्धपारिणामिकभावग्रहः, तेषु लग्नेषु = आत्मनि स्वक्षेत्रीभूतेषु यो न मुह्यति-मोहैकीभावं न प्राप्नोति, भेदज्ञानविवेकेन त्यक्तपरसंयोगः अवश्योदितेषु यः अव्यापकः स पापेन कर्मणा न लिप्यते । कमिव ? पङ्केन आकाशमिव, यथा आकाशस्थपङ्कः आकाशस्य न लेपकृत्, तत्र अपरिणमनात् । एवं शमसंवेगनिर्वेदनिगृहीतपरभावस्य अवश्योदयविपाके भुज्यमानेऽपि अव्यापकत्वात् न लेपः । स हि पूर्वकर्मनिर्जरारूपं कार्यं करोति, स्वीयपरिणामस्य भिन्नरक्षणेन अकर्तृत्वं तस्य परभावानाम् । उक्तञ्चाध्यात्मबिन्दौ - વિવેચન - જે આત્મા તત્ત્વજ્ઞાનમાં જ આનંદ પામનાર છે, પોતાના શુદ્ધ-સ્વરૂપની મસ્તીમાં જ સુખ અનુભવે છે, જ્ઞાનરૂપી અમૃતના પાનમાં જ લયલીન રહે છે. વળી જે આત્મા પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા સુખકારી ઔદયિક ભાવોમાં અને પાપકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા દુઃખકારી ઔદયિકભાવોમાં તથા આદિશબ્દથી પરભાવને અનુસરનારો એવો
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy