SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ ગાથાર્થ - હૈ સૌમ્ય ! પરલોક છે. એમ મૌર્ય અને ||૧૯૫૮૫ દશમા ગણધર - મેતાર્ય ૫૪૯ લોકથી પર એવો દેવો અને નારકીના જીવો સ્વરૂપ અસંપિતની જેમ ત્યાં કહેલાં પ્રમાણોથી તમે સ્વીકારો. આ વિવેચન - મૌર્ય નામના સાતમા ગણધર અને અકંપિત નામના આઠમા ગણધરના વાદની ચર્ચાપ્રસંગે દેવ અને નારકી જીવો છે આ વાત સિદ્ધ કરેલી છે. કારણ કે ગાથા નંબર ૧૮૬૬ માં મૌર્યગણધરની દેવસંબંધી શંકા જણાવી છે અને ૧૮૮૭ ગાથામાં અકંપિત ગણધરની નારકીસંબંધી શંકા જણાવી છે. તેનો પ્રત્યુત્તર તેની પછીની ગાથાઓમાં આપેલો જ છે. માટે દેવો અને નારકી છે એમ હે મેતાર્ય ! તમે સ્વીકારો. ૧૯૫૮) અહીં મેતાર્યજી પ્રશ્ન કરે છે કે - जीवो विण्णाणमओ तं चाणिच्चं ति तो न परलोगो । अह विण्णाणादण्णो, तो अणभिण्णो जहागासं ॥१९५९॥ इत्तोच्चिय न स कत्ता, भोत्ता य अओ वि नत्थि परलोगो । जं च न संसारी सो अण्णाणाऽमुत्तिओ खं व ॥१९६०॥ ( जीवो विज्ञानमयस्तच्चानित्यमिति ततो न परलोकः । अथ विज्ञानादन्यस्ततोऽनभिज्ञो यथाऽऽकाशम् ॥ इत एव न स कर्ता भोक्ता चातोऽपि नास्ति परलोकः । यच्च न संसारी, सोऽज्ञानामूर्तितः खमिव ॥ ) ગાથાર્થ - જીવ એ વિજ્ઞાનમય છે અને તે વિજ્ઞાન અનિત્ય છે. તેથી પરલોક નથી. હવે કદાચ જીવને વિજ્ઞાનથી ભિન્ન માનશો તો આ જીવ આકાશની જેમ જડ થઈ જશે અને જડ થવાથી જ તે આત્મા કર્મોનો અને ભોગોનો કર્તા અને ભોક્તા ઘટશે નહીં એથી પણ પરભવ નથી. વળી આ આત્મા જ્ઞાનરહિત હોવાથી અને અમૂર્ત હોવાથી આકાશની જેમ તેને સંસારીપણું પણ ઘટશે નહીં. ૧૯૫૯-૧૯૬૦ વિવેચન - હે ભગવાન્ ! આપના વડે આત્મા વિજ્ઞાનમય મનાયો છે એટલે કે વિજ્ઞાનથી અભિન્ન સ્વીકારાયો છે. વિજ્ઞાન એ ધર્મ છે અને આત્મા એ ધર્મી છે. તે બન્નેનો તમારા મતે અભેદ છે. હવે તે વિજ્ઞાન અનિત્ય છે. ક્ષણે ક્ષણે બદલાનારું છે. વિનશ્વર સ્વભાવવાળું છે. તેથી તેનાથી અભિન્ન એવો આત્મા પણ વિનશ્વર સ્વભાવી અર્થાત્ અનિત્ય થશે. તેથી ભવાન્તરમાં જવા સ્વરૂપ પરલોક ઘટશે નહીં. કારણ કે જે ભવાન્તરમાં
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy