SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ આઠમા ગણધર - અકંપિત ગણધરવાદ જ્ઞાન પણ એક-એક વિષય માત્રને જ ગ્રહણ કરનારી અને બીજા અનંત ધર્મોને ગ્રહણ નહી કરનારી એવી “ઈન્દ્રિયો” નામના પરપદાર્થથી થાય છે. તેથી તે જ્ઞાન પણ અનુમાનની જેમ જ પરોક્ષ છે પણ પ્રત્યક્ષ નથી. ll૧૮૯૬I ઈન્દ્રિયજન્યજ્ઞાન અપ્રત્યક્ષ (પરોક્ષ) જ છે, પણ પ્રત્યક્ષ નથી. આ વાત બીજી રીતે સમજાવતાં પણ કહે છે - पुव्वोवलद्धसंबंधसरणओ, वानलोव्व धूमाओ । अहव निमित्तंतरओ, निमित्तमक्खस्स करणाइं ॥१८९७॥ (पूर्वोपलब्धसम्बन्धस्मरणतो वाऽनल इव धूमात् । अथवा निमित्तान्तरतो निमित्तमक्षस्य करणानि ॥) ગાથાર્થ - જેમ ધૂમથી અગ્નિનું જ્ઞાન થાય છે. તેમ પૂર્વે જાણેલા સંબંધના સ્મરણથી જીવને તે તે વિષયનું જ્ઞાન થાય છે. માટે ઈન્દ્રિયજન્ય જ્ઞાન પ્રત્યક્ષ નથી. અથવા અન્ય નિમિત્તથી થાય છે. માટે પણ પ્રત્યક્ષ નથી. અહીં જીવને જ્ઞાન કરવામાં ઈન્દ્રિયો એ નિમિત્ત છે. /૧૮૯૭ll વિવેચન - પાંચે ઈન્દ્રિયોથી થનારું જ્ઞાન પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ જ છે. આ વાત સમજાવવા માટે બીજા હેતુઓ પણ જણાવે છે. “ન્દ્રિયજં જ્ઞાનં, ને પ્રત્યક્ષદ્' ઈન્દ્રિયોથી થતું આ ઘટ છે, આ પટ છે ઈત્યાદિ જે જ્ઞાન થાય છે તે પ્રત્યક્ષપ્રમાણ નથી પણ અનુમાન પ્રમાણ અર્થાત્ પરોક્ષપ્રમાણ છે. આ પ્રતિજ્ઞા જાણવી. પૂર્વીપત્રવ્યવસ્થરત:” પૂર્વે જાણેલા સંબંધનું સ્મરણ થવાથી થાય છે માટે, આ હેતુ જાણવો. ઘટ જોતાંની સાથે “આ ઘટ છે” આવું જ જ્ઞાન થાય છે તે જ્ઞાન જો પૂર્વકાલમાં ઘટ કોને કહેવાય ? ઘટ કેવો હોય ? ઘટ શું કામમાં આવે ? ઈત્યાદિ ઘટજ્ઞાન ન મેળવ્યું હોય તો ઘટ જોતાંની સાથે આ ઘટ છે આવું જ્ઞાન ન થાત. પણ પૂર્વના સંકેતકાલમાં જ “આવા આવા ગોળાકાર અને જલાધારભૂત પદાર્થમાં જ અતિશય વિશ્વાસુ અને જાણકાર માણસો પાસેથી “આ ઘટ, આ ઘટ” એવો સંકેત કરાતો તથા એવો વ્યવહાર કરાતો મારા વડે જોવાયો છે. વિશ્વાસુ અને જાણકાર એવાં માતા-પિતા આદિ કુટુંબી લોકો આવી વસ્તુને જ ઘટ કહેતા હતાં. તે મેં બરાબર સાંભળેલું છે, જોયેલું છે. આમ પર્વકાલમાં જાણેલા સંબંધનું સ્મરણ થવાથી જ સર્વે પણ જ્ઞાતાઓને “આ ઘટ છે” ઈત્યાદિ ઘટના વિષયવાળું ઈન્દ્રિયજન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે.
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy