SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ છઠ્ઠા ગણધર - મંડિક ૩૭૭ કહ્યું કે તમે મનમાં આમ માનો છો કે કર્મોનો બંધ અને મોક્ષ છે ? કે નથી ? આવો સંશય તમને વર્તે છે. વેદના પદોનો સાચો અર્થ તમે જાણતા નથી. તેઓનો સાચો અર્થ આ પ્રમાણે છે. /૧૮૦૩-૧૮૦૪ll વિવેચન - જન્મ-જરા અને મૃત્યુને જેઓએ જીતી લીધા છે એવા તથા ત્રણે કાલના, ત્રણે લોકના, સર્વ દ્રવ્યોના, સર્વ પર્યાયોને જાણવાવાળા એવા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે મંડિક નામના છઠ્ઠા વિદ્વાન બ્રાહ્મણને તેમના નામ અને ગોત્ર સાથે “તમે ભલે આવ્યા” એમ આવકાર્યા અને કહ્યું કે તમે મનમાં આવા વિચાર કરો છો કે આ આત્માને કર્મોનો બંધ અને કર્મોથી છુટકારો (મોક્ષ) છે કે નહીં ? આવા પ્રકારનો તમારા મનમાં સંશય વર્તે છે. આ સંશય અનુચિત છે. પરસ્પર વિરુદ્ધ લાગતા એવા વેદપદોના શ્રવણથી તમને આ સંશય થયો છે. તે પરસ્પર વિરુદ્ધ લાગતાં વેદનાં પદો આ પ્રમાણે છે - (१) स एष विगुणो विभुर्न बध्यते संसरति वा, न मुच्यते मोचयति वा, न वा एष વિષ્યન્તરં વા વેઃ રૂાનિ વેપન = તે આ આત્મા જેનો પ્રસંગ ચાલે છે તે જીવ વિગુણ છે. એટલે કે સત્ત્વ, રજસ્ અને તમન્ આમ ત્રણે ગુણ વિનાનો છે. કારણ કે આ ત્રણે ગુણો પ્રકૃતિના ધર્મો છે. તથા આ આત્મા વિભુ છે. અર્થાત્ સર્વત્ર વ્યાપક છે. તે પોતે કર્મો વડે બંધાતો નથી. સંસારમાં અહીં તહીં જન્માદિ ધારણ કરતો નથી. એટલે કે અકર્તા અને અભોક્તા છે તથા કર્મોથી મુકાતો નથી કે કર્મોને મુકતો નથી. કારણ કે કર્મોથી તે બંધાયો જ નથી તેથી મુક્ત થવાની કે મુક્ત કરવાની વાત આવતી જ નથી. તથા આ આત્મા બાહ્ય કે અભ્યત્તર કોઈ વસ્તુને જાણતો નથી. એટલે કે પોતાનાથી બાહ્ય એવી પ્રકૃતિતત્ત્વ, તેના ઉત્તર ભેદરૂપ મહતત્ત્વ અને અહંકારાદિને તથા અત્યંતર તત્ત્વ એટલે નિજસ્વરૂપને પણ જાણતો નથી. સર્વથા જ્ઞાન વિનાનો છે કારણ કે જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ છે અને પ્રકૃતિ એ અચેતન તત્ત્વ છે. પ્રકૃતિમાંથી અહંતત્ત્વ અને તેમાંથી બુદ્ધિતત્ત્વ ઉત્પન્ન થાય છે. આ વેદનાં પદો બંધ અને મોક્ષ નથી એમ સૂચવનારાં છે (આવી માન્યતા કપિલ ઋષિકૃત સાંખ્યદર્શનની છે.) (२) "न ह वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति, अशरीरं वा वसन्तं प्रियाप्रिये न પૃશતઃ' ત્યાહીતિ ા સશરીરી એવા આત્માને એટલે કે બાહ્ય એવું ઔદારિકાદિ સ્કૂલ શરીર અને આધ્યાત્મિક એટલે સૂક્ષ્મ એવું તૈજસ-કાશ્મણ શરીર, આમ શરીરોની અનાદિકાલીન પરંપરાથી યુક્ત એવા સંસારી આત્માને રાગ અને દ્વેષનો ત્યાગ હોતો નથી. અર્થાત્ રાગ-દ્વેષ હોય છે. તેથી કર્મોનો બંધ પણ થાય છે અને અશરીરીપણે એટલે અમૂર્તિપણે વસતા આત્માને રાગ અને દ્વેષ સ્પર્શતા નથી. કારણ કે તે રાગ અને દ્વેષ થવામાં પૂર્વબદ્ધ કર્મોદયનો જ અભાવ છે. કર્મ નથી માટે, તેથી તેઓ મુક્ત કહેવાય છે. આ વેદનો
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy