SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ચોથા ગણધર - વ્યક્ત ગણધરવાદ કરાતું હોય એવું બનતું નથી. સર્વથા એકાન્ત એક ભાંગે કાર્ય થતું નથી. આ રીતે એકાન્તવાદ નથી. પરંતુ અનેકાન્તવાદ જ છે. ll૧૭૨૮-૧૭૨૯ તથા પુત્રો = પૂર્વકાલમાં જે ઘટ ઉત્પન્ન થઈ ચૂક્યો છે તેવો તે ઘટ હવે (૧) ઘટપણે, (૨) પરપર્યાયપણે અને (૩) તદુભયપણે હવે કરાતો નથી. સારાંશ કે પૂર્વકાલમાં ઉત્પન્ન થઈ ચૂકેલ ઘટ હવે જાતાજાતાદિ પ્રકારો વડે કરાતો નથી. કારણ કે ઘટપણે તો એ નાત જ છે, બનેલો જ છે એટલે કરાતો નથી. પરપર્યાય વડે સદાકાલ મનીત જ હોય છે. તેથી પટાદિગત પરપર્યાયરૂપે પણ તે ઘટ ક્યારેય પણ કરાતો નથી. તેથી તદુભય વડે પણ કરાતો નથી. કારણ કે સ્વપર્યાય વડે જાત હોવાથી અને પરપર્યાય વડે અજાત હોવાથી તે કરાતો નથી. આ રીતે પૂર્વકાલીન કૃતઘટ હવે ઘટપણે કે પટાદિપણે કરાતો નથી. પરંતુ સમયે સમયે પૂરણ-ગલન થવારૂપે અપૂર્વ-અપૂર્વ અવસ્થા પામવાપણે કરાય છે અને અંતે લાકડી આદિના પ્રહાર વડે કપાલ સ્વરૂપે પણ કરાય છે. તથા નાચંતો ય પતય ર ના સર્બ સુંદો = દંડ-ચક્રાદિ સામગ્રી દ્વારા કુલાલ વડે ગાયમાન = હાલ ઉત્પન્ન કરાતો એવો પણ તે ઘટ ભલે ઘટપણે ઉત્પદ્યમાન અવશ્ય છે. છતાં પટ-મઠ ઈત્યાદિ પરપર્યાય સ્વરૂપે તે સમયે પણ તે ઘટ અનુત્પદ્યમાન પણ અવશ્ય છે. પરપર્યાયરૂપે ન કરાતો પણ છે. એટલે કે સ્વસ્વરૂપે ઉત્પન્ન થતો ઘટ પણ તે સમયે પરપર્યાય સ્વરૂપે સર્વથા નગાયતે = અનુયદ્યમાન છે. જે વસ્તુ જે સમયે ઉત્પન્ન થાય છે તે વસ્તુ તે સમયે પણ પરપદાર્થ સ્વરૂપે ઉત્પન્ન થતી નથી. આમ સ્વ-સ્વરૂપે ગાયમાન વસ્તુ પણ પરરૂપે નાયમાન પણ અવશ્ય છે જ. આમ ઉભયાત્મક વસ્તુ છે. ll૧૭૩ ll તથા વ્યોમાદિ એટલે આકાશાદિ જે પદાર્થો નિત્ય દેખાય છે, અનાદિ-અનંતકાલ સ્થાયી દેખાય છે તે પદાર્થો પણ નિત્યજાત હોવાથી ઘટ-પટની જેમ સામગ્રી અને કર્તા વડે કરાતા નથી. સારાંશ કે જેમ ઘટ-પટ આદિ પદાર્થો અનિત્ય હોવાથી સ્વ-સ્વરૂપે કરાય છે પરંતુ પર-પર્યાયરૂપે કરાતા નથી. તેવી જ રીતે આકાશાદિ પદાર્થો પણ નિત્યજાત હોવાથી જાત-અજાત કે ઉભય વગેરે પ્રકારો વડે કરાતા નથી. માત્ર અવગાહક એવા જીવો અને પુગલો જેમ જેમ સાહાટ્ય લેવામાં બદલાય છે તેમ તેમ અવગાહનાની સાહાધ્ય આપવા રૂપે તેમાં પ્રતિસમયે ઉત્પાદ-વ્યય થાય છે. તેથી નિશ્ચયનયથી આકાશાદિ નિત્યપદાર્થોમાં પણ ત્રિપદી હોય છે. પરંતુ ભૂલ દૃષ્ટિએ એટલે કે વ્યવહારનયથી ઘટપટની જેમ તેની ઉત્પત્તિ નથી. તેથી જીવ-પુદ્ગલ આ બે જ દ્રવ્યો પરિણામી છે. શેષ ચાર દ્રવ્યો અપરિણામી છે પણ નિશ્ચયનયથી સર્વદ્રવ્યો પરિણામી છે. પોતપોતાના પર્યાયમાં પ્રતિસમયે પરિણામ પામનાર છે.
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy