SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ત્રીજા ગણધર - વાયુભૂતિ ગણધરવાદ સર્વ દ્રવ્યોને આ જીવ પ્રતિસમયે જાણે છે અને દેખે છે. તે સર્વ દ્રવ્યો પરિણામી હોવાથી પ્રતિસમયે બદલાતાં રહે છે. તેથી તે સર્વ દ્રવ્યોને જાણવાવાળું અને દેખવાવાળું કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ ઉપયોગને આશ્રયી પ્રતિસમયે બદલાતું રહે છે. પ્રથમસમયે કેવલજ્ઞાનથી જગત જેવું દેખાય છે તેવું બીજા સમયે દેખાતું નથી. કારણ કે બીજા સમયે જગત પોતે જ પ્રથમ સમય જેવું રહ્યું નથી. બીજા સમયે છે તેવું ત્રીજા સમયે હોતું નથી. આ પ્રમાણે શેય પરિવર્તનશીલ છે તેથી તે શેયને જાણનારું કેવલજ્ઞાન પણ પરિવર્તનશીલ છે. આ રીતે ઉપયોગને આશ્રયી કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ ઉત્પાદ-વ્યયવાળું છે. સમ્મતિ પ્રકરણમાં પૂજ્ય સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીએ કહ્યું છે કે - एगसमयम्मि एगदवियस्स, बहुया वि होति उप्पाया । उप्पायसमा विगमा, ठिईउ उस्सग्गओ णियमा ॥ (કાર્ડ-૩, ગાથા-૪૧) એક સમયમાં એકે-એક દ્રવ્યના ઘણા ઘણા ઉત્પાદો થાય છે અને જેટલા ઉત્પાદ થાય છે તેટલા જ વિગમ થાય છે અને વિગમ જેટલી જ અનંતી સ્થિતિઓ નિયમ હોય છે. અહીં સિદ્ધપરમાત્માના આત્મામાં પણ પ્રતિસમયે અનંતગુણોના અનંત ઉત્પાદ-વ્યય ચાલુ હોય છે. શ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજશ્રીએ પણ દ્રવ્યગુણ પર્યાયના રાસમાં કહ્યું છે કે - જે શેયાકારઈ પરિણમઈ, જ્ઞાનાદિક નિજ પર્યાય રે, વ્યતિરેકઈ તેહથી સિદ્ધનઈ તિયલક્ષણ ઈમપણિ થઈ રે. જિનવાણી પ્રાણી સાંભળો ૯-૧૬ સિદ્ધ પરમાત્માના કેવલજ્ઞાન અને કેવલદર્શનાદિ જે પોતાના પર્યાયો છે કે જે પ્રતિસમયે શેયાકારે ઉપયોગ સ્વરૂપે પરિણામ પામે છે તેથી સિદ્ધ પરમાત્માને પણ આ રીતે ક્ષાયિકભાવમાં ઉત્પાદાદિ ત્રણ લક્ષણ સંભવે છે. નિજ પરપર્યાયઈ એકદા, બહુસંબંધઈ બહુ રૂપ રે, ઉત્પત્તિ નાશ ઈમ સંભવઈ, નિયમઈ તિહાં ધ્રૌવ્ય સ્વરૂપ રે. જિનવાણી પ્રાણી સાંભળો ૯-૧૮ પ્રત્યેક દ્રવ્યોમાં એક એક સમયમાં સ્ત્ર અને પરપર્યાયની અપેક્ષાએ એક જ કાલે
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy