SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ત્રીજા ગણધર - વાયુભૂતિ ગણધરવાદ આવા પ્રકારનું સૂક્ષ્મ અને અદેશ્ય તૈજસ-કાર્પણ શરીર જેનું છે તે ભૂલશરીરથી ભિન્ન અને ભવાન્તરમાં ગમન કરનારો એવો શરીરધારી આત્મા છે પરંતુ જે શરીર છે તે જ આત્મા નથી. ગયા ભવમાં મૃત્યુ પામ્યા બાદ છુટેલા જીવને પકડીને નવા ભવમાં લઈ જનાર, નવા ભવમાં શરીરના બંધનમાં જકડનાર અને જીવ પાસે નવા સ્કૂલ શરીરની રચના કરાવનાર એવું જે સૂક્ષ્મ અને અદેશ્ય શરીર છે તે જ તૈજસ-કાશ્મણ નામનાં શરીરો છે. આવાં શરીરો વર્તે છે જેને તે આત્મા છે, તે આત્મા ભવાન્તરયાયી છે. સૂક્ષ્મ શરીરવાળો છે અને સૂક્ષ્મ શરીરના કારણે જ ભૂલ શરીર ધારણ કરનાર બને છે. મોક્ષે જતા જીવને સર્વ કર્મનો ક્ષય થયેલ હોવાથી તૈજસ-કાશ્મણ શરીર નથી. તેથી તેને જકડી રાખનાર, પકડી રાખનાર કોઈ નથી. માટે તે જીવ ભવાન્તરમાં જતો નથી અને નવી શરીરરચના પણ કરતો નથી. સીધો મોક્ષે જ જાય છે. ૧૬૬૩ अण्णसुह-दुक्खपुव्वं, सुहाइ बालस्स संपयसुहं व । अणुभूइमयत्तणओ, अणुभूइमओ य जीवो त्ति ॥१६६४॥ (अन्यसुखदुःखपूर्वं, सुखादि बालस्य साम्प्रतसुखमिव । अनुभूतिमयत्वतो, अनुभूतिमयश्च जीव इति ॥) ગાથાર્થ - જેમ વર્તમાનકાલીન સુખ અને દુઃખ) અનુભવાત્મક હોવાથી પૂર્વકાલીન સુખ(દુ:ખ)ના અનુભવપૂર્વક છે તેવી જ રીતે બાલ્યાવસ્થાનું પ્રાથમિક સુખ (દુ:ખ) સંવેદન પણ અન્ય સુખ-દુઃખના સંવેદનપૂર્વક છે. તેથી આવા પ્રકારના અનુભવવાળો જે પદાર્થ છે તે જ જીવ છે. /૧૬૬૪ll વિવેચન - ભૂતાત્મક શરીરથી આત્મા એક ભિન્ન પદાર્થ છે. આ વિષય ઉપર વળી અન્ય અનુમાન સમજાવે છે - બાલ્યાવસ્થાનો સુખ-દુઃખનો અનુભવ, કોઈક પૂર્વકાલીન સુખદુ:ખના અનુભવપૂર્વકનો છે. કારણ કે એ પ્રકારનો એ વિશિષ્ટાનુભવ હોવાથી, જેમ વર્તમાનકાલીન યુવાવસ્થાનો સુખાનુભવ બાલ્યાવસ્થાના સુખાનુભવપૂર્વક છે તેમ. જેમ યુવાવસ્થામાં પાંચે ઈન્દ્રિયોને પોત-પોતાના મનગમતા ઈષ્ટ વિષયો જ્યારે જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે ત્યારે આનંદ અને સુખની લાગણી પ્રસરે છે. તે પૂર્વકાલમાં એટલે કે બાલ્યાવસ્થામાં ઈષ્ટ વિષયોની પ્રાપ્તિથી આનંદ અને સુખનો અનુભવ કરેલો છે. તેથી ઈષ્ટ વિષયો પ્રાપ્ત થતાં જ આનંદ અને સુખની લહરીઓ ઉછળે છે. આનંદ
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy