SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા ગણધર - અગ્નિભૂતિ ઈત્યાદિ વેદવાક્યો સાંભળવાથી હે ગૌતમગોત્રીય અગ્નિભૂતિ ! તમે સ્વભાવને જ દેહાદિનો કર્તા માનો છો. કારણ કે બીજા કેટલાક દર્શનકારો આ વેદપદોના મનમાન્યા અર્થો કરીને આ જગતની રચનાનું કારણ કર્મ ન માનતાં સ્વભાવને જ માને છે. તમે તેના વિચારોમાં ભળી જાવ છો. તેઓના વિચારો આ પ્રમાણે છે ૧૫૪ सर्वहेतुनिराशंसं, भावानां जन्म वर्ण्यते । स्वभाववादिभिस्ते हि नाहुः स्वमपि कारणम् ॥१ ॥ રાનીવટાવીનાં, વૈચિત્ર્ય : જોતિ હિ ? । મયૂરચન્દ્રિાદ્દિા, વિચિત્રઃ જૈન નિર્મિત ાર॥ कादाचित्कं यदत्रास्ति, निःशेषं तदहेतुकम् । यथा कण्टकतैक्ष्णादि, तथा चैते सुखादयः ॥३॥ ગણધરવાદ જગતના સર્વે પણ ભાવોનો જન્મ કોઈપણ જાતના હેતુની (કારણની) અપેક્ષા વિના સ્વાભાવિકપણે જ થાય છે. પોતાની ઉત્પત્તિમાં પોતે (કે પોતાનું કર્મ ઈત્યાદિ) કારણ નથી. એમ કેટલાક દર્શનકારો કહે છે. ૧ કમળની કોમળતા, કાંટાઓની તીક્ષ્ણતા, આ વિચિત્રતા કોણ કરે છે ? મોરનાં પીંછાની વિચિત્રતા અને ચંદ્રની ચાંદનીની ઉજ્વલતા કોના વડે બનાવાઈ ? અર્થાત્ કોઈ વડે બનાવાઈ નથી. સ્વાભાવિક રીતે જ બની છે. ૨ જગતના પદાર્થોમાં જે અહીં કાદાચિત્કપણું છે. તે સઘળુંય પણ નિર્હેતુક છે. જેમ કાંટાઓની તીક્ષ્ણતા આદિ સ્વાભાવિક છે. તેમ આ જીવોનાં સુખ-દુઃખાદિ પણ સ્વાભાવિક જ છે. પરંતુ કર્મકૃત કે ઈશ્વરકૃત નથી. ૩ સ્વભાવવાદી એવા દર્શનકારના ઉપર કહ્યા મુજબના વિચારો છે. હે ગૌતમગોત્રીય અગ્નિભૂતિ ! તમે પણ કર્મને ન માનતાં સ્વભાવજન્ય જ બધું છે. આમ માનતાં ઉપરોક્ત વિચારને અનુસરો છો. પરંતુ તેમ વસ્તુસ્થિતિ સ્વીકારવામાં બહુ બહુ દોષો આવે છે. તે દોષો આ પ્રમાણે છે સ્થૂલ ભોગ્ય શરીરોના કર્તા તરીકે સ્વભાવને જે માનવામાં આવે છે તે સ્વભાવ એ શું છે ? શું સ્વભાવ એ કોઈ વસ્તુવિશેષ (એક જાતનો સૂક્ષ્મ પદાર્થ) છે કે કોઈ કારણ ન હોય તેને એટલે કે અકારણતાને સ્વભાવ કહો છો કે સ્વભાવ એ મૂર્ત અથવા અમૂર્ત વસ્તુનો ધર્મવિશેષ છે. એમ ત્રણ રસ્તા છે. આ ત્રણમાંથી સ્વભાવને તમે શું માનો છો ? (૧) વસ્તુવિશેષ, (૨) અકારણતા કે (૩) વસ્તુધર્મ. આ ત્રણમાંથી સ્વભાવને શું કહો છો?
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy