SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ બીજા ગણધર - અગ્નિભૂતિ ૧૩૭ અર્થ એ થાય છે કે તે રાત્રે ભોજન કરે છે. જો રાત્રે ભોજન ન કરતો હોય તો દિવસે ભોજન ન કરનારો તે સ્થૂલ કેવી રીતે હોઈ શકે ? આ ઉદાહરણમાં રાત્રિભોજન જો ન સ્વીકારીએ તો પ્રત્યક્ષ દેખાતું ભૂલત્વ ઘટતું નથી. આ અર્થપત્તિપ્રમાણ કહેવાય છે. તેની જેમ કાર્મણશરીર અને તેની ચિત્ર-વિચિત્રતા જો ન સ્વીકારીએ તો શું દોષ આવે ? તે કહો કે જેથી અર્થપત્તિ દ્વારા અમારે કર્મ અને તેની વિચિત્રતા સ્વીકારવી જ પડે. ઉત્તર - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ કહે છે કે હે અગ્નિભૂતિ ! જો સુક્ષ્મ અને અતીન્દ્રિય એવું કાર્પણ શરીર ન સ્વીકારવામાં આવે અને દૃશ્યમાન એવું ભાગ્યશરીર જ જો માનવામાં આવે તો મૃત્યકાલે પૂલ એવા દૃશ્યમાન ભાગ્યશરીરથી મુકાયેલા સર્વે પણ જીવોનું ભવાન્તરમાં ગમન થશે નહીં અને ત્યાં જઈને નવા ભોગયોગ્ય શરીર મેળવવાનું પણ રહેશે નહીં. કારણ કે વર્તમાનકાલીન ભોગ્યશરીર અહીં જ રહી જાય છે, તે શરીર સાથે આવતું નથી અહીં જ અગ્નિસંસ્કાર દ્વારા બાળી નાખવામાં આવે છે. અને ભવાન્તરમાં ગમન કરાવે, ભવાન્તરના ઉત્પત્તિસ્થાન સુધી લઈ જાય, ત્યાં જઈને નવા ભોગ્યશરીરની પ્રાપ્તિ કરાવે તે બધાંના કારણભૂત સૂક્ષ્મ અને અત્યંતર કાશ્મણ શરીર હતું. તે શરીર અતીન્દ્રિય હોવાથી નથી દેખાતું. માટે જો ન સ્વીકારાય તો મૃત્યુ બાદ આત્મા કેવલ એકલો જ થવાથી ભવાન્સરગમન કરવું જ પડે એવું પકડી રાખનાર કોઈ પ્રતિબંધક તત્ત્વ તેની સાથે ન હોવાથી ભવાન્તરગમન આદિ ઘટશે નહીં. એટલે જેટલા જીવો મૃત્યુ પામે તેટલા સર્વે જીવો મૃત્યુ બાદ શુદ્ધ-બુદ્ધ-નિરંજન અને અશરીરી બનવાથી અગ્રેતનભવ એટલે કે આગલા ભવના શરીરનું ગ્રહણ ન સંભવવાથી વિના પ્રયત્ન મોક્ષે જ જશે. તેથી મૃત્યુ પામતા સર્વે પણ જીવોનો ભવાન્તર ઘટશે નહીં. નવા સ્થૂલશરીરની પ્રાપ્તિ ઘટશે નહીં. આ પ્રમાણે મૃત્યુ બાદ વિના પ્રયત્ન મોક્ષ જ થશે. આ એક મોટો દોષ આવશે. પ્રશ્ન - હે ભગવાન્ ! કદાચ આમ માનીએ કે સ્થૂલશરીરથી છુટેલો જીવ સૂક્ષ્મકાર્પણ શરીરની સહાય વિના સ્વયં એકલો જ ભવારમાં જાય છે અને ત્યાં દેહાન્તર ધારણ કરે છે. આમ માનીએ તો શું દોષ ? ઉત્તર - કાર્પણ શરીરની સહાય વિના જીવોની ભવાત્તર પ્રાપ્તિ સ્વીકારાય તો કયા જીવને કયા ક્ષેત્રમાં, કોના ઘરમાં, કયા કુલમાં, કઈ ગતિમાં જવું? ત્યાં કેટલા વર્ષ જીવવું? કેવું શરીર ધારણ કરવું ? વિગેરે સર્વે ભાવો નિયામક તત્ત્વ વિના વ્યવસ્થિતપણે ઘટશે નહીં અને સર્વત્ર અવ્યવસ્થા જ થશે. વળી મોક્ષે ગયેલા જીવો પણ કાર્મણશરીર વિનાના જ છે. તે જીવો પણ (જો કાર્મણશરીર વિના પણ જન્મ-મરણ થતાં હોય તો તે મુક્તગત જીવો પણ) ફરીથી ભવાન્તરગમન, અપૂર્વ-દેહધારણ, સુખ-દુઃખનો અનુભવ, જન્મ-જરા
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy