SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જ્ઞાનીઓ જેને દુ:ખ કહે છે તે ભોગવવાલાયક નથી. જ્ઞાનીઓ કર્મથી જનિત સુખને દુ:ખરૂપ કહે છે, આ દુ:ખ ભોગવવાલાયક નથી. સ0 જો સુખ ભોગવવાલાયક નથી તો કર્મે શા માટે આપ્યું ? કમેં આપ્યું નથી, આપણે આપણી ભૂલના કારણે આ સુખ ઊભું કર્યું છે. આપણે જો ભગવાનની આજ્ઞા પાળી લીધી હોત તો પુણ્યકર્મ ભોગવવા પણ સંસારમાં રહેવું ન પડત, કર્મથી રહિત બની મોશે પહોંચી ગયા હોત અને આમ છતાં કર્મે આપેલું હોવાથી જ જો સુખ ભોગવવું હોય તો દુ:ખ પણ કર્ભે આપેલું છે તો ભોગવી જ લેવું છે અને જો દુ:ખ ન ભોગવવું હોય તો સુખ પણ નથી ભોગવવું. આ રીતે સંયમ અને તપ જ સુખનું કારણ છે - એવું જણાવ્યું ત્યારે શિષ્ય શંકા કરે છે કે આ રીતે આત્મદમન કરવામાં તો દુ:ખ જ છે, અર્થકામ એ સુખનાં સાધન છે, સંયમ અને તપ સુખનાં સાધન ક્યાંથી કહેવાય ? આ શંકાના નિરાકરણમાં અહીં સેચનક હાથીનું દૃષ્ટાંત આપ્યું છે. એક હાથી અનેક હાથિણીનો અધિપતિ હતો. તેને પોતાની સત્તાનો મોહ એટલો હતો કે પોતાની હાથિણી ગર્ભવતી થાય તોય તેને ફાળ પડે કે આ જે હાથી જનમશે તે મને મારીને અધિપતિ થશે. તેથી તે તેને મારી નાંખવા તત્પર રહેતો. એક હાથિણી ગર્ભવતી થઇ એટલે તે ગર્ભની રક્ષા માટે એક તાપસ-આશ્રમમાં ગઇ. બે-ચાર દિવસે પાછી તે હાથિણીના યૂથમાં ભેગી થઇ જતી કે જેથી હાથીને શંકા ન પડે. આમ કરતાં તેણે એક હાથીને જન્મ આપ્યો. ક્રમે કરી તે હાથી ત્યાં તાપસે આશ્રમમાં મોટો થયો. તાપસકુમારો ત્યાં ઝાડનું સિંચન કરતા, તેની સાથે આ હાથી પણ સિંચન કરવા લાગતો. આથી તેનું “સેચનક’ આ પ્રમાણે નામ પડ્યું. એક વાર તેણે પોતાના પિતા એવા હાથીને મારી નાંખ્યો અને પોતે જૂથનો અધિપતિ થઇ ગયો. મદોન્મત્ત બની તેણે તાપસ આશ્રમને એક વાર ભાંગી નાંખ્યો. તેનાથી ત્રાસ પામેલા તાપસોએ વિચાર્યું કે આપણે આને પાળી-પોષીને મોટો કર્યો છતાં તેણે આવું વર્તન કર્યું છે માટે હવે તેને શિક્ષા કરવી છે. આમ વિચારી શ્રેણિક રાજીને જણાવ્યું કે - આ હાથી તમારા રાજદરબારમાં શોભે એવો છે. આથી શ્રેણિકરાજાએ સૈન્ય મોકલી એ હાથીને પકડીને આલાનસ્તંભ ઉપર બાંધી દીધો. ત્યારે તાપસકુમારે તે હાથીની પાસે આવીને તેને કહ્યું કે પોતાના આશ્રયદાતાને હેરાન કર્યા તેનું ફળ ચાખ્યું ને ? હવે આખી જિંદગી આ બંધનમાં રહેવાનો વખત આવ્યો ને ? આ સાંભળીને સેચનક હાથીને ગુસ્સો આવ્યો તેથી રાત્રે આલાનખંભ તોડીને પેલા તાપસ આશ્રમમાં પહોંચ્યો અને બાકી રહેલો આશ્રમ પણ ખેદાન-મેદાન કરી નાંખ્યો. તેવામાં એક દેવતાએ વિચાર્યું - આ હાથી આ રીતે બધાને હેરાન કરશે તેથી તે હાથીને તેણે જણાવ્યું કે – તું આ રીતે બંધન વિના રહીશ તો જ્યાં-ત્યાં રખડવાનું થશે, હેરાનગતિ થશે, એના બદલે જો રાજાને ત્યાં બંધાઇને રહીશ તો તું પૂજાને પામીશ. આથી હાથી શાંત થઇને જાતે જ આલાનસ્તંભ પાસે આવીને બેસી ગયો. આ જોઇને ખુશ થયેલા રાજાએ બીજા દિવસે સવારે તેની કંકુ વગેરેથી પૂજા કરી પોતાનો પટ્ટહસ્તી બનાવ્યો. આ રીતે જેઓ પોતાની જાતે જ પોતાના આત્માનું દમન કરે તેઓ આ હાથીની જેમ પૂજાસત્કારને પામવા દ્વારા આ લોકમાં પણ સુખી થાય છે. ઇચ્છાનું દમન કર્યા વિના સુખી નહિ જ થવાય. આ અધ્યયન વિનયનું છે. સાધુપણામાં આવવું હશે તો માતાપિતાદિનો વિનય કરતાં સૌથી પહેલાં શીખવું પડશે. જે મા-બાપની સાથે ન રહે તે મા-બાપનો વિનય કઇ રીતે કરવાના ? આજે નિયમ લેવો છે કે મા-બાપથી જુદા થયા હોઇએ તો ભેગા થઇ જવું છે ? ભેગા ન થવાય તોપણ આખા દિવસમાં એક વાર બાપુજી સાથે જમવું છે – આટલું તો બને ને ? સ0 બાપા ક્યાં રહેતા હોય ને દીકરો ક્યાંય રહેતો હોય ! તો એટલું કરવું છે કે જમવા પહેલાં બાપાને એક રીંગ કરી પછી જમવું. આમે ય મોબાઇલ તો તમે સાથે લઇને જ ફરો છો ને ? આટલું તો બને ને ? ૧૨૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૨૯
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy