SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ એવા હોય કે તેમને બીજું દુ:ખ સહન થઇ જતું હોય, પણ એમને કોઇ બોલાવે નહિ – એનું દુઃખ બહુ લાગે. આ પણ માનસન્માનની અપેક્ષા જ છે ને ? જેને તૃષ્ણા ન હોય તેને રાગ પણ ન નડે, દ્વેષ પણ ન નડે અને અજ્ઞાન પણ ન નડે. આજે અજ્ઞાન પણ તૃષ્ણાના કારણે નડે છે. જેને આ સંસારનું કશું જો ઇતું નથી એ જ ખરો જ્ઞાની છે. એક ભાઇને બીજું બધું સારું હતું. છોકરા સાથે ન હતા, પણ બીજી બધી જ વ્યવસ્થા હતી. જયારે જ્યાં જવું હોય ત્યાં લઇ જવા ડ્રાઇવર તૈયાર હતો. છતાં એ ભાઇ અમારી આગળ એક જ ફરિયાદ કરે કે “સાહેબ ! પહેલાં હું જતો હતો ત્યારે લોકો શેઠ શેઠ કહીને બોલાવતા, ગાડી ઊભી રાખતા. આજે તો મને કોઇ બોલાવતું નથી.' આપણે એમને કહેવું પડે કે ‘ભાઇ ! આપણે શેઠ હતા, છીએ નહિ : એટલું હવે યાદ રાખજો . અંતે સમાધિ તો આ રીતે જ અપાય ને ? સુખ આપીને સમાધિ ન અપાય, સુખની ઇચ્છા છોડાવીને જ સમાધિ આપી શકાય. આ તો અસાધ્ય રોગ આવ્યા પછી અમને પૂછવા આવે કે હવે શું આરાધના કરું ? આપણે કહેવું પડે કે સાજા હતા ત્યારે પૂછવા ન આવ્યા, હવે શું કહેવું ? સ0 દુ:ખ આવ્યા પછી આરાધના ન થાય ? થાય. પણ પછી દુઃખ સમતાથી વેઠી લેવું એ જ આરાધના. રોગમાં ભગવાનનાં દર્શન ન થાય, સામાયિકપ્રતિક્રમણ ન થાય તો ચિંતા કરવાની જરૂર નથી. જે દુઃખ આવે તે હાયવોય કર્યા વિના ભોગવી લેવું આ પણ એક આરાધના જ છે. નરકના જીવો સકામનિર્જરા કરે છે તે દુઃખ સમતાથી ભોગવી લેવાના કારણે જ કરે છે. કારણ કે ત્યાં ન તો તે ભગવાનનાં દર્શન કરે છે, ન તો સ્વાધ્યાય-વૈયાવચ્ચ કરે છે. જો નરકના જીવો પણ અસહ્ય દુ:ખો સમતાથી ભોગવીને સકામનિર્જરા કરી શકતા હોય તો આપણને શું તકલીફ પડવાની હતી ? દુઃખ આપણી સંઘયણશક્તિ જોઇને નથી આવતું, આપણું પાપ જોઇને આવે છે. તો દુ:ખ ભોગવવાનો અભ્યાસ પાડવો જ પડે ને? જગતમાં જેટલી વસ્તુ ગમે છે - તે તૃષ્ણાના કારણે, જેટલી નથી ગમતી તે દ્વેષના કારણે અને જેટલો પ્રમાદ થાય છે તે અજ્ઞાનના કારણે થાય છે. સ, તૃણો વગર જિવાય કઇ રીતે ? તૃષ્ણાના કારણે જિવાય એ જીવન જ નથી, એ તો સંસારમાં ભટકવાનો રસ્તો છે. તૃષ્ણા વિના જિવાય એ જ જીવન છે. સુખ ભોગવવાનું મન થાય છે તે ય તૃષ્ણા, દુઃખ ટાળવાનું મન થાય છે એ ય તૃષ્ણા છે. સહ દુ:ખને ટાળવા માટે નવકાર ન ગણાય ? ન ગણાય. જો નવકાર ગણવાથી દુઃખ જતું હોત તો આ દુનિયામાં કોઈ દુ:ખી ન હોત. આ દવાખાના પણ બંધ થઇ જાત. નવકાર ગણનારાને દુઃખ ન આવતું હોય તો કોઇ સાધુને દુ:ખ જ ન આવે. એક વાર એક મહાત્માના સ્વાથ્ય માટે આયંબિલ તેમ જ નવકારના જાપ ઠેકઠેકાણે ચાલુ હતા. તે વખતે તમારા જેવા એક ભાઇએ વ્યાખ્યાનમાં જ સાહેબને પ્રશ્ન કર્યો કે “આ રીતે આયંબિલ કે જાપ કરવાથી સ્વાથ્ય સારું થાય ?' ત્યારે સાહેબે કહ્યું હતું કે – આ રીતે જો જાપ વગેરે કરવાથી સ્વાથ્ય સારું થતું હોય તો અમે અમારા ગુર્નાદિકને જવા દીધા ન હોત. સ0 દુઃખમાં સમાધિ રાખવા જાપ કરાય ? સમાધિ જાપ જપવાથી નથી આવતી. દુ:ખ ભોગવવાના અધ્યવસાયમાંથી આવે છે. દુ:ખ ટાળવાનો અધ્યવસાય જ અસમાધિનું બીજ છે. દુઃખ ભોગવવાનો અધ્યવસાય કેળવ્યા સિવાય સમાધિનો બીજો કોઇ ઉપાય નથી. દુઃખ ટાળવું હોય તો પણ તેનો ઉપાય એક જ છે કે પાપ કરવું નહિ. પાપથી બચવા માટે જ નવકાર ગણવાના છે. ભગવાનનાં દર્શન પણ એટલા માટે કરવાનાં છે કે જેથી ધંધા માટે જતી વખતે અનીતિ, ચોરી વગેરે પાપ કરવાનું મન ન થાય. એના માટે જ તમે દર્શન કરો છો ને ? સ0 ના રે ના ! અમે તો ઘરાકી સારી થાય, વકરો સારો થાય માટે નવકાર ગણીએ છીએ. ૫૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy