SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કે - તમારું પાકીટ પડી ગયું હોય ને કોઇ એમ કહે કે “એ અક્કલના ઓથમીર ! તારું પાકીટ પડી ગયું છે, જરા જો તો ખરો !' તો તેવા વખતે પ્રેમથી તેની વાત સ્વીકારીને હસતાં હસતાં પાકીટ ઉપાડી લો ને ? ત્યાં એવું કહેવા ન બેસો ને કે– ભૂલ બતાવવાની, પણ “હે વત્સ, હે ભાઈ’ એમ પ્રેમથી કહીને બતાવવાની... જ્યારે અહીં જો ગુરુ અનુશાસન કરે તો ‘પ્રેમથી કહેવું જોઇએ', એવી શિખામણ આપનારા મળે ને ? સ0 ત્યાં તો હિત સમાયેલું છે - એમ લાગે છે. તો ગુરુના કઠોર વચનમાં પણ આપણા આત્માનું હિત જ સમાયેલું છે. માટે ક્ષમા ધારણ કરવી છે. અહીં જણાવે છે કે જે ગુરુના કઠોર વચન સહન કરે છે તે જ પંડિત છે. જે સહન ન કરે તે મૂરખ છે. જ્ઞાન કે પંડિતાઇની જરૂર સહન કરવા માટે જ છે. જે ગુરુનું સહન ન કરે તે મૂરખનો જામ છે. व्याख्यानश्रवणं जिनालयगतिर्नित्यं गुरोर्वन्दनम्, प्रत्याख्यानविधानमागमगिरा चित्ते व्यवस्थापनम् । कल्पाऽऽकर्णनमात्मशक्तितपसा संवत्सराराधनम्, श्राद्धैः श्लाध्यतपोधनादिति फलं लभ्यं चतुर्मासके । અનંતોપકારી શ્રી અરિહંતપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિઓએ ધર્મનો મહિમા અનેક રીતે બતાવ્યો છે. ચોવીસ કલાક જેઓ ભગવાનની આજ્ઞા મુજબ અપ્રમત્તપણે આરાધના કરે છે તેના માટે ચાતુર્માસિક પર્વની કોઇ વિશેષતા નથી. જ્યારે જેઓ ત્રણસો સાઇઠ દિવસ ધર્મ કરી શકતા નથી તેના માટે આ ચાતુર્માસિક પર્વની આરાધના છે. આ આરાધનાના દિવસો છે પરંતુ વિરાધનાથી અટક્યા વિના આરાધના થતી નથી. આથી જ ચાતુમાસિક પર્વમાં શ્રાવકોને જે જે ફળોની પ્રાપ્તિ થાય છે તે ફળમાં વિરતિની ક્રિયા મુખ્યપણે બતાવી છે. વિરતિધર્મનું ચોવીસે ય કલાક આરાધન કરી શકીએ એવું સંઘયણબળ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર કે મનોબળ ન હોય, આગળ વધીને સત્ત્વ ન હોય, ભાવના ન હોય એમ માની લઇએ, પણ વિરતિધર્મનું મહત્ત્વ સમજાય તો ખરું ને ? ચોમાસામાં વરસાદના દિવસો છે. તો વરસાદ આવવા પહેલાં જ તમે છત્રી-રેઇનકોટ ખરીદી લો ને ? શા માટે? પલળી ન જવાય માટે ને? આપણે વરસાદમાં પલળી ન જવાય એની ચિંતા કરીએ, જ્યારે શાસ્ત્રકારોએ આપણે વરસાદના કારણે વિરાધના ન કરી બેસીએ - એની ચિંતા કરી છે. સાધુભગવંત વિરાધનાથી બચવા એક સ્થાને રહી જતા હોવાથી આપણને આરાધનાની તક મળે તે આપણે ઝડપી લેવી છે. આ ચાતુર્માસનું સૌથી પહેલું ફળ શ્રાવકો માટે જિનવાણીનું શ્રવણ છે. શાસ્ત્ર જે વાત સૌથી પહેલી જણાવે છે તે આપણે સૌથી છેલ્લે કરીએ ને ? વ્યાખ્યાન સાંભળવાનું સૌથી પહેલાં જણાવ્યું છે – આપણે બધું કામ પતાવીને પછી વ્યાખ્યાનમાં જઇએ કે બધું પડતું મૂકીને જઇએ ? પહેલાના કાળમાં શ્રાવકો આગળ જુદું વ્યાખ્યાન વંચાતું ન હતું, સાધુસાધ્વી માટે વાચના ચાલુ હોય તેમાં જ શ્રાવકો જઈ બેસતા. પરંતુ પાછળથી આ વાચનાઓ બંધ થવા માંડી તેથી શ્રાવકો આગળ વ્યાખ્યાન વાંચવાનું શરૂ થયું. હવે કુદરતી વાંચન શરૂ થયું જ છે તો આપણે તેના લાભથી વંચિત નથી રહેવું. જિનવાણીનું શ્રવણ આ ચોમાસામાં નિયમિતપણે કરવું છે – આટલો નિયમ લેવો છે ને ? ઘણા લોકો ચોવિહારનો, સામાયિકનો નિયમ લેવા આવ્યા, પણ આ | જિનવાણીનું શ્રવણ કરવાનો નિયમ લેવા કોઇ આવ્યું નથી, આજે આટલો નિયમ લેવો છે કે વ્યાખ્યાને સાંભળ્યા વિના નથી રહેવું. શ્રીકૃષ્ણમહારાજા તથા કુમારપાળમહારાજા જેવાને ચોમાસામાં બહાર ન જવાનો નિયમ હતો. છતાં પ્રતિક્રમણ કે વ્યાખ્યાન માટે પાંચ માઇલ જવાની છૂટ હતી. વ્યાખ્યાન સાંભળવાના કારણે આપણા જીવનની દિશા બદલાઇ જાય, ધર્મ માટેની યોગ્યતા પ્રગટે અને જે ધર્મ પામ્યા હોઇએ તેને સ્થિર કરવાનો, વિશુદ્ધ બનાવવાનો ઉપાય મળે. આજે આપણને ગમે તેટલો વરસાદ પડે તોપણ બજારમાં જવાનો નિયમ છે ને ? કેમ ? પૈસા ઓછા પડે છે માટે કે પૈસા ઓછા લાગે છે માટે ? પૈસા કમાવા બજારમાં જવાય તો ધર્મ પામવા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૪૭ ૪૬
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy