SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં કથામાં જણાવ્યું છે કે ચંપાનગરીમાં સુનંદ નામનો વાણિયો હતો, જે દરેક જાતનો વેપારી હતો. તેને ત્યાં દરેક જાતની વસ્તુ મળતી, દવા પણ મળતી. એને ત્યાં દવા લેવા માટે સાધુ આવતા ત્યારે સાધુના શરીરના મલના કારણે દુર્ગધી બનેલું શરીર હોવાથી પેલાની દુકાનની બધી ચીજ-વસ્તુમાં દુર્ગધ પેસી જતી હતી. આથી તેને સાધુભગવંત પ્રત્યે જુગુપ્સા થઇ. ભગવાને આ સાધુઓને સ્નાનની રજા કેમ ન આપી ?' આ પ્રમાણે દુગંછા કરી. આ વાણિયો એક વાર સાધુભગવંતની દેશના સાંભળીને પ્રતિબોધ પામ્યો. તેણે શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા. આ શ્રાવકપણાનું પાલન કરીને તે દેવલોકમાં ગયો અને ત્યાંથી એક શ્રેષ્ઠીને ત્યાં જન્મ્યો અને ત્યાં પ્રતિબોધ પામી તેણે દીક્ષા લીધી. પૂર્વભવમાં સાધુના મલિન ગાત્રની દુવંછાના કારણે જે કર્મ બાંધ્યું હતું તે કર્મના ઉદયથી તેમનું શરીર અત્યંત દુર્ગધી બની ગયું હતું. તે ગોચરી માટે જાય તો પણ તેની દુર્ગધ લોકો સહી શકતા ન હતા. આથી શાસનની લઘુતા ન થાય તે માટે ત્યાંના લોકોએ તેમને એક સ્થાને જ રહેવાની અને વિહાર ન કરવાની વિનંતિ કરી, તેમ જ તેમને આહારપાણી પણ લાવી આપતા હતા. આ સાધુએ આ મલપરીષહ સહન ન થવાથી અઠ્ઠમ કરીને શાસનદેવીને પ્રસન્ન કરી અને પોતાનું શરીર સુગંધી બનાવી આપવા કહ્યું. શાસનદેવીએ તે પ્રમાણે કર્યું. પરંતુ હવે તેમની સુગંધી કાયાથી લોકો તેમની ટીકા કરવા લાગ્યા કે આ સાધુ તો અત્તર વગેરે સુગંધી દ્રવ્યો વાપરે છે માટે આનામાં સાધુતા જ નથી. આથી તે સાધુએ ફરી શાસનદેવીને પ્રસન્ન કરીને પ્રાર્થના કરી કે પહેલા જેવું જ શરીર કરી આપો. શાસનદેવીએ તે પ્રમાણે કર્યું. પછી તે સાધુભગવંત સમભાવે મલપરીષહ સહન કરવા લાગ્યા. આ રીતે આ સાધુએ જેમ પહેલાં આ પરીષહ સહન ન કર્યો પણ પાછળથી સારી રીતે સહ્યો તેમ સર્વ સાધુઓએ આ પરીષહ જીતવો જોઇએ. (૧૯) સંસ્કારપુરસ્કારપરીષહ : મલને ધારણ કરનારા સાધુનો કોઇ સત્કાર કે પુરસ્કાર ન કરે તો પણ સાધુ સત્કારને માંગે નહિ કે ઇચ્છે નહિ. તેમ જ કોઇ સારા સાધુ તરીકે સત્કાર કરે તો ગર્વને પણ ધારણ ન કરે. ૩૫૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર નિર્જરાનો અર્થી સાધુ સત્કારનો અર્થી બને તો સાધુપણું પાળી ન શકે. તેથી સાધુ નિર્જરા સિવાય બીજા કશાનો અર્થી ન બને. માનસન્માન માટે જો સાધના થતી હોય તો તે નકામી જવાની. સિદ્ધિ કરતાં પણ પોતાની સાધનાને શ્રેષ્ઠ માને, સાધનાની કદરને જે ઇચ્છે તે સિદ્ધિ સુધી પહોંચી ન શકે. ધર્મ કરતી વખતે પ્રભાવના કરવાનું મન ન હોવું જોઇએ, ધર્મના નામે પોતાની પ્રભાવના કરનાર સાધુ આ સત્કાર પરીષહને જીતી નહિ શકે. ગોચરી જાય ત્યારે ‘પધારો' પણ ન કહ્યું - આવું જેના મનમાં આવે તેને ગોચરીએ જવાનો અધિકાર નથી. આપણે આજ્ઞા મુજબ સાધુપણું પાળીએ તો કોઇ આવકાર ન આપે તેમાં માઠું લગાડવાની જરૂર નથી. આજે લગભગ દરેક સાધુસાધ્વીના મનમાં એવું પડેલું છે કે આપણો સત્કાર થવો જ જોઇએ ! કોઇ આપણું ગૌરવ ન જાળવે તેમાં માઠું શું લગાડવાનું ? કોઇ આવકાર ન આપે, તેને નથી ગમ્યું – એવું લાગે તો ત્યાંથી પાછા ફરી જવાનું. સાધુ ગીતાર્થ હોય કે ગીતાર્થનિશ્રિત હોય તો તેવાને સત્કાર ન મળે તો ય કોઇ અસર ન થાય. આપણે સારામાં સારું સંયમ પાળીએ છતાં આપણને માન ન મળે એવું ય બને. માન પુણ્યથી મળે છે, સાધનાથી નહિ. વ્યગ્રતા વગેરેના કારણે ગૃહસ્થ આવકાર ન આપે અથવા ન વહોરાવે તો તેવા વખતે મન ઉપર લેવાની જરૂર નથી. કાળ પડતો છે, તેમાં કોઇ આપણો ભાવ ન ય પૂછે તોપણ આપણો ભાવ પડવો ન જોઇએ. આજે ધર્મ કરનારને ધર્મ પાસેથી પણ માનું ખંખેરવું છે. પતંજલીઋષિએ યોગના ગ્રંથમાં કહ્યું છે કે યોગની સાધના કોઇ વાર એટલી ઉત્કટ બને કે તેના કારણે દેવો તેમને વાવડીઓ વગેરેના ભોગવટાનું આમંત્રણ આપે તોપણ યોગી તેને સ્વીકારે તો નહિ જ, તેમ જ કોઇની આગળ એવું બોલે પણ નહિ કે - “મેં તો દેવનું આમંત્રણ પણ ઠુકરાવી દીધું.’ પતંજલી જેવા અન્ય ધર્મી આવું કહે અને આજનાં સાધુસાધ્વી સત્કારને ઇચ્છે – એ કેમ ચાલે ? જેના હૈયામાં ભગવાન ન હોય તેને ભગતની જરૂર પડે. આપણી સાધનાને વેરવિખેર કરવાનું કામ આપણી જ ઇચ્છાઓ કરતી હોય છે. એક યોગીને અઠ્ઠાઇમાં રાજા રોજ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૫૭
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy