SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું કે ‘આપણે પાંડવોની પાસે જઇએ.' કૃષ્ણ કહે છે કે ‘પાંડવોને તો મેં અન્યાય કરીને નગરની બહાર કાઢી દૂર મથુરામાં રહેવાનું સ્થાન આપ્યું હતું તો હવે તે આપણને આશરો ક્યાંથી આપે ?' ત્યારે બળદેવે કહ્યું કે - ‘ભાઇ ! તમે ચિંતા ન કરો. મહાપુરુષો આપત્તિકાળમાં સહાય કર્યા વિના ન રહે. તેઓ ભૂતકાળના અપકારને યાદ રાખતા નથી અને કોઇએ પણ કરેલા નાના પણ ઉપકારને ક્યારેય ભૂલતા નથી. તમે પાંડવોને છોડાવ્યા એ ઉપકારને તેઓ જીવનભર નહિ ભૂલે... આ રીતે વિચારીને પાંડવોની પાસે જવા માટે નીકળ્યા. સાત-સાત દિવસથી કશું ખાધું-પીધું ન હોવાથી કૃષ્ણે બળદેવને કહ્યું કે ‘ભાઇ ! ભૂખ બહુ લાગી છે, હવે આગળ નહિ ચલાય.' તેથી બળદેવ એક નગરમાં કંદોઇને ત્યાં ગયા. કૃષ્ણને એક ઝાડ નીચે બેસાડ્યા અને જાગતા રહેવા કહ્યું. સાથે એ પણ કહ્યું કે ‘નગરમાં જઇ હું આપત્તિમાં આવું તો સિંહનાદ કરીશ, ત્યારે મારી સહાયમાં આવજો.’ આમ કહીને ત્યાંથી કૃષ્ણને એકલા મૂકી નગરમાં ગયા. આ બાજુ કૃષ્ણવાસુદેવ કે જે બત્રીસ હજાર સ્ત્રીઓના અને છપ્પન ક્રોડ યાદવોના સ્વામી હતા તે ભૂખ્યા-તરસ્યા પહેર્યે કપડે જંગલમાં એકલા બેઠા છે, પાસે ખાવાનું પણ નથી અને ખાવાનું લેવા માટે ધન પણ નથી.' કર્મ ક્યારે કઇ સ્થિતિમાં મૂકશે એ કહી શકાય એવું નથી તેથી આ બધી લાલી ધોઇ નાંખો ને ખુમારી કાઢી નાંખો. ભગવાનના પરમ ભક્ત અને ક્ષાયિક સમકિતીને પણ કર્મ આવી દશામાં લાવી મૂકે છે. બળદેવે કંદોઇ પાસે મીઠાઇ માંગી અને બદલામાં મુદ્રિકા આપી. પેલો કંદોઇ વિચારે છે કે આ કોઇ સામાન્ય માણસ નથી લાગતો. દ્વારિકાનગરી બળી ગઇ છે એટલે બળદેવ ને વાસુદેવ જ રખડતા અહીં આવ્યા લાગે છે - એમ વિચારી પોતાના રાજાને સમાચાર આપ્યા કે જેથી અસહાય એવા વાસુદેવને જીતી રાજા પ્રસન્ન થઇને પોતાને પણ ન્યાલ કરી દેશે. કંદોઇની વાત સાંભળી રાજા સૈન્ય લઇને બળદેવની સામે આવ્યો. બળદેવે તરત સિંહનાદ કર્યો એટલે કૃષ્ણ ત્યાં હાજર થયા અને પેલા રાજાને કહ્યું કે ‘દ્વારિકા ગઇ એટલે શું બળ પણ જતું રહ્યું ?' એમ કહી એકલા હાથે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૩૦ - કૃષ્ણે પેલા રાજાને ખોખરો કરી નાંખ્યો. એને જીતીને કહ્યું કે ‘મારે તારું રાજ્ય જોઇતું નથી, તું તારું રાજ્ય સુખેથી ભોગવ.’ મહાપુરુષો આવા હોય, પરાક્રમની સાથે ઉદારતા પણ તેમને વરેલી હોય. સ૦ પેલા રાજાએ જમાડવાનો વિવેક ન કર્યો ? રાજા વિવેક કરે તોપણ આ જાય એવા છે ? જ્યારે આપણે દરિદ્ર કે અસહાય અવસ્થામાં હોઇએ ત્યારે કોઇને ત્યાં જમવા ન જવું. કારણ કે એમાં ઓશિયાળાપણું લાગે. આ તો ખુમારીવાળા હતા તેથી ભૂખ વેઠી લે પણ કોઇને ત્યાં જમવા ન જાય. આ બાજુ બળદેવે લાવેલી મીઠાઇ બંન્નેએ ખાધી અને ઉપર મદિરા પીધી. આથી હવે તરસ ચિકાર લાગે છે. તેથી બળદેવ તેમને જંગલમાં એક પીતાંબર ઓઢાડીને સુવાડે છે અને પોતે પાણી લેવા જાય છે. સ૦ સમકિતી હોવા છતાં મદિરા પીએ ? સમકિતી તો સાત વ્યસન સેવે તોપણ કર્મયોગે સેવે, લાલસાથી નહિ. તેમની મદિરા પણ સારી અને આપણી ચા પણ ખરાબ. કારણ કે યાદવકુળમાં તો મદિરા પહેલેથી જ પિવાતી હતી અને અત્યારે તો તેઓ આપત્તિમાં છે માટે મદિરા પીધી. બાકી તો મદિરા અટવીમાં નંખાવી દીધી હતી ને ? જ્યારે આપણે તો ગામડામાં હતા ત્યારે ચા પીતા ન હતા હવે શહેરમાં આવીને ચા શરૂ કરી અને પાછી તેની લાલસા પણ ભયંકર છે ને ? આ બધાં વર્ણન ધ્યાનપૂર્વક વાંચો તો આપણા હૈયાના પરિણામને કૂણાં પાડે એવાં છે. આ બાજુ જરાકુમાર ફરતો ફરતો ત્યાં આવ્યો. પીતાંબર પહેરીને પગ પર પગ ચઢાવીને સૂતેલા કૃષ્ણના પગને મૃગ-હરણ ધારીને બાણ માર્યું. પણ વીંધાતાંની સાથે કૃષ્ણ સફાળા જાગ્યા અને બોલ્યા કે ‘શત્રુને ચેતવ્યા વિના મારે એવું યુદ્ધ આજ સુધી જોયું નથી. તું કોણ છે, મારી સામે આવ.’ ત્યારે જરાકુમારે પોતાનો પરિચય આપ્યો કે ‘હું વસુદેવ રાજા અને જરા રાણીનો પુત્ર, રામકૃષ્ણનો મોટો ભાઇ જરાકુમાર છું અને મારા હાથે કૃષ્ણનું મૃત્યુ ન થાય તે માટે બાર વરસથી ભૂખ્યો-તરસ્યો જંગલમાં ફરું છું.' ત્યારે કૃષ્ણે કહ્યું કે ‘તું જેની શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૩૧
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy